Home ગુજરાત રાજકોટના લોઠડામાં મંદિરની સફાઈ કરતી મહિલાએ ઉંદર મારવાની દવા પી જિંદગી ટૂંકાવી

રાજકોટના લોઠડામાં મંદિરની સફાઈ કરતી મહિલાએ ઉંદર મારવાની દવા પી જિંદગી ટૂંકાવી

23
0

રાજકોટ તાલુકાના લોઠડા ગામે કે રહેતી મહિલાએ 26 સપ્ટેમ્બરના રોજ ઉંદર મારવાની દવા પી આત્મહત્યા કરી છે. સારવાર દરમિયાન રાત્રે મહિલાનું મોત નીપજતા મૃતકના પતિએ કુવાડવાના સરપંચના પતિ સામે પત્નીને મરવા મજબૂર કરવા અંગે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મોત પહેલાં સારવારમાં રહેલી મહિલાનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે, કુવાડવાના સરપંચ પતિએ ‘આ જગ્યામાં રહેશો તો મારવા પડશે’ તેવી ધમકી આપી હતી. આથી મેં આ પગલું ભર્યું છે.

લોઠડા રહેતા અને મજૂરી કામ કરતા ચતુરભાઈ દામજીભાઈ સાડમીયાએ કુવાડવા ગામના સરપંચના પતિ સંજય પોલાભાઈ પીપળિયા સામે ફરિયાદ નોંધાવી છે. 26 સપ્ટેમ્બરના રોજ હું ઘરે હતો અને મારાં પત્ની, બાળકો કુવાડવા ગામે ઝૂંપડા પાસે બાપાની ધાર પાસે ચારબાઈ માતાજીના મંદિરે નોરતાં આવતાં હોવાથી સાફ-સફાઈ કરવા ગયાં હતાં. ત્યારે મારા ભાઈએ ફોન કરી તમારા પત્ની મંજુબેન ઉંદર મારવાની દવા પી ગયાં છે

અને હોસ્પિટલે લઈ જઈએ છીએ તેમ કહેતાં હું પણ દોડી ગયો હતો. મંદિરે સાફ-સફાઈ કરતાં હતાં ત્યારે કુવાડવા સરપંચનો પતિ સંજયે આવી આ જગ્યાની સાફ-સફાઈ ના કરતા. આ જગ્યા મેં બીજાને ફાળવી દીધી છે. આ જગ્યામાં તમારો કોઈ હક્ક નથી, તમને અગાઉ ત્રણ વર્ષ પહેલાં આ જગ્યા પરથી કાઢી મૂક્યાં હતાં તો તમે પાછાં કેમ આવ્યાં?

તમે અહીં રહેશો તો પાછા મારવા પડશે તેમ કહેતા મારી પત્નીએ આ મંદિર અમારું છે તમે અત્યાચાર કરશો તો હું આત્મહત્યા કરી લઈશ તેમ કહી ઉંદર મારવાની દવા પી ગયાનું જણાવ્યું હતું. જેનું રેકોર્ડિંગ પણ કરી લીધું હતું.

આથી મારી પત્નીને મરવા મજબૂર કરતા સરપંચ પતિ સંજય સામે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ પાંડાવદરા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડુ પોલીસના બાતમી આધારે ભોજથી ટેમ્પોમાં લઈ જવાતા 15 પશુઓ સાથે 2 ઝડપાયાં
Next articleસગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને કોર્ટ ફટકારતી આજીવન કેદની સજા