Home વ્યાપાર જગત - BUSINESS વૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક સાનુકૂળ અહેવાલો છતાં ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે...

વૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક સાનુકૂળ અહેવાલો છતાં ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી યથાવત્…!!

37
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૧૧.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૧૮૭૨.૯૯ સામે ૬૧૭૦૮.૬૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૧૭૦૮.૬૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૪૩.૯૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૭.૭૩ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૯૮૦.૭૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૪૬૨.૦૫ સામે ૧૮૪૬૨.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૩૮૭.૫૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૫.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૪૪૬.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

અમેરિકા અને ચાઈના વચ્ચે ટેન્શન હળવું થવાના જી-૨૦ દેશોની મીટિંગથી મળેલા સંકેત, અમેરિકામાં ફુગાવાનો આંક ગત સપ્તાહમાં ઝડપી ઘટીને આવ્યા બાદ હવે ભારતમાં પણ મોંઘવારીનો ઓકટોબર મહિનાનો હોલસેલ અને રીટેલ આંક ઘટીને આવતાં તેમજ અમેરિકી ડોલર સામે રૂપિયાની મજબૂતી તેમજ ઓપેક દ્વારા ઓઈલની માંગ વૃદ્વિનો અંદાજ ઘટાડીને મૂકાતાં ક્રુડના ભાવમાં ઘટાડા સહિતના પોઝિટીવ પરિબળોએ આજે ફંડોએ આરંભિક કલાકોમાં શેરોમાં બે-તરફી અફડાતફડી સાથે બેન્કેક્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, કેપિટલ ગુડ્સ, ટેક, આઈટી, ફાઈનાન્સિયલ સર્વિસિસ અને એફએમસીજી શેરોની આગેવાનીએ બીએસઇ સેન્સેક્સે ૬૨૦૫૨.૫૭ પોઈન્ટની ૫૨ સપ્તાહની ઊંચાઈ નોંધાવી હતી, જોકે ફંડો દ્વારા અંતિમ કલાકોમાં અનિશ્ચિતતાના ટ્રેન્ડ જોવાયા બાદ ઉછાળે સાવચેતીમાં બજારને યુ-ટર્ન આપ્યો હતો.

આ સાથે દિગ્ગજ રોકાણકારો, ફંડો, મહારથીઓએ સ્મોલ, મિડ કેપ શેરોમાંથી રોકાણ પાછું ખેંચવાનું સતત ચાલુ રાખીને ઉછાળે વેચવાલી કરી હતી. અલબત પસંદગીના શેરોમાં લેવાલી જળવાઈ હતી જેથી માર્કેટબ્રેડથ અનિશ્ચિત રહી હતી. આ સાથે તાઈવાન મામલે ચાઈનાનું વલણ કૂણું પડતાં જીઓપોલિટીકલ ટેન્શન હળવું થતાં અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો – એફઆઈઆઈઝની ચાલુ માસમાં કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૩૩૫૭.૮૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદીની પોજીટીવ અસર જોવા મળી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૦૫ લાખ કરોડ ઘટીને રૂ.૨૮૫.૧૬ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, કેપિટલ ગુડ્સ, ટેક, આઈટી, ફાઈનાન્સિયલ સર્વિસિસ અને એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૮૧ અને વધનારની સંખ્યા ૧૪૩૬ રહી હતી, ૧૨૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ફુગાવો – મોંઘવારી ઓકટોબર મહિનામાં ઘટીને આવતાં અને વધુ ઘટાડો અપેક્ષિત હોવાથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ડિસેમ્બર માસમાં મળનારી પોલીસી મીટિંગમાં વ્યાજ દરમાં અપેક્ષાથી ઓછો ૩૫ બેઝિઝ પોઈન્ટનો જ વધારો કરશે એવું અનુમાન રાખવામાં આવી રહ્યું છે. મે મહિનાથી અત્યાર સુધીમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફુગાવાને લઈ વ્યાજ દરમાં અંદાજીત ૧૯૦ બેઝિઝ પોઈન્ટ વધારીને વ્યાજ દર ૫.૯૦% કર્યા છે. ફુગાવો સતત ૧૦ મહિનાથી આરબીઆઈની ૨ થી ૬%ની રેન્જથી ઉપર રહેતાં વ્યાજ દરમાં વધારો કરાયો હતો.

આરબીઆઈની આગામી મોનીટરી પોલીસી કમિટીની મીટિંગ ૭, ડિસેમ્બરના મળનાર છે. ફુગાવાનો આંક સપ્ટેમ્બરની ૭.૪૧%ની પાંચ મહિનાની ઊંચી સપાટીથી ઓકટોબરમાં ઘટીને ૬.૭૭%ની ત્રણ મહિનાની નીચી સપાટીએ આવ્યો છે. જે ખાદ્ય પદાર્થોના ભાવમાં ધીમો વધારા અને ઊંચી બેઝ અસરના કારણે જોવાયું છે. ડિસેમ્બર માસમાં વ્યાજ દરમાં ૩૫ બેઝિઝ પોઈન્ટનો અને ફેબ્રુઆરી માસમાં અંતિમ ૨૫ બેઝિઝ પોઈન્ટનો વધારો કરવામાં આવે એવું અનુમાન રાખવામાં આવી રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદા.ન.હ.ની એક કંપની સંચાલકના દીકરાના અપહરણના કેસના આરોપીઓને આજીવન કેદની સજા
Next articleપાટણ-ઉંઝા હાઈવે પર બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં 1નું મોત, 1 ઇજાગ્રસ્ત
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.