Home ગુજરાત નેતાઓના ફોટા ઢાંકવાને બદલે વેબસાઇટ જ બંધ..?, બાળોતિયા સાથે બાળક પણ ફેંકી...

નેતાઓના ફોટા ઢાંકવાને બદલે વેબસાઇટ જ બંધ..?, બાળોતિયા સાથે બાળક પણ ફેંકી દીધું…!

770
0

(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.14
લોકસભાની ચૂંટણીઓ જાહેર થતાંની સાથે જ દેશ આખામાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે. જાહેર સ્થળોથી નેતાઓના ફોટા પોસ્ટર બેનર દુર કરવામાં આવ્યા છે. ગુજરાતના માહિતી ખાતાએ આચારસંહિતાનો એવો કડક અમલ કર્યો કે પોતાની વેબસાઈટ પરથી સરકારના મંત્રીઓ વગેરેના ફોટા દુર ના કરવા પડે અથવા તેને ઢાંકવાને બદલે આખેઆખી વેબસાઈટ જ બંધ કરીને મૂકી દીધી…! મજા તો એ છે કે કેન્દ્ર સરકારના માહિતી ખાતા જેવી પીઆઇબી ની વેબસાઈટ ચાલુ છે પણ ગુજરાતના માહિતી ખાતામાં ચૂંટણીઓ સુધી જાણે કે રજા આપી દેવામાં આવી હોય. કેમ કે વેબસાઈટ પર લખી દેવામાં આવ્યું છે કે આચારસંહિતા પૂરી થયા પછી જ વેબસાઈટ ખુલશે…!
પીઆઇબી કેન્દ્ર સરકાર નું માહિતી ખાતું જ છે. એ પણ સરકારીતંત્ર નો જ એક ભાગ છે. જો ચૂંટણીઓ જાહેર થયા પછી પણ પીઆઇબી ની વેબસાઈટ ચાલુ રહી સકતી હોય કે ચાલુ રાખવામાં આવી હોય તો ગુજરાત નું માહિતી ખાતું પણ પોતાની વેબસાઈટ ચાલુ રાખી શકે તેમ છે. પરંતુ ઘાટ એવો ઘડાયો કે બાળોતિયા ની સાથે બાળક ને પણ ફેંકી દેવા જેવું થયું છે. માહિતી ખાતામાંથી કોઈ અખબાર ને જૂની પ્રેસનોટ કે ફોટા લેવા હોય તો કઈ રીતે લઇ સકે…? આખી વેબસાઈટ સમુળગી બંધ હોય તો જૂની પ્રેસનોટ જુના ફોટા અને અન્ય લેખો કઈ રીતે કોઈને જોવા મળે કે વાંચવા મળે…?
સરકારના મંત્રીઓ સરકારી ગાડીઓમાં નહિ પણ પોતાની ગાડીઓમાં સચિવાલયમાં તો જઈને બેસે જ છે. આચારસંહિતા તેમને સરકાર ઓફિસમાં બેસવાની ના પાડતી નથી. ઓફિસમાં બેસી ને મંત્રીઓ સરકારી ખર્ચે લાઈટ એસી નો ઉપયોગ કરી સકતા હોય તો માહિતી ખાતું વેબસાઈટ ચાલુ રાખી સકે. માત્ર તેમાં કોઈ મંત્રી ના નવા ફોટા કે તેમના ભાષણો મૂકી ના સકે. પણ વેબસાઈટ તો ચાલુ રાખી સકાય કે નહિ…? જો એવું જ હોય તો મંત્રીઓ ને ઓફિસમાં બેસવાની પણ મંજૂરી હોવી ન જોઈએ કેમ કે તેઓ સરકારી ખર્ચે ઓફીસનો ઉપયોગ કરી રહ્યાં છે અને તે આદર્શ આચારસંહિતા નો ભંગ છે…!

Previous articleશર્મનાક..!! ભાજપની ખૂલ્લી ઓફરઃ જગ્યા ખાલી છે આવી જાઓ
Next articleખરીદેલા ધારાસભ્યોથી ભાજપ લોકસભા વૈતરણી પાર કરી શકશે ?