Home ગુજરાત સરકાર આઉટ શોશિંગ કર્મચારીઓને લઘુતમ વેતન મુજબ પગાર આપશે..? કે હજુ શોષણ...

સરકાર આઉટ શોશિંગ કર્મચારીઓને લઘુતમ વેતન મુજબ પગાર આપશે..? કે હજુ શોષણ જ કરશે….?

369
0

(જી.એન.એસ) તા.૧૪/૦૯

ગુજરાત સરકારમાં સરકારી કચેરીઓમાં આઉટ શોશિંગથી કર્મચારીઓ ભરવામાં આવે છે. અને તેમનું શોષણ કરવામાં આવે છે.જે કામ સરકારી કર્મચારી દ્વારા કરવામાં આવે છે તે જ કામ આઉટ શોષીગના કર્મચારીઓ કરતા હોય છે. છતાં પણ તેમનું શોષણ કરવામાં આવે છે. ગુજરાત સરકારમાં આઉટ શોશિંગથી શોષણ થઈ રહ્યું છે તે સ્પષ્ટ પણે દેખાય છે. છતાં પણ રૂપાણી સાહેબ દ્વારા આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.અને જનતા સમક્ષ બુમો પાડે છે કે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર. કોઈ પણ રીતે ભ્રષ્ટાચાર ચલાવી લેવામા નહિ આવે. પણ સરકારને એના જ વિભાગમાં થતો કરોડોનો ભ્રષ્ટાચાર કેમ નથી દેખાતો..? સરકાર આઉટ શોસિંગ એજન્સીઓએ ટેન્ડર આપી સરકારમાં માણસો પુરા પાડવાનું કામ આપે છે.આ એજન્સીઓ દ્વારા સરકારમાંથી પુરા બિલો ઉઠાવવામાં આવે છે અને કર્મચારીના પગારમાથી 60 ટકા જેટલી કટકી મારવામાં આવી રહી છે.આ કટકીનો હિસ્સો જે તે સરકારી વિભાગના કર્મચારીઓ સુધી પોહચે છે.એજન્સીઓની અને સરકારી કર્મચારીઓની મિલીભગતથી મસ મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે..વિધાનસભામાં પણ ઘણી વખત આ મુદ્દો ચગ્યો છે છતાં પણ આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.આજે પણ સચિવાલયમા જે આઉટ શોસિંગથી પ્યુન કામ કરી રહયા છે. તેમનો પગાર પૂછવામાં આવે તો 57oo થી 58oo રૂપિયા છે. એટલે સ્પષ્ટ દેખાય છે કે લઘુતમ વેતન કરતા પણ ઓછું વેતન મળી રહ્યું છે.સરકારે આર.ટી.ઓ.ના નિયમનું ચુસ્તપણે પાલન કરવાનું કહ્યું તો લઘુતમ વેતન મુજબ પગાર આપવો એ પણ નિયમ છે તો તેનું કેમ પાલન ચુસ્તપણે સરકાર કરતી નથી..? સરકાર આવી બેવડી નીતિ કેમ અપનાવી રહી છે..? જે લોકોના વોટ લઈ સરકાર બનાવી તેમનું શોષણ કરવામાં સરકારને કેમ શરમ આવતી નથી..? કેમ સરકાર તેમના ભાવી સાથે ચેડાં કરી રહી છે..? ગઈ કાલે હાઇકોર્ટ પણ સરકારની ઝાટકણી કાઢી છે.હાઇકોર્ટ કહ્યું કે સરકાર કેમ સી.એમ.અને ડે.સી.એમ આઉટ શોસિંગથી નથી ભરતા.સરકાર કેમ આઉટ શોષીગના કર્મચારીઓને પોતાના લાભોથી વંચિત રાખી રહી છે..?હાઇકોર્ટ કહ્યું કે આઉટ શોશિંગથી કામ કરતા તમામ કર્મચારીઓને તમામ લાભ આપવા પડશે.ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સરકાર આઉટ શોશિંગના કર્મચારીઓનું શોષણ બંધ કરશે..? કર્મચારીઓને તમામ લાભ આપશે..? કે પછી હજુ શોષણ જ કરશે..?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઢબુડીની વધશે મુશ્કેલી..? ધનજી ઓડ સમક્ષ નોંધાશે બીજી ફરિયાદ..?
Next articleસરકાર મહેરબાન આર.ટી.ઓ પહેલવાન…? પી.યુ.સીના નામે ઉઘાડી લૂંટ…!