Home વ્યાપાર જગત - BUSINESS મેટલ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી તરફી...

મેટલ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી તરફી રૂખ યથાવત્…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૭.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૩૭૫૦.૯૭ સામે ૫૪૧૪૬.૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૩૯૨૭.૨૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૨૭.૫૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૨૭.૪૯ પોઈન્ટના ઉછાળા સાથે ૫૪૧૭૮.૪૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૯૯૦.૪૫ સામે ૧૬૧૦૯.૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૦૪૨.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૩.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૦.૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૧૬૧.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. વિશ્વમાં એક તરફ ફુગાવાને ડામવા માટે સેન્ટ્રલ બેંકોએ વ્યાજ દરોમાં તીવ્ર વધારો કરતાં પ્રવાહિતાની તંગ સ્થિતિને પરિણામે વિશ્વમાં ફરી ઔદ્યોગિક, આર્થિક મહામંદીના એંધાણે હાહાકાર મચી જતાં કોમોડિટીઝના ભાવોમાં ક્રુડ ઓઈલ, ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સ અને કિમતી ધાતુઓ સહિતમાં ઘટાડો નોંધાતા આ પરિબળ કોર્પોરેટ વિશ્વ માટે પોઝિટીવ બનતાં ફંડોએ ઈક્વિટી બજારોમાં ફરી તેજી કરી હતી. ચાઈનામાં કોવિડના નવા કેસોને લઈ ફરી સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની ચિંતા ઊભી થવા સાથે વૈશ્વિક આર્થિક મંદીની ચિંતાએ વૈશ્વિક બજારોમાં સાવચેતીથી વિપરીત ભારતીય શેરબજારોમાં આજે ફંડોએ મેટલ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી, બેઝિક મટિરિયલ્સ અને કેપિટલ ગુડ્સ શેરોની આગેવાનીએ તેજી કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

ક્રુડ તેલના ભાવમાં  ઘટાડો, ફુગાવો નીચે આવવાની ધારણાં, ચોમાસાની સારી પ્રગતિ તથા વિદેશની બજારોમાં સુધારાની અસરે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવાયો હતો. સતત ઘટડા બાદ બીએસઈ સેન્સેકસની સુધારાની ચાલ આજે જળવાઈ રહી હતી. નીચા મથાળે મિડ – કેપ તથા સ્મોલ – કેપ શેરોમાં પણ રોકાણકારોનું આકર્ષણ રહ્યું હતું. છેલ્લા કેટલાક દિવસો સુધી વેચવાલીના બાદ એશિયાના શેરબજારોમાં સુધારો થતા તેની અસર ભારતીય શેરબજારોમાં પણ જોવા મળી હતી. એકંદર માર્કેટ બ્રેડથ પણ મજબૂત રહી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૨૯ લાખ કરોડ ઘટીને રૂ.૨૫૦.૬૪ લાખ કરોડ રહી ગયું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી, બેઝિક મટિરિયલ્સ અને કેપિટલ ગુડ્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૩૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૯૯ અને વધનારની સંખ્યા ૨૧૯૮ રહી હતી, ૧૪૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, યુક્રેન – રશિયા યુદ્વના પરિણામે ખોરવાયેલી સપ્લાય ચેઈનના કારણે વિશ્વના અનેક દેશો અત્યારે અન્ન સહિતની જીવનાવશ્યક ચીજોની અછતનો સામનો કરી રહ્યા છે. જેની સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધતાં આયાત પર નિર્ભર ભારત સહિતના દેશોમાં પરિસ્થિતિ વણસવા સાથે મોંઘવારીની ચિંતામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ ધિરાણને મોંઘુ કરતાં વ્યાજ દરોમાં સતત બીજા મહિને વધારો કરીને વધુ પડતી ફુગાવા પ્રેરક પ્રવાહિતાની સ્થિતિ પાછી ખેંચવાની ફરજ પડી છે. જેના દુષ્પરિણામ સંભવત: લોન ડિફોલ્ટરોની સંખ્યા વધવાના સંજોગોમાં ફરી બેંકિંગ સિસ્ટમ પર પડી શકે છે.

આ સાથે અમેરિકામાં ફુગાવો ૪૦ વર્ષની ટોચે આવતાં યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં નવો વધારો નિશ્ચિત બન્યો છે. યુરોપીય સેન્ટ્રલ બેંક દ્વારા પણ બોન્ડ બાઈંગ પ્રોગ્રામ અટકાવી દઈને આગામી મહિનામાં વ્યાજ દરમાં વધારો કરવાનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે. મોનસુન ભારતના સમયસર આવી જતાં આશાસ્પદ સ્થિતિ આગામી દિવસોમાં જોવાઈ શકે છે. પરંતુ બીજી તરફ ચાઈના અને ભારતમાં કોરોનાના કેસો વધવા લાગતાં ફરી વિશ્વ માટે ચિંતાનું કારણ બન્યું હોઈ વૈશ્વિક બજારોમાં સાવચેતીસાથે ટૂંકાગાળા માટે ફંડોની એક્ઝિટ ભારત સહિતના બજારોમાંથી વધતી જોવાઈ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅભિનેત્રી સામંથા રુથ પ્રભુનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ક્રોસ પોસ્ટિંગ થયાથી પરેશાન
Next articleવૈશ્વિક શેરબજારોમાં તેજી સાથે સ્થાનિકમાં ચોમાસાની સારી પ્રગતિએ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત્…!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.