Home વ્યાપાર જગત - BUSINESS રૂપિયા સામે ડોલરમાં મજબૂતીના પગલે ભારતીય શેરબજારમાં ફંડોની નફારૂપી વેચવાલી યથાવત્…!!!

રૂપિયા સામે ડોલરમાં મજબૂતીના પગલે ભારતીય શેરબજારમાં ફંડોની નફારૂપી વેચવાલી યથાવત્…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૭.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૪૩૯૫.૨૩ સામે ૫૪૨૧૯.૭૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૩૮૨૪.૯૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૧૧.૫૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૦૮.૬૨ પોઈન્ટના ઘટાડા સાથે ૫૩૮૮૬.૬૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૨૦૩.૫૦ સામે ૧૬૧૨૬.૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૦૨૬.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૩.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૩.૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૦૩૦.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. અમેરિકી ડોલર સામે રૂપિયો તૂટીને ૭૯.૪૮ની નવી રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી જવા સાથે કોર્પોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૨૨ના અંતના પ્રથમ ત્રિમાસિકના પરિણામોની ગત સપ્તાહના શરૂ થયેલી સીઝનમાં ટીસીએસ દ્વારા અપેક્ષાથી નબળા પરિણામ રજૂ કરાતાં નેગેટીવ અસરે આજે સતત બીજા દિવસે આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં ફંડોના ઓફલોડિંગે સેન્સેક્સ, નિફટી બેઝડ નરમાઈ  રહી હતી. અલબત ચોમાસાની સારી પ્રગતિ સાથે વૈશ્વિક મોરચે કોમોડિટીઝના ભાવો તૂટતાં ફુગાવો ઘટવા લાગ્યા સાથે ઉદ્યોગોની કાચામાલની પડતર ઘટયાની રાહતે યુટિલિટીઝ, ટેલિકોમ, પાવર અને રિયલ્ટી શેરોમાં ફંડોએ તેજી કરતાં સેન્સેક્સ, નિફટી બેઝડ બજારે આરંભિક મોટો ઘટાડો પચાવ્યો હતો, જોકે ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત રહેતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

વૈશ્વિક ફુગાવા – મોઘવારીના દબાણને હળવું કરવા વિશ્વના દેશોની સેન્ટ્રલ બેંકો દ્વારા કરાયેલા વ્યાજ દરોમાં વધારાના કારણે ધિરાણ મોંઘુ બનતા નાણા પ્રવાહિતાની ખેંચ દેખાવા લાગતાં ઉદ્યોગો, અર્થતંત્ર પર મોટી મંદીમાં આવી જવાના એંધાણ વચ્ચે અમેરિકી ડોલર સામે રૂપિયો નવા નીચા તળીયે આવતા ભારતીય શેરબજારમાં ઉછાળે વેચવાલી જોવા મળી હતી. આઇટી, ટેક, ઓટો મેટલ શેરોમાં અંડરટોન નરમાઈનો રહેતાં ફંડોએ સાવચેતીમાં ઓફલોડિંગ કરતાં અને એફએમસીજી શેરો સાથે સીડીજીએસ, કેપિટલ ગુડ્સ શેરોમાં ફંડોએ વેચવાલી કરતાં બીએસઇ સેન્સેક્સ ૫૦૮ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૭૩ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટિલિટીઝ, ટેલિકોમ, પાવર અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૬૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૨૬ અને વધનારની સંખ્યા ૧૪૭૨ રહી હતી, ૧૬૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારત સહિત વિશ્વમાં મોંઘવારી વચ્ચે જનતા ત્રાહિમામ પોકારી રહી છે. અનેક દેશોમાં મંદીની આશંકા સેવાઈ રહી છે પરંતુ ભારતની સેન્ટ્રલ બેંકના ગવર્નરે આશા વ્યકત કરી છે કે મોંઘવારી કાબૂમાં આવશે અને મંદીની આશંકા સમય જતા ઘટતી જશે. આરબીઆઈ ગવર્નર શકિતકાંતા દાસે કહ્યું કે આ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના બીજા છ મહિનામાં ફુગાવામાં ધીમે ધીમે ઘટાડો જોવા મળશે. ભારત સહિત વિશ્વની અર્થવ્યવસ્થા બે વર્ષથી કોરોના મહામારીથી પીડાઈ રહી છે. હવે તે રિકવરી બતાવી રહી હતી પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી ફુગાવો આરબીઆઈના લક્ષ્યાંકથી ઉપર રહ્યો છે. તેનું કારણ સમગ્ર વિશ્વમાં ખાદ્યપદાર્થો અને ચીજવસ્તુઓના ભાવમાં વધારો છે. મોંઘવારી વધતી અટકાવવા માટે આરબીઆઈએ વ્યાજ દરમાં વધારો કરવાનું શરૂ કર્યું છે.

મે માસની શરૂઆતમાં રેપો રેટ વધાર્યો હતો. ત્યાર બાદ ભારતની મધ્યસ્થ બેંકે જૂનમાં રેપો રેટ વધાર્યો હતો. બે વધારા પછી રેપો રેટમાં ૦.૯૦%નો વધારો થયો છે. હવે તે ૪.૯% પર પહોંચી ગયો છે. એવું માનવામાં આવે છે કે આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી વ્યાજ દર વધારવાની પ્રક્રિયા ચાલુ રાખશે. એમપીસીની આગામી બેઠક ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં યોજાવાની છે. તેમાં પણ રેપો રેટ વધારવાનો નિર્ણય લેવાઈ શકે છે. આ એવો સમય છે જ્યારે સમગ્ર વિશ્વ ઉંચો મોંઘવારીનો દર જોઈ રહ્યું છે અને પડતર વધતા માંગ ઘટી અને વૈશ્વિક વેપાર પણ ઘટી રહ્યો છે. ટૂંકા ગાળામાં સરકાર અને કેન્દ્રિય બેંકોના નિર્ણય મોંઘવારી પર સીધી અને જલદી અસર નહિ કરે પરંતુ મધ્યમ ગાળામાં મોનેટરી પોલિસીની અસર ફુગાવા પર પડશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોફી વિથ કરણમાં કરણ જાેહરે સારા અલીને કાર્તિક આર્યન વિશે કહેતા સારા નારાજ થઈ
Next articleવડાપ્રધાન મોદીએ ઝારખંડમાં ૧૬ હજાર કરોડના પ્રોજેક્ટ્‌સનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.