Home વ્યાપાર જગત - BUSINESS વૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક સાનુકૂળ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં તેજી તરફી...

વૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક સાનુકૂળ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત્…!!

52
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૮.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૩૩૨.૬૦ સામે ૫૯૨૩૫.૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૧૧૩.૦૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૨૫.૦૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૦.૧૮ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૪૬૨.૭૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૬૮૪.૯૫ સામે ૧૭૬૭૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૬૨૧.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૨.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૧.૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૭૧૬.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી, પરંતુ અમેરિકામાં ફુગાવો -મોંઘવારીનો આંક અપેક્ષાથી ઓછો અને ઘટીને ૮.૫% આવતાં હવે યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારો થવાની તીવ્રતા ઘટવાની અપેક્ષાએ અને ચાઈનાની નિકાસોમાં વૃદ્વિએ સપ્લાય ચેઈનની સ્થિતિ સુધરવાના પોઝિટીવ પરિબળે વૈશ્વિક બજારોમાં આજે તેજી સાથે ભારતીય શેરબજારમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારમાં એસ એન્ડ પી દ્વારા ભારતની બાહ્ય સ્થિતિ અત્યંત મજબૂત હોવાના રીપોર્ટ સાથે ફોરેન  ફંડોની ઓઇલ એન્ડ ગેસ, એનર્જી, મેટલ, યુટિલિટીઝ અને પાવર શેરોની આગેવાનીએ તેજી જળવાઈ રહી હતી.

આ સાથે તાઈવાન મામલે ચાઈનાનું વલણ કૂણું પડતાં જીઓપોલિટીકલ ટેન્શન પણ હળવું થતાં અને કોર્પોરેટ પરિણામોની સાથે હેલ્થકેર, ટેક, આઇટી, ઓટો, કેપિટલ ગુડ્સ અને એફએમસીજી શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગ સામે ઓઇલ એન્ડ ગેસ, એનર્જી, મેટલ, યુટિલિટીઝ અને પાવર શેરોમાં ફંડોની ભારે લેવાલીએ બીએસઇ સેન્સેક્સ ૧૩૦ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૩૧ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૮૦ લાખ કરોડ વધીને રૂ.૨૭૫.૦૦ લાખ કરોડ રહી ગયું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, ટેક, આઇટી, ઓટો, કેપિટલ ગુડ્સ અને એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૪૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૮૧ અને વધનારની સંખ્યા ૧૮૦૯ રહી હતી, ૧૫૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, જાહેર ક્ષેત્રની તમામ ૧૨ બેંકોએ ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે ૯.૨%ની વૃદ્ધિ નોંધાવી છે. આ સમયગાળા દરમિયાન આ બેંકોનો સામૂહિક નફો અંદાજીત રૂ.૧૫,૩૦૬ કરોડ રહ્યો છે. જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા જાહેર કરાયેલા ત્રિમાસિક ડેટા અનુસાર આ બેંકોએ ગયા નાણાંકીય વર્ષના એપ્રિલ – જૂન ક્વાર્ટરમાં કુલ રૂ.૧૪,૦૧૩ કરોડનો નફો નોંધાવ્યો હતો. આ ૧૨માંથી ત્રણ બેંકો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ ઇન્ડિયાએ તેમના નફામાં સાતથી ૭૦% સુધીનો ઘટાડો નોંઘાવ્યો હતો.

બેંક ઓફ મહારાષ્ટ્રે સૌથી વધુ વૃદ્ધિ નોંધાવી હતી તેનો નફો વધીને રૂ.૪૫૨ કરોડ થયો હતો તે પછ બેંક ઓફ બરોડાએ રૂ.૨,૧૬૮ કરોડનો ચોખ્ખો નફો નોંધાવી ૭૯%ની વૃદ્ધિ નોંધાવી હતી. ઘટાડો થવા છતાં સ્ટેટ બેંકનો ચોખ્ખો નફો રૂ.૬,૦૬૮ કરોડ રહ્યો, જે સંયુક્ત નફામાં સૌથી વધુ ફાળો આપે છે. એકલા સ્ટેટ બેંકે સંયુક્ત નફામાં લગભગ ૪૦% યોગદાન આપ્યું છે. તે પછી રૂ.૨,૧૬૮ કરોડ સાથે બેંક ઓફ બરોડાનો નંબર આવે છે. આ દરમિયાન સ્ટેટ બેંક સહિત નવ બેંકોએ શેરધારકોને રૂ.૭,૮૬૭ કરોડનું ડિવિડન્ડ જાહેર કર્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમેરિકામાં મોંઘવારીદરના આંકડા સકારાત્મક રહેતા વૈશ્વિક બજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં પણ તેજી તરફી માહોલ યથાવત્…!!
Next articleચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાઉદી અરબનો પ્રવાસ કરશે
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.