Home દુનિયા - WORLD ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાઉદી અરબનો પ્રવાસ કરશે

ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાઉદી અરબનો પ્રવાસ કરશે

36
0

(જી.એન.એસ),તા.૧૨
ચીન
ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ આગામી સપ્તાહે સાઉદી અરબ જઈ શકે છે. પરંતુ જ્યારે મીડિયા રિપોર્ટો પર ટિપ્પણી કરવા માટે ચીની વિદેશ મંત્રાલયને કહેવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ આગામી સપ્તાહે સાઉદી અરબનો પ્રવાસ કરશે, તો મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે હાલ તેની પાસે આવી કોઈ જાણકારી નથી. પાછલા મહિને અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડન સાઉદી અરબના પ્રવાસ પર પહોંચ્યા હતા. પરંતુ તેમના સ્વાગત પર અમેરિકા અને સાઉદી અરબ વચ્ચે જારી તણાવની સીધી અસર જાેવા મળી હતી. માનવામાં આવી રહ્યું છે કે મોહમ્મદ બિન સલમાન પ્રોટોકોલ તોડી શી શિનપિંગનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચી શકે છે. સાઉદી અરબમાં ઝિનપિંગના શાનદાર સ્વાગતની તૈયારી પહેલાથી ચાલી રહી છે, પરંતુ તેણે જણાવ્યું નહીં કે આ જાણકારી કોના દ્વારા પ્રાપ્ત થઈ છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી ૨૦૨૦ બાદ શી જિનપિંગે ચીનની બહાર કોઈ સત્તાવાર યાત્રા કરી નથી. ચીન અને સાઉદી અરબ છેલ્લા બે દાયકાથી પોતાના સંબંધને વધારી રહ્યાં છે, પરંતુ ૨૦૧૬મા પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના સત્તામાં આવ્યા બાદ આ સંબંધ વધુ ગાઢ થઈ ગયા છે. સાઉદીએ પણ ઉઇગર મુસ્લિમ અલ્પસંખ્યક અને હોંગકોંગના કઠોર રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને લઈને ચીનનો બચાવ કર્યો છે. રિયાદ હોંગકોંગના કઠોર રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અને ચીનના ઉઇગર મુસ્લિમ અલ્પસંખ્યકની સારવારનું સમર્થન કરવા મહત્વપૂર્ણ માનવાધિકારના મુદ્દા પર અમેરિકા સાથે અસહમત છે. સાથે વોશિંગટને મધ્ય પૂર્વથી પોતાનું ધ્યાન હટાવી દીધુ છે, બંને દેશો વચ્ચે વ્યાપાર સંબંધ મજબૂત થયા છે. શી જિનપિંગનો આ પ્રવાસ ચીન અને સાઉદીના આસપી સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહલું માનવામાં આવી રહ્યું છે. જિનપિંગ ઈચ્છે છે કે ચીનની છબી સાઉદી અરબના સહયોગી તરીકે ખુબ મજબૂત થાય.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક સાનુકૂળ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત્…!!
Next articleતાઈવાન મામલે અન્ય દેશો દખલ ન દે નહીંતર ગંભીર પરિણામ ભોગવવા પડશે