Home દુનિયા - WORLD જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંઝો આબેનું નિધન

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંઝો આબેનું નિધન

41
0

(જી.એન.એસ),તા.૦૮
જાપાન
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંઝો આબેનું નિધન થઇ ગયુ છે. આજે શુક્રવારે હુમલાકોરે આબેને ગોળી મારી હતી. તે નારા શહેરમાં ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા. થોડાક જ સમયમાં ગોળી ચલાવનાર સંદિગ્ધની ધરપકડ કરી લેવામાં આવી છે. ૬૭ વર્ષીય શિંઝો આબે લિબરલ ડેમોક્રેટિક પાર્ટી સાથે જાેડાયેલા હતા. વર્ષ ૨૦૦૬-૦૭ દરમિયાન વડાપ્રધાન રહ્યા હતા. આબેની છબી એક આક્રમક નેતા તરીકેની છે. શિંઝોને આંતરડા સંબંધિત બીમારી અલ્સરટ્રેટિવ કોલાઇટિસ હતી, જેના લીધે તેમને ૨૦૦૭માં વડાપ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. શિંઝો આબે સતત ૨૮૦૩ દિવસ (૭ વર્ષ ૬ મહિના) સુધી વડાપ્રધાન રહ્યા હતા. અગાઉ આ રેકોર્ડ તેમના કાકા ઇસાકુ સૈતોના નામે હતો. એક ઇલેક્શન કેમ્પેઇન દરમિયાન શિંઝો આબેને બે ગોળી મારવામાં આવી હતી. નારા મેડિકલ યુનિવર્સિટી હોસ્પિટલમાં આબેની સારવાર ચાલી રહી હતી. અહેવાલો અનુસાર, શિંઝો આબેનું હ્રદય કામ કરતું બંધ થઇ ગયું હતું. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. સાથે જ ઘણું લોહી વહી ગયું હતું. બીજા અંગો પણ કામ કરી રહ્યાં નહોતા. જ્યારે ડોક્ટર્સની ટીમ તેમનો જીવ બચાવવા સતત પ્રયાસ કર્યા હતા. આબે ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમની પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેમને પાછળથી ગોળી મારી હોવાનું જાણવા મળી રહ્યું છે. આબેના હ્રદય અને કાનની પાછળથી લોહી નીકળતું જાેવા મળ્યું હતું. અચાનક પડી જતાં તેમના માથામાં પણ ઇજા પહોંચી હતી. ગોળી વાગ્યા પછી શિંઝો આબેને હાર્ટ એટેક પણ આવ્યો હતો. જાેકે, આ અંગે હજુ સુધી સત્તાવાર નિવેદન આવ્યું નથી. અહેવાલો અનુસાર, શિંઝો આબે પર ગોળી ચલાવનારાની ઓળખ તેતસુયા યામાગામી તરીકે થઇ છે. જે એક સ્થાનીક વ્યક્તિ છે. તેતસુયા યામાગામી ૪૧ વર્ષનો છે અને તે પૂર્વ સૌનિક હોવાનું મનાઇ રહ્યું છે. કહેવાઇ રહ્યું છે કે, તે શિંઝો આબેની પાછળ લગભગ ૧૦ ફૂટના અંતરે ઊભો હતો. પીએમ નરેન્દ્ર મોદી સાથે આબેના સારા સંબંધ રહ્યા છે. તેમની ગુજરાત અને બનારસ યાત્રા ઘણી ચર્ચામાં રહી હતી. ૨૫ જાન્યુઆરી, ૨૦૨૧માં ભારતે આબેને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. હુમલા બાદ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, હું આ હુમલાની નિંદા કરુ છુ. આ હુમલાને સહન કરી શકાય નહીં. અમે તે બધુ કરીશું, જે અમે કરી શકીએ છે. ડોક્ટર્સ તેમને બચાવવા માટે મહેનત કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્‌વીટ કર્યું હતું કે, મારા પ્રિય મિત્ર શિંઝો આબે પર થયેલા હુમલાથી બહુ વ્યથિત છુ. અમારા બધાની પાર્થના તેમના અને તેમના પરિવાર તથા જાપાનના લોકો સાથે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવૈશ્વિક શેરબજારોમાં તેજી સાથે સ્થાનિકમાં ચોમાસાની સારી પ્રગતિએ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત્…!!
Next articleજાપાનના પૂર્વ વડાપ્રધાનની હત્યાનો આરોપી પૂર્વ નેવી સૈનિક છે