Home વ્યાપાર જગત - BUSINESS વૈશ્વિક શેરબજારોમાં તેજી સાથે સ્થાનિકમાં ચોમાસાની સારી પ્રગતિએ ભારતીય શેરબજારમાં તેજી તરફી...

વૈશ્વિક શેરબજારોમાં તેજી સાથે સ્થાનિકમાં ચોમાસાની સારી પ્રગતિએ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૭.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૪૧૭૮.૪૬ સામે ૫૪૫૭૪.૪૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૪૨૭૮.૭૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૪૮.૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૦૩.૩૮ પોઈન્ટના ઉછાળા સાથે ૫૪૪૮૧.૮૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૧૪૮.૧૫ સામે ૧૬૨૪૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૧૬૦.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૦.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૫.૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૨૩૩.૩૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતિમ દિવસે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. મોંઘવારી – ફુગાવાને અંકુશમાં લેવાની વિશ્વની કવાયતમાં સેન્ટ્રલ બેંકોએ વ્યાજ દરમાં કરેલા આક્રમક વધારાના પરિણામે ક્રુડ ઓઈલ, મેટલ્સ સહિતની કોમોડિટીઝના ભાવો જૂનની ટોચથી ૨૦% જેટલા તૂટતાં ફુગાવો અંકુશમાં આવવા લાગ્યા સામે વૈશ્વિક મહામંદીના ફફડાટ છતાં કાચામાલના ભાવો અંકુશમાં આવતાં કોર્પોરેટ વિશ્વની ચિંતા હળવી થતાં વૈશ્વિક શેરબજારોમાં ફંડોની તેજી સાથે ચોમાસાની સારી પ્રગતિએ ભારતીય શેરબજારમાં પણ ફંડોએ આજે  કેપિટલ ગુડ્સ, પાવર, યુટિલિટીઝ અને ઈન્ડસ્ટ્રીયલ શેરોમાં ફંડોની તેજીએ બીએસઇ સેન્સેક્સ ૩૦૩ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૮૫ પોઈન્ટ વધીને એક મહિનાની ઊંચાઈએ બંધ રહ્યા હતા.

ચાઈનામાં કોવિડના નવા કેસોને લઈ ફરી સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની ચિંતા ઊભી થવા સામે વિશ્વમાં એક તરફ ફુગાવાને ડામવા માટે સેન્ટ્રલ બેંકોએ વ્યાજ દરોમાં તીવ્ર વધારો કરતાં પ્રવાહિતાની તંગ સ્થિતિને પરિણામે વિશ્વમાં ફરી ઔદ્યોગિક, આર્થિક મહામંદીના એંધાણે હાહાકાર મચી જતાં કોમોડિટીઝના ભાવોમાં ક્રુડ ઓઈલ, ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સ અને કિમતી ધાતુઓ સહિતમાં ઘટાડો નોંધાતા આ પરિબળ કોર્પોરેટ વિશ્વ માટે પોઝિટીવ બનતાં ફંડોએ ઈક્વિટી બજારોમાં તેજી તરફી રૂખ આગળ વધારી હતી. ક્રુડ તેલના ભાવમાં  ઘટાડો, ફુગાવો નીચે આવવાની ધારણાં, ચોમાસાની સારી પ્રગતિ તથા વિદેશની બજારોમાં સુધારાની અસરે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવાયો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, બેઝિક મટિરિયલ્સ અને ટેલિકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૭૮ અને વધનારની સંખ્યા ૧૮૯૭ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વિક્રમી ઊંચી વેપાર ખાધ દેશ માટે હાલમાં પડકારરૂપ બની રહી છે ત્યારે ૨૦૨૨ના ત્રીજા ત્રિમાસિકમાં ડોલર સામે રૂપિયો વધુ નરમ પડીને એક ડોલરના ૮૨ રૂપિયા થઈ જવાની એક રિપોર્ટમાં ધારણાં મૂકવામાં આવી છે. દેશની ચાલુ ખાતાની ખાધ વર્તમાન નાણાં વર્ષના અંતે વધીને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી)ના ૩.૩૦% પર પહોંચવાની પણ ધારણાં મૂકવામાં આવી રહી છે. નાણાં વર્ષ ૨૦૨૨માં ૧.૨૦%ની સામે વર્તમાન નાણાં વર્ષની સૂચિત ખાધ ઘણી જ વધુ છે. નિકાસમાં નબળાઈ અને આયાતમાં વધારાને કારણે જુનની માલસામાનની વેપાર ખાધ વધીને ૨૫.૬૦ અબજ ડોલર સાથે નવી ઊંચી સપાટીએ પહોંચી હતી.

ચાલુ ખાતાની ખાધમાં સતત વધારાથી રૂપિયા પર દબાણ આવશે એટલું જ નહીં વિદેશી સંસ્થાકીય રોકાણકારોના જંગી આઉટફલોસ પણ રૂપિયાને વધુ કથળાવશે અને ૨૦૨૨ના ત્રીજા ત્રિમાસિકમાં રૂપિયો ડોલર સામે ગબડીને એક ડોલરના ૮૨ રૂપિયા થઈ જશે અને ત્યારબાદ ચોથા ત્રિમાસિક ગાળામાં રૂપિયો સાધારણ સુધરી પ્રતિ ડોલર ૮૧ રૂપિયા જોવા મળશે એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. વૈશ્વિક વિકાસ પર આધાર રાખતી ઊભરતી બજારો માટે આ સ્થિતિ સાનુકૂળ ન કહી શકાય, જો કે રિઝર્વ બેન્કની દરમિયાનગીરી અને એફડીઆઈ તથા અન્ય ઈન્ફલોઝથી રૂપિયાના ડોલર સામે ઘસારાને અટકાવી શકાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમેટલ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી તરફી રૂખ યથાવત્…!!!
Next articleજાપાનના પૂર્વ વડાપ્રધાન શિંઝો આબેનું નિધન
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.