Home ગુજરાત ઉત્તર ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’નું ઉદ્ઘાટન કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’નું ઉદ્ઘાટન કર્યુ

15
0

(GNS),28

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’નું ઉદ્ઘાટન થયુ છે. હવે રાષ્ટ્રીય સ્તરના સેમિકન્ડક્ટર્સને લગતી અત્યાધુનિક ટેક્નોલોજી વિશે છ દિવસ પ્રદર્શન યોજાશે. સેમીકન્ડક્ટર ક્ષેત્ર સાથે સંકળાયેલી નામાંકીત કંપનીઓ સેમિકોન ઇન્ડિયા 2023માં ગુજરાતમાં આવશે. સેમિકન્ડક્ટર ક્ષેત્રને વેગ આપવાના ઉદ્દેશથી ભારત સરકાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યુ છે. ‘સેમિકોન ઇન્ડિયા 2023’નું ઉદ્ઘાટનના કાર્યક્રમમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, રેલવે અને કમ્યુનિકેશન મંત્રી અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા. સાથે જ વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્યમંત્રી તથા સ્કિલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રેન્યોરશીપ મંત્રી રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિત રહ્યા.

અગ્રણી સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝના વડાઓ પણ આ કાર્યક્રમમાં સામેલ થયા છે. સેમીકન્ડક્ટર ક્ષેત્રે ભારતમાં રોકાણની તકો અંગે આ કાર્યક્રમમાં પ્રેઝેન્ટેશન યોજાશે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભારતમાં સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં રહેલી રોકાણની તકો અંગેનું પ્રેઝેન્ટેશન કરવામાં આવશે. તો આ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો દ્વારા પેનલ ચર્ચા પણ કરવામાં આવશે. સેમિકોન ઇન્ડિયા ભારત અને ગુજરાતમાં સેમી કન્ડક્ટર ઉદ્યોગમાં નવીનીકરણ, સહભાગિતા અને વિકાસ માટે એક મહત્વની ઇવેન્ટ સાબિત થશે.

આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં વિશ્વભરના સેમીકન્ડક્ટર ચિપ, ડિસ્પ્લે ફેબ, ચિપ ડિઝાઇન, એસેમ્બલિંગ ક્ષેત્રના અનુભવ ધરાવતા નિષ્ણાતો ભારતમાં આ ક્ષેત્રમાં નવી તકોને લઇને પોતાનો અનુભવ રજૂ કરશે. આ કાર્યક્રમમાં ફોક્સકોન, માઇક્રોન, એએમડી, આઇબીએમ, માર્વેલ, વેદાન્તા, એલએએમ રિસર્ચ, એનએક્સપી સેમી કન્ડક્ટર્સ, એસટી માઇક્રોઇલેક્ટ્રોનિક્સ, ગ્રાન્ટવુડ ટેક્નોલોજીસ, ઇન્ફીનિયોન ટેક્નોલોજીસ, અપ્લાઇડ મટિરિયલ્સ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલી અન્ય જાણીતી કંપનીઓએ ભાગ લીધો છે. તો આ સાથે જ સેમીકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની માઇક્રોન ટેક્નોલોજી સાથે ગુજરાત સરકારે રૂ. 22,500 કરોડના ATMP પ્રોજેક્ટની સ્થાપના માટે એમઓયુ સાઇન કર્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆઈસીસી વન-ડે વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફાર સંભવ : જય શાહ
Next articleનવસારીમાં ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારના 153 રસ્તાઓ અને સ્ટેટ હાઇવેના 2 માર્ગો બંધ