Home ગુજરાત સરકાર મહેરબાન આર.ટી.ઓ પહેલવાન…? પી.યુ.સીના નામે ઉઘાડી લૂંટ…!

સરકાર મહેરબાન આર.ટી.ઓ પહેલવાન…? પી.યુ.સીના નામે ઉઘાડી લૂંટ…!

887
0

(જી.એન.એસ.ગાંધીનગર) તા.૧૪/૦૯

આર.ટી.ઓના નવા નિયમ 16 નવેમ્બરથી લાગુ થવા જઈ રહયા છે ત્યારે ગુજરાતની જનતા ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા તેમજ પી.યુ.સી કઢાવવા લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે.નોટબંધી નો સમય યાદ આવી ગયો છે.ત્યારે આ નવા નિયમનો ગેરફાયદો થતો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે કેમ કે .પી.યુ.સી કઢાવવા આવતા લોકો પાસેથી જે ભાવ છે તેના કરતા દોઢા ભાવ લેવાઈ રહયા છે તેવી જનતા બુમો પાડી રહી છે.આર.ટી.ઓના નવા નિયમ આવવાથી લોકોને ફાયદા સાથે સાથે બીજી રીતે ગેરફાયદો થતો હોય અને હાલાકીનો સામનો કરવો પડતો હોય તેવું દેખાઈ રહ્યું છે.હાલના ભાવ પી.યુ.સી.ના જોવા જઈએ તો ટું વિહલરના ભાવ 20 રૂ છે
4 વિહલર.પેટ્રોલ ના 50 છે.જ્યારે 4 વિહલર સી.એન.જી.ના 50 છે.અને 4 વહીલર ડીઝલના 60 રૂ છે.પરંતુ રેગ્યુલર ભાવ કરતા અત્યારે ભાવ દોઢા લેવામાં આવી રહયા છે તેવું જનતા બુમો પાડી રહી છે લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવાઈ રહયા છે.ત્યારે પબ્લિકની મજબૂરીનો ફાયદો આર.ટી.ઓ પણ ઉઠવી રહી છે તેને પણ ભાવ વધારો કરી દીધો છે rto ની વેબસાઈટ ઉપર હાલ નવો ભાવ દેખાઈ રહ્યો છે જેમાં 2 વિહલરના 20 હતા જે 25 કરી દેવામાં આવ્યા છે.4 વિહલર ડિઝાલમાં 60 હતા જેનો નવો ભાવ 100 કરી દેવામાં આવી રહ્યો છે. પરંતુ હાલ નવો ભાવ લાગુ પડ્યો નથી.પરંતુ આર.ટી.ઓની વેબસાઈડ ઉપર હાલ નવા ભાવ દેખાઈ રહયા છે આથી ટૂંક સમયમાં નવા ભાવ લાગુ થવાની શક્યતા દેખાઈ રહી છે. ત્યારે હવે લોકોની મજબૂરી નો ફાયદો ઉઠવવામાં આર.ટી.ઓ એ પણ પીછેહઠ કરશે.નહીં..મોકો મળ્યો છે તો ઉઠવી લો તેવી નીતિ અપનાવવામાં આવી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે એટલે કહી શકાય કે સરકાર જનતાની મહેનતના પૈસા ગમે તે રીતે અને જ્યારે મોકો મળે તેનો ફાયદો ઉઠવવામાં કોઈ કસર છોડતી નથી.ત્યારે હવે લોકોના મનમાં એ સવાલ છે કે હજુ કેટલી તકલીફ આવવાની છે.હજુ કેટલા પૈસા સરકાર પડાવી જશે..?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસરકાર આઉટ શોશિંગ કર્મચારીઓને લઘુતમ વેતન મુજબ પગાર આપશે..? કે હજુ શોષણ જ કરશે….?
Next articleધૂતારા ધનજી વિરુદ્ધ બીજી ફરિયાદ દાખલ: પુરાવા છતાં FIR કેમ નથી નોંધતી પોલીસ..?