Home દેશ - NATIONAL વડાપ્રધાન મોદીએ ઝારખંડમાં ૧૬ હજાર કરોડના પ્રોજેક્ટ્‌સનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો

વડાપ્રધાન મોદીએ ઝારખંડમાં ૧૬ હજાર કરોડના પ્રોજેક્ટ્‌સનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો

34
0

(જી.એન.એસ),તા.૧૨
નવીદિલ્હી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડને મોટી ભેટ આપી અને કુલ ૧૬ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્‌સનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો. આ સાથે જ પીએમ મોદીએ દેવઘરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું પણ ઉદ્ધાટન કર્યું જેને ૪૧૦ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને આ એરપોર્ટ ઝારખંડનું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. આ ઉપરાંત પીએમ મોદીએ દેવઘરમાં છૈંૈંસ્જી નું પણ ઉદ્ધાટન કર્યું. જ્યાં ૨૫૦ બેડની સુવિધા છે. આ અવસરે રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેન અને રાજ્યપાલ રમેશ બૈસ પણ હાજર રહ્યા. પીએમ મોદીએ કહ્યું કે બાબા બૈદ્યનાથના આશીર્વાદથી આજે ૧૬ હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ અને શિલાન્યાસ થયો. તેનાથી ઝારખંડને આધુનિક કનેક્ટિવિટી, ઉર્જા, સ્વાસ્થ્ય, આસ્થા અને પર્યટનને ખુબ પ્રોત્સાહન મળશે. તેમણે કહ્યું કે રાજ્યોના વિકાસથી રાષ્ટ્રનો વિકાસ થાય છે. દેશ છેલ્લા ૮ વર્ષથી આ વિચાર સાથે કામ કરી રહ્યો છે. છેલ્લા ૮ વર્ષમાં રાજમાર્ગ, રેલવે, વાયુમાર્ગ, જલમાર્ગ દરેક પ્રકારે ઝારખંડને કનેક્ટ કરવાના પ્રયત્નોમાં પણ આ જ વિચાર, આ જ ભાવના સર્વોપરી રહી છે. પીએમએ કહ્યું કે મને ચાર વર્ષ પહેલા દેવઘર એરપોર્ટના શિલાન્યાસની તક મળી હતી. કોરોનાની મુશ્કેલીઓ છતાં તેના પર ઝડપથી કામ થયું અને આજે ઝારખંડને બીજું એરપોર્ટ મળી રહ્યું છે. દેવઘર એરપોર્ટથી દર વર્ષે લગભગ ૫ લાખ મુસાફરોની અવરજવર થઈ શકશે. તેનાથી બાબાના ભક્તોને પણ સગવડ મળશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે સરકારના પ્રયત્નોનો લાભ સમગ્ર દેશમાં જાેવા મળી રહ્યો છે. ઉડાણ યોજના હેઠળ છેલ્લા ૬-૬ વર્ષોમાં લગભગ ૭૦ નવા સ્થાનોને એરપોર્ટ્‌સ, હેલિપોર્ટ્‌સ અને વોટર એરોડોમ્સના માધ્યમથી જાેડાયા છે. ૪૦૦થી વધુ નવા રૂટ્‌સ પર આજે સામાન્યથી સામાન્ય નાગરિકને હવાઈ યાત્રાની સુવિધા મળી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે કનેક્ટિવિટીની સાથે સાથે દેશના આસ્થા અને આદ્યાત્મ સાથે જાેડાયેલા મહત્વપૂર્ણ સ્થળો પર સુવિધાઓના નિર્માણ ઉપર પણ કેન્દ્ર સરકાર ભાર આપી રહી છે. બાબા બૈદ્યનાથ ધામમાં પણ પ્રસાદ યોજના હેઠળ આધુનિક સુવિધાઓનો વિસ્તાર કરાયો છે. તેમણે વધુમાં કહ્યું કે અમે બધાનો સાથ, બધાનો વિકાસ, બધાનો વિશ્વાસ અને બધાનો પ્રયાસ એ મંત્ર પર ચાલી રહ્યા છીએ. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરી વિકાસના, રોજગાર-સ્વરોજગારના નવા રસ્તા શોધી રહ્યા છીએ. અમે વિકાસની આકાંક્ષા પર ભાર મૂક્યો છે. આકાંક્ષી જિલ્લાઓ પર ફોકસ કર્યું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરૂપિયા સામે ડોલરમાં મજબૂતીના પગલે ભારતીય શેરબજારમાં ફંડોની નફારૂપી વેચવાલી યથાવત્…!!!
Next articleરાજીવ ગાંધીનો એક ર્નિણય બન્યો તેમના મોતનું કારણ