Home દેશ - NATIONAL રાજીવ ગાંધીનો એક ર્નિણય બન્યો તેમના મોતનું કારણ

રાજીવ ગાંધીનો એક ર્નિણય બન્યો તેમના મોતનું કારણ

37
0

(જી.એન.એસ),તા.૧૨
શ્રીલંકા
શ્રીલંકામાં રાજકીય અને આર્થિક સંકટ ચરમસીમાએ છે. આખી દુનિયાની નજર હાલ શ્રીલંકા પર છે. દેશના રાષ્ટ્રપતિ ગૂમ છે અને પ્રધાનમંત્રી રાજીનામું આપવા જઈ રહ્યા છે. જનતાએ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીના સરકારી આવાસ પર કબજાે જમાવી લીધો છે. રાષ્ટ્રપતિ આવતી કાલે રાજીનામું આપે તેવું કહેવાઈ રહ્યું છે. ચારેબાજુ અરાજકતાનો માહોલ છે. અનેક નેતાઓ એવી સલાહ આપી રહ્યા છે કે ભારતે શ્રીલંકાની મદદ કરવી જાેઈએ. અહીં તમને ખાસ જણાવવાનું કે આવું જ કઈક શ્રીલંકામાં ત્યારે પણ થયું હતું જ્યારે લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ એલમ (ન્‌્‌ઈ) ના કારણે શ્રીલંકામાં ગૃહયુદ્ધ ચાલુ હતું. શ્રીલંકાએ ભારત પાસે મદદ માંગી અને તત્કાલિન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ સેના મોકલી દીધી. શ્રીલંકામાં લોહિયાળ થયું અને અનેક ભારતીય સૈનિકો પણ શહીદ થયા. રાજીવ ગાંધીનો આ ર્નિણય આગળ જઈને તેમની હત્યાનું કારણ પણ બન્યું. શ્રીલંકામાં સિંહાલીની વસ્તી વધુ છે. જ્યારે તમિલ લઘુમતીમાં છે. ન્‌્‌ઈ એ આ તમિલોની લડત લડવા માટે હથિયાર ઉઠાવ્યા હતા અને શ્રીલંકામાં ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું હતું. વર્ષ ૧૯૮૩માં ન્‌્‌ઈ એ શ્રીલંકાની સેનાના ૧૩ જવાનને મોતન ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનાએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું અને શ્રીલંકામાં તમિલો વિરુદ્ધ હિંસા ભડકી ગઈ. સેના અને ન્‌્‌ઈ વચ્ચે યુદ્ધ જેવા હાલાત બની ગયા. ન્‌્‌ઈ એ જાફના પર કબજાે જમાવી લીધો હતો. ન્‌્‌ઈ નો કહેર જાેતા શ્રીલંકાની સરકારે ભારત સરકાર પાસે મદદ માંગી હતી. ૨૯ જુલાઈ ૧૯૮૭ના રોજ રાજીવ ગાંધીના નેતૃત્વવાળી ભારત સરકાર અને શ્રીલંકા વચ્ચે શાંતિ સમજૂતિ પર હસ્તાક્ષર કરાયા હતા અને ભારતે શ્રીલંકામાં પોતાની સેના મોકલી હતી. બંને દેશો વચ્ચે થયેલા આ કરારનો હેતુ ન્‌્‌ઈ અને તેના ચીફ વી.પ્રભાકરણને રોકવાનો હતો. જુલાઈ ૧૯૮૭માં જ ભારતીય સેનાના જવાનો જાફના પહોંચવા લાગ્યા હતા. જાે કે ભારતીય સેના માટે આ મિશન નિષ્ફળ સાબિત થયું અને ભારતના લગભગ ૧૨૦૦ સૈનિકો આ લડાઈમાં માર્યા ગયા હતા. ત્યારબાદ આ કરાર ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યાનું કારણ પણ બન્યું. ન્‌્‌ઈ ના ઉગ્રવાદીઓએ ષડયંત્ર રચીને રાજીવ ગાંધી પર આત્મઘાતી હુમલો કર્યો. સ્યૂસાઈડ બોમ્બ દ્વારા કરાયેલા વિસ્ફોટમાં રાજીવ ગાંધીનું મોત નિપજ્યું હતું. શ્રીલંકાના લેટેસ્ટ હાલાતની વાત કરીએ તો રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે અને તેમના પરિવારે ખુબ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આવું જ કઈક રાષ્ટ્રપતિના નાના ભાઈ બાસિલ રાજપક્ષે સાથે પણ જાેવા મળ્યું. જ્યારે તેમણે મધરાતે દેશ છોડવાની કોશિશ કરી. તેઓ દેશ છોડવાની ફિરાકમાં હતાં અને મધરાતે કોલંબો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર ઈમીગ્રેશન સ્ટાફે ડ્યૂટી કરવાની ના પાડી દીધી. એરપોર્ટ યુનિયને બાસિલ રાજપક્ષે વિરુદ્ધ ખુબ નારેબાજી કરી અને હંગામો કર્યો. બાસિલ રાજપક્ષે સિલ્ક રૂટનો ઉપયોગ કરીને શ્રીલંકાની બહાર જવા માંગતા હતા. પણ વિરોધના પગલે તેમણે પાછા ફરવું પડ્યું. બાસિલ રાજપક્ષે શ્રીલંકાના પૂર્વ નાણામંત્રી છે અને હાલમાં જ રાજીનામું આપ્યું હતું. ર્ શ્રીલંકામાં રાજપક્ષે પરિવાર વિરુદ્ધ ખુબ આક્રોશ છે. દાવો થઈ રહ્યો છે કે ગોટાબાયા રાજપક્ષે શ્રીલંકા છોડીને ભાગી ગયા છે. જાે કે સંસદના સ્પીકર મહિન્દા યાપા અભયવર્ધનેના પ્રવક્તાએ કહ્યું કે તેઓ હજુ દેશમાં જ છે. ૭૩ વર્ષના ગોટાબાયા રાજપક્ષેએ હજુ ઔપચારિક રીતે રાજીનામું આપ્યું નથી. તેઓ ક્યાં છે તે કોઈને ખબર નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડાપ્રધાન મોદીએ ઝારખંડમાં ૧૬ હજાર કરોડના પ્રોજેક્ટ્‌સનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો
Next articleલંડનના રસ્તા પર ફરતી જાેવા મળી લોરેન ગોટલીબ