Home અન્ય રાજ્ય પાટણમાં રાધનપુર હાઈવે પર ત્રિપલ અકસ્માત

પાટણમાં રાધનપુર હાઈવે પર ત્રિપલ અકસ્માત

7
0

(જી.એન.એસ) તા. 5

રાધનપુર,

પાટણમાં રાધનપુર હાઈવે પર પીપળી ગામ પાસે ત્રણ ટ્રેલરો અથડાતાં ટ્રેલરમાં ડ્રાઈવર અને કંડક્ટર ફસાઈ જતાં એકનું મોત નિપજ્યું છે અને એકને ગંભીર ઈજાઓ પહોંચી છે. રાધનપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. આ ત્રિપલ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

આ ત્રિપલ અકસ્માતની મળતી માહિત મુજબ ત્રણ ટ્રેલરો  અથડાતાં ટ્રેલરમાં ડ્રાઈવર અને કંડક્ટર ફસાઈ ગયા હતા. આ ઘટના સર્જાતા આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લોકોએ ભારે જહેમત બાદ ત્રણ ટ્રેલરોને ક્રેન વડે છૂટા પાડ્યા હતા. આ ઘટનાની જાણ રાધનપુર પોલીસને કરવામાં આવી હતી. હાઈવે ઓથોરિટીની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. અન્ય વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતાં તેને નજીકની હોસ્ટિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરેન્દ્રનગરના દસાડા તાલુકામા ડમ્પરે લોડીંગ રીક્ષાને અડફેટે લેતાં રીક્ષા ચાલકનુ ઘટનાસ્થળે મોત 
Next articleલોકસભા ચૂંટણીને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાંતિપૂર્ણ મતદાન થાય તે હેતુથી અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા ખાસ માઈક્રોપ્લાનિંગ