Home ગુજરાત ખેતરમાં રસ્તો બનાવવા મુદ્દે ધમકી આપનાર કોર્પોરેટર સામે ફરિયાદ

ખેતરમાં રસ્તો બનાવવા મુદ્દે ધમકી આપનાર કોર્પોરેટર સામે ફરિયાદ

21
0

છાણીમાં ખેડૂતોએ ખેતરમાં રસ્તો બનાવવા ના કહેતાં જાનથી મારી નાંખવાની ધમકી આપનાર કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલ સામે છાણી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. છાણી ગામમાં રહેતા અને ખેતી કરતા મહેશ હરમાનભાઈ પટેલ દ્વારા કોંગ્રેસના કોર્પોરેટર સામે ફરિયાદ નોંધાવાઇ છે. તેમણે જણાવ્યું કે, છાણી પોદાર સ્કૂલ પાસે મારું ખેતર છે. જ્યાં 30 સપ્ટેમ્બરે 4 માણસોએ આવી કોર્પોરેટર હરીશ પટેલે મોકલ્યા છે, તમારા ખેતરમાંથી રસ્તો બનાવવાનો છે તેમ જણાવ્યું હતું. જેથી અમે ખેતરમાંથી રસ્તો નીકળતો ન હોવાનું જણાવ્યું હતું.

જે સાંભળતા તે અપશબ્દો બોલી ધમકી આપવા લાગ્યા હતા. કોર્પોરેટર હરીશ પટેલેને ફોન કરી ખેતરમાં માલીક રસ્તો બનાવવા ના પાડે છે. તેમ કહેતાં કોર્પોરેટરે ઈસમોને અમને મારવાનું કહેતાં અમે ગભરાયા હતા. બીજા દિવસે 1 ઓક્ટોબરે સવારે ખેતર નજીક કોમ્પલેક્ષ પાસે કોર્પોરેટર હરીશ પટેલ મળવા આવ્યા હતા. તેમણે કહ્યું કે, કાલે મારા માણસોને તમોએ રસ્તો બનાવતા કેમ રોક્યા? હું કોર્પોરેટર છું. મારી મોટા માણસો સાથે ઓળખાણ છે.

તમારી જમીન ખોવાઈ જશે. રસ્તો નહીં આપો તો હું જાતે જેસીબી લાવી રસ્તો બનાવી દઇશ, આ જગ્યા મેં કરોડોમાં બિલ્ડરોને આપી છે. જ્યાં ફરિયાદ કરવી હોય કરો તેવી ધમકી આપી હતી.

પોલીસે હરીશ પટેલ સામે ઇપીકો 447, 294 (બી), 506 (6), 114 મુજબ ગુનો નોંધ્યા બાદ તેમની અટકાયત કરી હતી. જે બાદ જામીન પર છુટકારો થયો હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસાયબર ક્રાઇમે વેપારીની ફરિયાદ લઈ અજાણ્યા સામે ચીટીંગ અને આઈટી એકટનો ગુનો નોંધ્યો
Next articleવડુ પોલીસના બાતમી આધારે ભોજથી ટેમ્પોમાં લઈ જવાતા 15 પશુઓ સાથે 2 ઝડપાયાં