Home રમત-ગમત Sports પાકિસ્તાનનો ખિલાડી મોહમ્મદ રિઝવાન T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી ત્રણ હજાર રન...

પાકિસ્તાનનો ખિલાડી મોહમ્મદ રિઝવાન T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી ત્રણ હજાર રન બનાવનાર બેટ્સમેન બન્યો

54
0

(જી. એન.એસ) તા. 21

પાકિસ્તાન ની ક્રિકેટ ટીમમાં એક ખિલાડીના પર્ફોર્મન્સના ચર્ચાઓ થઈ રહી છે, પાકિસ્તાન ક્રિકેટ ટીમનો વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી ત્રણ હજાર રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. રિઝવાને આ સિદ્ધિ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝની બીજી T20 મેચમાં હાંસલ કરી હતી. 31 વર્ષના રિઝવાને આ મેચમાં 45 રનની અણનમ ઇનિંગ રમી હતી. રિઝવાને 19મો રન પૂરો કરતાની સાથે જ ઈતિહાસ રચી દીધો હતો. રિઝવાનની શાનદાર ઇનિંગના આધારે પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ દ્વારા આપેલા 91 રનના લક્ષ્યાંકને 12.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

મોહમ્મદ રિઝવાને 79મી T20 ઈન્ટરનેશનલ ઈનિંગ્સમાં 3000 રનનો આંકડો પાર કર્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમના રેકોર્ડ તોડી નાખ્યા હતા. બાબર અને વિરાટે એસ સરખી  81 ઇનિંગ્સમાં 3000 T20 ઇન્ટરનેશનલ રન પૂરા કર્યા હતા. રિઝવાન T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 3000 કે તેથી વધુ રન બનાવનાર એકંદરે આઠમો બેટ્સમેન છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કોહલીના નામે છે જેણે 117 મેચમાં 4,037 રન બનાવ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 1 લાખથી વધુ યુવા મતદારોએ લીધા અચૂક મતદાનના શપથ લીધા, અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 12 યુનિવર્સિટીઓ સાથે ‘મતદાર જાગૃતિ’ અંગે MOU કર્યા
Next articleલોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસે આંધ્રપ્રદેશમાંથી 9 અને ઝારખંડમાંથી 2 ઉમેદવારોની જાહેરાત કરી