Home ગુજરાત વડુ પોલીસના બાતમી આધારે ભોજથી ટેમ્પોમાં લઈ જવાતા 15 પશુઓ સાથે 2...

વડુ પોલીસના બાતમી આધારે ભોજથી ટેમ્પોમાં લઈ જવાતા 15 પશુઓ સાથે 2 ઝડપાયાં

20
0

વડુ પોલીસ સ્ટેશન પી.આઈ વી. એમ. ટાંક તાંબાના માણસોની ટીમો બનાવી નાકાબંધી કરી વાહન ચેકિંગની કાર્યવાહી ચાલુ હતું. તે દરમિયાન વડુ પોલીસના બાતમી મળેલ કે આઇસર ટેમ્પો જીજે-16-ડબ્લ્યુ-3911માં ભોજ ગામેથી ભેંસો ભરેલ ટેમ્પો રણુ થઈ વલણ, તા. કરજણ ખાતે જઈ રહ્યો છે. જે નાકાબંધી દરમિયાન સદરૂદિન બાવાની દરગાહ, રણુ જતા રોડ પર ટેમ્પાની વડું પોલીસે તપાસ કરતા વગર પાસ પરમીટે તેમજ કોઈ આધાર પુરાવા વગર 15 ભેંસોને પગમાં તથા ગળાના ભાગે નાના રસ્સાથી બાંધી પાણી તેમજ ઘાસચારો નહીં રાખતા તેમજ વેટેનરી ડોક્ટરની તેમજ સરકારી અધિકારીની પરવાનગી વગર પશુઓ મળી આવી હતી.

વડું પોલીસે ભેંસો – નંગ 15, આઇસર ટેમ્પો, રોકડા રૂા. 700, મોબાઈલ નંગ 2મળી કુલ 10,06,700ના મુદ્દા માલ સાથે બે ઈસમોને ઝડપી પાડ કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં મુસ્તાક હસન કલંદર, સઈદ સલીમ ડમકીવાલા, રહે.વલણ, તા. કરજણનો સમાવેશ થાય છે.

જ્યારે પશુ ભરવા મોકલનાર ઉસ્માન ઉર્ફે ભીખાભાઈ દર્વેશ રહે. વલણ, તા. કરજણ તથા પશુ ભરી આપનાર યાસીન મહેબુબ ચાવડા રહે. ભોજ, તા. પાદરાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleખેતરમાં રસ્તો બનાવવા મુદ્દે ધમકી આપનાર કોર્પોરેટર સામે ફરિયાદ
Next articleરાજકોટના લોઠડામાં મંદિરની સફાઈ કરતી મહિલાએ ઉંદર મારવાની દવા પી જિંદગી ટૂંકાવી