Home અન્ય રાજ્ય લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસે આંધ્રપ્રદેશમાંથી 9 અને ઝારખંડમાંથી 2 ઉમેદવારોની જાહેરાત કરી

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસે આંધ્રપ્રદેશમાંથી 9 અને ઝારખંડમાંથી 2 ઉમેદવારોની જાહેરાત કરી

11
0

(જી.એન.એસ) તા. 22

નવી દિલ્હી,

કોંગ્રેસ પક્ષે લોકસભા ચૂંટણી 2024 ને ધ્યાનમાં લઈને વધુ એક ઉમેદવારોની યાદી બહાર પાડી હતી. આ ઉમેદવારોની યાદીમાં આંધ્રપ્રદેશમાંથી 9 અને ઝારખંડમાંથી 2 ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસે દીપિકા સિંહ પાંડેની જગ્યાએ પ્રદીપ યાદવને ગોડ્ડા, ઝારખંડથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે રાંચીથી યશસ્વિની સહાયને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

પ્રદીપ યાદવે છેલ્લી લોકસભા ચૂંટણી ગોડ્ડાથી JVMની ટિકિટ પર લડી હતી. બાદમાં JVM ભાજપમાં ભળી ગયું. ત્યારબાદ પ્રદીપ કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે તેમની રાજકીય કારકિર્દી વિદ્યાર્થી નેતા તરીકે શરૂ કરી હતી અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય હતા. 2007માં, તેઓ ભારતીય જનતા પાર્ટી છોડીને ઝારખંડ વિકાસ મોરચા (પ્રજાતાંત્રિક)માં જોડાયા. પ્રદીપ યાદવ પોરૈયાહાટના વર્તમાન ધારાસભ્ય પણ છે.

આંધ્ર પ્રદેશમાં લોકસભાની કુલ 42 બેઠકો છે, જ્યારે ઝારખંડમાં કુલ 14 લોકસભા બેઠકો છે. આ મહિનાની શરૂઆતમાં કોંગ્રેસે આંધ્ર પ્રદેશમાં લોકસભાની 6 અને વિધાનસભાની 12 બેઠકો માટે યાદી જાહેર કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાનનો ખિલાડી મોહમ્મદ રિઝવાન T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી ત્રણ હજાર રન બનાવનાર બેટ્સમેન બન્યો
Next articleગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી અને ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર દ્વારા રાજકોટ ખાતે ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક