પાટણ શહેરમાં હાઇવે માર્ગ ઉપર અવારનવાર નાના મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જાતા રહ્યા છે ત્યારે રાત્રે સુમારે પાટણ ઉઝા રોડ પર ખોડાભા હોલ નજીક ડુગરીપુરા તરફ જવાના વળાંક પાસે લોખંડની જાડી પાઇપો ભરીને જઈ રહેલ ટ્રેક્ટર સાથે બાઈક ચાલક સવાર બે ઈસમોને અકસ્માત સજૉતા એકનું મોત થયું હતું, જ્યારે એકને ઇજાઓ પહોંચી હતી.
અકસ્માત નાં પગલે ધટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ઈજાગ્રસ્તને 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત ક્યાં કારણોસર સજૉયો હતો તે જાણી શકાયું નથી તો ઈજાગ્રસ્ત ઈસમો બાબતે પણ સ્થળ પરથી જાણકારી પ્રાપ્ત થઈ શકી નથી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.