Home ગુજરાત ઉત્તર ગુજરાત નવસારીમાં ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારના 153 રસ્તાઓ અને સ્ટેટ હાઇવેના 2...

નવસારીમાં ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારના 153 રસ્તાઓ અને સ્ટેટ હાઇવેના 2 માર્ગો બંધ

14
0

(GNS),28

હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યાં નવસારીમાં એક જ રાતમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે વહીવટી તંત્રની બેઠક શરૂ. તો નવસારીમાં ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારના 153 માર્ગો અને સ્ટેટ હાઇવેના 2 માર્ગો બંધ કરવામાં આવ્યા છે. તો ભારે વરસાદના ૧૬૦ અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પૂર્ણા નદી 24 ફૂટે છે. જે હાલમાં ભયજનક સપાટીથી 1 ફૂટ ઉપર છે. ચીખલીની કાવેરી નદી ભયજનક 19 ફુટ છે. જો કે હાલમાં નવાસારી જિલ્લાના ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા તંત્રને રાહત મળી છે. તો બીજી તરફ સુરત નવસારી રોડ પર વરસાદી પાણી ભરાતા એક સાઇડનો રોડ બંધ કરવામાં આવ્યો છે. અને 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયા હોવાનું સામે આવી રહ્યુ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’નું ઉદ્ઘાટન કર્યુ
Next articleએક વર્ષમાં પ્રશ્ન બદલાયો : સેમિ કંડક્ટર ક્ષેત્રે ભારતમાં રોકાણ શા માટે? ના બદલે હવે ‘ભારતમાં રોકાણ શા માટે નહીં?’નું ચિંતન થાય છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી