Home ગુજરાત શર્મનાક..!! ભાજપની ખૂલ્લી ઓફરઃ જગ્યા ખાલી છે આવી જાઓ

શર્મનાક..!! ભાજપની ખૂલ્લી ઓફરઃ જગ્યા ખાલી છે આવી જાઓ

678
0

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૯
ચૂંટણીઓ આવતાં જ ગુજરાતમાં મજબૂત ભાજપે સત્તા બજાર ખુલ્લો મૂક્યો- વહેલો તે પહેલો આવો અને મંત્રીપદ લઇ જાઓ
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓ પહેલાં જ ભાજપે ફરી 26 બેઠકો જીતવા માટે સત્તા બજાર ખોલી નાંખ્યું છે. ભાવતાલ કરીને કોંગ્રેસના પંજારિયાઓને કેસરિયો પહેરાવવા કમલમના દરવાજે કુમકુમઅને ચોખાની થાળી લઇને ભરત પંડ્યા અને કેટલાક મંત્રીઓને હાથમાં ગુલાબ અને ખેસરી ખેસ સાથે આવકારવા ઉભા રાખ્યા છે. કોંગ્રેસમાંથી જવાહર ચાવડાને કુંવરજી બાવળિયાની જેમ સીધા કેબિનેટ મંત્રી બનાવ્યા છે.
પરસોતમ સાબરિયા સોમવારે કમલમ પહોંચશે. દરમ્યાનમાં ચાવડાની સાથે 3 મંત્રીઓની મિડિયાની ગેરહાજરીમાં યોજાયેલી શપથવિધિ બાદ, આમંત્રણ પત્રિકામાં નામ નહીં છપાતું હોવા છતાં સરકારી પ્રવક્તાનું કામ કરનાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખુલ્લેઆમ કહ્યું કે રાજકીય રણનીતિના ભાગરૂપે ભાજપમાં સૌને પ્રતિનિધિત્વ મળે તે માટે ચાવડાનો સમાવેશ કરાયો છે. એટલું જ નહીં અમારી સરકારમાં હજુ મંત્રીઓનો સમાવેશ થઇ શકે તેમ હોવાથી, હજુ ઘણાં મંત્રીપદ ખાલી છે ત્યારે જેમને જોડાવવું હોય તેમના માટે અમારા દ્વાર ખુલ્લા છે…!
એક રીતે જોતાં જાણે કે ગુજરાતમાં ભાજપે ચૂંટણીઓ નિતિમત્તા કે નૈતિક મૂલ્યો અને પક્ષના સંકલ્પપત્રના આધારે નહીં પણ કોંગ્રેસના પક્ષપલટુઓના સહારે જીતવા નક્કી કર્યું હોય તેમ વહેલા તે પહેલાના ધોરણે શેર બજારની જેમ આવો અને મંત્રીપદ લઇ જાવો..નો સત્તા બજાર ખોલી નાંખ્યો છે.
લોકસભા ચૂંટણી પૂર્વે ગુજરાતના રાજકીય સ્તરે જોરદાર ગરમાગરમી જોવા મળી છે. શુક્રવારે એકાએક માણાવાદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપી દીધું અને ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લીધો હતો. શનિવારે જવાહર ચાવડાને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રૂપાણી સરકારના વિસ્તરમમાં ભાજપના માંજલપુરના યોગેશ પટેલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા તેમજ જામનગરના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય અને બાદમાં ભાજપમાં જોડાયેલા ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ને પણ રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે. ગાંધીનગરમાં રાજભવન ખાતે ત્રણેય મંત્રીઓને રાજ્યપાલ ઓપી કોહલી દ્વારા શપથ ગ્રહણ કરાવાયા હતા.
ગાંધીનગરમાં વિજયમુહૂર્તમાં 12.39 કલાકે ત્રણેયે પદ તેમજ ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા હતા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને મુખ્ય સચિવ ડો. જે એન. સિંઘ તથા મંત્રીમંડળના સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. તેમના મંત્રીમંડળમાં ત્રણ નવા પ્રધાનોનો ઉમેરો થયો છે. નવા મંત્રીમંડળ પર નજર કરીએ તો. સીએમ વિજય રૂપાણી સહિત 12 કેબિનેટ પ્રધાનો છે. અગાઉ 11 કેબિનેટ પ્રધાનો હતા તેમાં જવાહર ચાવડાનો ઉમેરો થયો છે. જ્યારે કે મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના કુલ 12 પ્રધાનો છે. અગાઉ રાજ્યકક્ષાના દસ પ્રધાનો હતા તેમાં યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાનો ઉમેરો થયો છે. જોકે મંત્રીમંડળમાં હાલમાં માત્ર એક મહિલા પ્રધાન છે. વિભાવરી દવે રાજ્યકક્ષાના પ્રધાન છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘હું મારી સરકારમાં ખોટું ના કરી શકું’ કહેનાર જ ગુજરાતને શ્રેષ્ઠ શિક્ષકો આપી શકે
Next articleનેતાઓના ફોટા ઢાંકવાને બદલે વેબસાઇટ જ બંધ..?, બાળોતિયા સાથે બાળક પણ ફેંકી દીધું…!