Home ગુજરાત દા.ન.હ.ની એક કંપની સંચાલકના દીકરાના અપહરણના કેસના આરોપીઓને આજીવન કેદની સજા

દા.ન.હ.ની એક કંપની સંચાલકના દીકરાના અપહરણના કેસના આરોપીઓને આજીવન કેદની સજા

20
0

વલસાડ જિલ્લાને અડીને આવેલા દાદરા નગર હવેલી વિસ્તારમાં આવેલી એક કંપની સંચાલકને દીકરાનું અપહરણ વર્ષ 2017માં થયું હતું. તે કેસમાં સેલવાસ પોલીસે અપહરણ કેસમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજ્યોમાં અલગ અલગ ટીમો દોડાવીને 6 આરોપીઓને ઝડપી પાડયા હતા. તે કેસ કોર્ટમાં ચાલી જતા આ કેસમાં ફરિયાદી આ કેસ દરમ્યાન 20 સાક્ષીઓની તપાસ અને ફોરેન્સીક સબૂતોના આધારે એડવોકેટ ગોરધન પુરોહિતની ધારદાર દલીલોને ગ્રાહ્યરાખીને સેલવાસ સેશન્સ જજ એસ.એસ.અડકરે આ તમામ આરોપીઓને ઉમરકેદની સજા સંભળાવી હતી.

એક આરોપીનું કેસ ચાલુ હતો તે દરમ્યાન મોત થયું હતું. વાપી નિવાસી પ્રમોદકુમાર મુરલીધર સરાફ અને બાબાના માલિકની ફરિયાદના આધારે સેલવાસ પોલીસે વર્ષ 2017માં આઇપીસી યુ/એસ 394, 364-એ, 328, 341, 342, 506, 34 મુજબ ગુનો દાખલ કર્યો હતો. જેમાં બૈજનાથ કંપની જે દાનહના નરોલીમાં આવેલી છે જેમાં 3થી 4 અજાણ્યા વ્યક્તિઓએ 23જાન્યુઆરી 2017ના રોજ આરોપી વ્યક્તિઓએ નરોલી કુંભારવાડીમાં ઇનોવા કાર નંબર ડીએન-09-કે-0402ને અટકાવી અને કંપની સંચાલકના દીકરા ભરત પ્રમોદકુમાર સરાફ ઉ.વ.26નું અપહરણ કરી રૂપિયાની માંગણી કરી હતી.

આ કેસની તપાસ પીએસઆઈ ડાયસને સોપવામાં આવી હતી. સેલવાસ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની ટીમની મદદ લઈને આરોપીને ઝડપી પાડવા પ્રયાસ હાથ ધર્યો હતો. સેલવાસ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે અને સર્વેલન્સની ટીમની મદદ વડે 3 ટીમ બનાવી અને સેલવાસ પોલીસે મહારાષ્ટ્રના નાસિક અને રાજસ્થાનમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અપહરણકર્તાઓએ પીડિતને સેલવાસનાં બાવીસા ફળિયાની એક એક રૂમમા બંધક બનાવી ગોંધી રાખ્યો હતો. આ દરમ્યાન ભરત અપહરણકર્તાને ચકમો આપી ભાગી ગયો હતો.

ત્યાર બાદ આરોપીઓમાં વાલિદ ઉર્ફે મુન્ના ઉર્ફે જીજુ અહમદ મંજુર ઉ.વ.48 રહેવાસી બાવીસાફળિયા, સિરાજ મુજીબુલ્લાહ ખાન ઉ.વ.28 રહેવાસી બાવીસા ફળિયા, રોહિત ઉર્ફે આકાશ વિમલ દુબે ઉ.વ.22 રહેવાસી બાવીસા ફળિયા મુળ રહેવાસી યુપી, મુકેશ કમલેશકુમાર શુક્લા ઉ.વ.22 રહેવાસી રાજસ્થાન, પ્રકાશ ઉર્ફે પારુ સુખરામ પ્રજાપતિ ઉ.વ.27 રહેવાસી પાલી રાજસ્થાન, તેજેન્દ્ર ઉર્ફે તેજુ શિવપ્રસાદ શર્મા ઉ.વ.28, રહેવાસી પાલી રાજસ્થાન, ગોડવિન સ્ટીવન રેમેડીઝ ઉ.વ.38 રહેવાસી પાર્ક સીટી સેલવાસની ધરપકડ કરવામાં આવી હતી.

આ કેસ દરમ્યાન 20 સાક્ષીઓની તપાસ અને ફોરેન્સીક સબૂતોના આધારે એડવોકેટ ગોરધન પુરોહિતની ધારદાર દલીલોને ધ્યાને રાખીને સેલવાસ સેશન્સ જજ એસ.એસ.અડકરે આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને ઉમર કેદની સજા ફટકારી હતી. એક આરોપીનું કેસ ચાલુ હતો તે દરમ્યાન મોત થયું હતું.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરેન્દ્રનગરમાં યુવકની ફાંસો ખાઘેલી હાલતમાં મળી લાશ, મામલો પર છે હત્યાની આશંકા
Next articleવૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક સાનુકૂળ અહેવાલો છતાં ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી યથાવત્…!!