Home વ્યાપાર જગત - BUSINESS વૈશ્વિક મોરચે ફુગાવા – મોંઘવારીના જોખમ અને કોરોના સંક્રમણની નવી લહેરની ચિંતા...

વૈશ્વિક મોરચે ફુગાવા – મોંઘવારીના જોખમ અને કોરોના સંક્રમણની નવી લહેરની ચિંતા વચ્ચે ઉછાળે સાવચેતી યથાવત્…!!

68
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૪.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૯૧૧.૬૮ સામે ૫૭૫૩૧.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૧૩૪.૭૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૫૫.૧૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૧૪.૫૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૧૯૭.૧૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૪૧૦.૧૫ સામે ૧૭૨૨૫.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૧૫૬.૫૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૪.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૪૩.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૧૬૬.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. યુક્રેન-રશિયા યુદ્વ વકરી રહ્યું હોઈ જીઓપોલિટિકલ ટેન્શન વધવા સાથે વિશ્વના અનેક દેશોમાં ફુગાવાનો વિકરાળ રૂપ ધારણ કરીને ઘણા દેશોના અર્થતંત્રને ડામાડોળ કરી રહ્યા સાથે ભારતમાં પણ ક્રુડ ઓઈલના ઊંચા ભાવના કારણે પેટ્રોલ, ડિઝલ અત્યંત મોંઘા બન્યા બાદ હવે ફુગાવાનો માર્ચ મહિનોના આંક ૧૪.૫ ટકાની રેકોર્ડ ઊંચાઈ જાહેર થતાં આ પડકારરૂપ પરિસ્થિતિને લઈ ફંડોએ શેરોમાં આજે કડાકો બોલાવી દીધો હતો.  ફુગાવો વધતાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા માટે વ્યાજ દરમાં વધારો કરવો અનિવાર્ય બની જવાની પરિસ્થિતિ ઊભી થઈ હોઈ મોંઘવારી અને આર્થિક વિકાસ વચ્ચે સમતુલન જાળવવાના સૌથી મોટા પડકારની સ્થિતિ અને પડોશી દેશો શ્રીલંકા, પાકિસ્તાન, નેપાળમાં પરિસ્થિતિ વણસી રહી હોઈ ભારત માટે પણ ચિંતાની સ્થિતિએ ફોરેન ફંડોએ શેરોમાં ઓફલોડિંગ કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

ફુગાવાનો માર્ચ મહિનાનો આંક વધીને ૧૪.૫%ની ઊંચાઈએ જાહેર થતાં અને હજુ સતત વધતી મોંઘવારી દેશના અર્થતંત્રને ડામાડોળ કરી મૂકશે એવી ભીતિ સાથે વૈશ્વિક મોરચે જીઓપોલિટીકલ ટેન્શન વધતું જતું હોવાથી અને ચાઈના સહિતના દેશોમાં કોરોનાએ ફરી વ્યાપક સ્તરે ભરડો લેવા માંડયો હોઈ અને બેરોજગારીમાં ચિંતાજનક વધારો તેમજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ આ પરિસ્થિતિમાંથી અલિપ્ત ન રહી શકે અને એ માટે પડકારોનો સામનો કરવો પડશે એવા નિવેદનની નેગેટીવ અસર જોવાઈ હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૪૮ લાખ કરોડ ઘટીને રૂ.૨૬૮.૨૯ લાખ કરોડ રહી ગયું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ, મેટલ, ફાઈનાન્સ, હેલ્થકેર, બેઝિક મટિરિયલ્સ અને રિયલ્ટી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૩૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૫૬ અને વધનારની સંખ્યા ૧૪૫૧ રહી હતી, ૧૨૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વિશ્વના સૌથી મોટા અર્થતંત્રની વિશ્વની સૌથી મોટી સેન્ટ્રલ બેંક યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની શરૂઆત એપ્રિલ મહિનાની મોનિટરી પોલિસીમાં જ કરી દેવામાં આવી હતી અને આગામી સમયમાં ઝડપી વ્યાજદર વધારાની આશંકા વ્યકત કરવામાં આવી હતી. એક અહેવાલ અનુસાર યુએસ ફેડે મે મહિનાની મોનિટરી પોલિસી બેઠકમાં વ્યાજદરમાં ૦.૫૦%નો વધારો કરવાની તૈયારી દર્શાવતા સમગ્ર વિશ્વભરમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. યુએસ ફેડના ચેરમેને પોવેલે મે મહિનામાં વ્યાજદરમાં ૦.૫%નો વધારો કરવાનો સંકેત આપ્યો છે.

અમેરિકામાં ફુગાવો ૪૦ વર્ષની ટોચે છે. મોંઘવારીની સામે અર્થતંત્રને ટકાવી રાખવા માટે વ્યાજદર વધારવાનો સંકેત આપવામાં આવ્યો છે. રશિયા – યુક્રેન યુદ્ધના કારણે ફુગાવાનું દબાણ વધ્યું છે. મોંઘવારી દરને ૨% પર લાવવાનું લક્ષ્ય છે. દેશમાં હાલ રોજગારની શોધ કરતા બેરોજગારો કરતા રોજગાર સર્જનનો આંકડો વધુ છે. વ્યાજદરમાં વધારાથી મોંઘવારી કાબૂમાં આવશે પરંતુ અર્થતંત્રમાં કોરોના બાદની રિકવરીને પણ ઝાટકો લાગી શકે છે. જોકે અર્થતંત્રના સુધારામાં ફેડનો વ્યાજદર વધારો વધુ વિક્ષેપ નહિ પહોંચાડે તેવો આશાવાદ પોવેલે વ્યકત કર્યો છે. ફેડ દ્વારા દરમાં વધારો કરવાના સંકેતો પર આગામી દિવસોમાં વૈશ્વિક બજારો સાથે સ્થાનિક શેરબજારમાં સાવચેતી જોવા મળી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સ્પેનિશ મહિલા માત્ર 20 દિવસમાં બે વાર સંક્રમિત થઈ
Next article૨૦૩૦ સુધીમાં વિશ્વના વિરાટ પોર્ટ ઓપરેટર બનવાના માર્ગે અગળ વધતા અદાણીએ દેશની સૌથી મોટી મરીન સેવા પૂરી પાડતી ઓસન સ્પાર્કલ કંપની હસ્તગત કરી
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.