Home રમત-ગમત Sports આઈસીસી વન-ડે વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફાર સંભવ : જય શાહ

આઈસીસી વન-ડે વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફાર સંભવ : જય શાહ

19
0

(GNS),28

ભારતમાં આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા વન-ડે વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફારની સંભાવના હોવાનું ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના સેક્રેટરી જય શાહે જણાવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે રમાનારી મેચને પણ નવરાત્રિના પ્રથમ નોરતાંને કારણે આગળ ખસેડવામાં આવે તેવી અટકળો વચ્ચે જય શાહનું આ નિવેદન સૂચક માનવામાં આવે છે. ગુરુવારે જય શાહે એક નિવેદનમાં જણાવ્યું કે, ત્રણ સભ્ય દેશોના બોર્ડ દ્વારા વર્લ્ડ કપ કાર્યક્રમમાં બદલાવ માટે આઈસીસીને લેખિત અનુરોધ કરવામાં આવ્યો છે. જેને પગલે આગામી સપ્તાહ સુધીમાં વર્લ્ડ કપનો નવો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. મેચના સ્થળમાં કોઈ ફેરફાર નહીં થાય ફક્ત તારીખ અને સમયમાં બદલાવ થઈ શકે છે. કઈ મેચના કાર્યકમમાં બદલાવ થશે તે અંગે શાહે ફોડ પાડ્યો નહતો.

આ ઉપરાંત ક્યા ત્રણ સભ્ય દેશોએ આઈસીસીને કાર્યક્રમમાં ફેરફાર માટે જણાવ્યું તેની વિગતો પણ તેમણે જાહેર કરી નહતી. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે યોજાનાર મુકાબલામાં જો ફેરફાર કરાય છે તો તેની અસર અન્ય મેચ ઉપર પણ પડી શકે છે. આમ એકંદરે સમગ્ર કાર્યક્રમને બદલવાની સ્થિતિ નિર્માણ પામી હોવાનું જણાય છે. જય શાહે વધુમાં જણાવ્યું કે, બે મેચ વચ્ચેનો ગાળો છ દિવસનો હશે તો તેને ઘટાડીને ચાર-પાંચ દિવસનો કરાશે. આગામી ત્રણ-ચાર દિવસમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે. વર્લ્ડ કપના કાર્યક્રમમાં બદલાવ આઈસીસી સાથેના પરામર્શ બાદ કરવામાં આવશે. કોઈપણ મેચમાં સુરક્ષાને લઈને કોઈ ચિંતા નથી તેમ શાહે વધુમાં ઉમેર્યું હતું.

બીસીસીઆઈ અને આઈસીસી દ્વારા ગત મહિને જ વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર કરાયો હતો અને તેમાં હવે બદલાવ કરવાથી ક્રિકેટ ચાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ભારત વર્લ્ડ કપમાં તેનો પ્રારંભિક મુકાબલો આઠ ઓક્ટોબર ઓસ્ટ્રેલિયા સામે રમશે. વર્લ્ડ કપમાં 10 સ્થળો પર 48 મેચ યોજાશે. આઈસીસી અને બીસીસીઆઈ આગામી સપ્તાહે ટિકિટ બુકિંગ માટેના સ્રોતની પણ વિગતો જાહેર કરે તેવી શક્યતા છે. 5 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર વચ્ચે ભારતમાં વર્લ્ડ કપની મેચોનું આયોજન થશે. દેશના 10 સ્થળોએ મેચ રમાડવામાં આવશે. મેચ જોવા આવતા પ્રેક્ષકોને મફત પાણી ઉપરાંત સ્વચ્છતા સહિત અન્ય સવલતો ઉપલબ્ધ કરાવવાનો બોર્ડનો પ્રયાસ રહેશે તેમ બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું. આ માટે અગ્રણી સલાહકીય સંસ્થાની મદદ લેવામાં આવી છે. મેચ જોવા આવતા પ્રેક્ષકો છાશવારે સ્ટેડિયમમાં પાયાની સુવિધાનો અભાવ હોવાની ફરિયાદો કરતા હોય છે જેને ધ્યાનમાં રાખીને દર્શકોને શ્રેષ્ઠ અનુભવ આપવા માટે સંલગ્ન એસોસિયેશનોને પણ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું છે. દરેક સ્ટેડિયમમાં લોકો જાહેર પરિવહનની મદદથી સરળતાથી પહોંચે તેવો પ્રયાસ કરાશે અને ફેન્સને પીવાનું પાણી મફતમાં ઉપલબ્ધ કરાવાશે તેમ શાહે જણાવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબુમરાહ સંપૂર્ણ ફિટ અને આયર્લેન્ડ પ્રવાસ ખેડી શકે : જય શાહ
Next articleવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’નું ઉદ્ઘાટન કર્યુ