Home ગુજરાત રૂપાણી રાજમાં બેેરોજગારીનો રાફડો ફાટ્યો….?, 4 હજારની જગ્યા માટે 13 લાખ ફોર્મ...

રૂપાણી રાજમાં બેેરોજગારીનો રાફડો ફાટ્યો….?, 4 હજારની જગ્યા માટે 13 લાખ ફોર્મ ભરાયા…!

680
0

(જી.એન.એસ,કાર્તિક જાની),તા.૦૫

બેકારીમાં ઘટાડો થયો છે. લોકોને રોજગારી અમે આપી છે અને આપીએ છીએ.વિરોધ પક્ષને જુઠ્ઠાણા ફેલાવવાની આદત પડી ગઈ છે. આવી વાતો કરતી ભાજપ સરકારની પોલ હવે ખુલી પડી છે. કેમ કે ગુજરાતમાં બેરોજગારી દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે.છતાં સરકાર આનો ઉકેલ લાવવાની જગ્યાએ તમાશો જોઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે.કેમ કે ગુજરાતમા રૂપાણી સરકારમાં બેકારી તેમજ બેરોજગારી ના કારણે ઘણા પરિવારે સામુહિક આત્મહત્યાઓ કરી લીધી છે.ઘણા લોકોએ રોજગારી નહીં મળવાને કારણે પણ આત્મહત્યા કરી હોય તેવા કિસ્સાઓ પણ જોવા મળ્યા છે.ત્યારે હજુ પણ સરકાર બેરોજગરીમાં ઘટાડો કરવામાં નિષ્ફળ નીવડી છે તેનું તાજું ઉદાહરણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ક્લાર્ક અને ઓફીસ આસિસ્ટન્ટની આશરે 4ooo જેટલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી અને તેમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. તેમાં સરકારની રોજગારી આપવાનું પોલ બહાર આવતું જોવા મળ્યું. આ જાહેરાત 12 પાસ ઉપર હતી પરંતુ આ જાહેરાતમા સ્નાતક તેમજ ડિપ્લોમા તેમજ ડીગ્રી કરેલા ઉમેદવારો દ્વારા પણ આ ફોર્મ ભરવામાં આવ્યા છે.આશરે 4ooo હજારની જાહેરાતમા 13 લાખ જેટલી ગુજરાતમાંથી અરજીઓ આવેલી છે.અને લેવાના છે માત્ર 4ooo હજાર જ આથી સ્પષ્ટ સમજી શકાય છે કે સ્નાતક તેમજ એન્જીનીયર સુધી ભણતર કરેલું હોવા છતાં પણ લોકોને રોજગારી માટે આ સરકારમાં ફાંફા મારવા પડે છે.જ્યારે જ્યારે સરકારી જાહેરાતો બહાર આવે છે ત્યારે લાખોની સંખ્યામાં ફોર્મ ભરાતા હોય છે.સરકારમાં ઘણા એવા વિભાગો છે જયાં છેલ્લા ઘણા વર્ષોથી ભરતી જ કરવામાં આવી નથી. આ કરણ પણ બેરોજગારી માટે જવાબદાર છે.ગુજરાતમાં રોજગારી વધે તે માટે વાઇબ્રન્ટમા પણ કરોડોના એમ ઓ યુ કરવામાં આવે છે. પણ ક્યાંક ને ક્યાંક આ એમઓયુ કાગળ ઉપર જ રહી જતા હોય તેવું દેખાય છે. કેમ કે ગુજરાતમાં બેરોજગરીમાં આજ સુધી ઘટાડો થયો જ નથી પરંતુ કૂદકે અને ભૂસકે બેરોજગારી વધતી જોવા મળી છે. વાઇબ્રન્ટમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પણ પરિણામ તો શૂન્ય જ છે. સરકર પણ ગુજરાતની જનતાને મૂર્ખ બનાવે છે કે શું? કેમ સરકાર બેરોજગરીમાં ઘટાડો કરી શકતી નથી ગુજરાત સરકારમાં બેરોજગારી નહીં ઘટવાનું કરણ ખાનગીકરણ પણ જવાબદાર છે. કેમ કે ગુજરાત સરકરમાં હવે સરકરી ભરતી કરવાની જગ્યાએ સરકારી વિભાગોમાં આઉટ શૉશિંગથી ભરતી કરવામાં છે. અને આ આઉટ શૉશીંગ ચલાવતી એજન્સીઓ પણ પોતાના લાગતા વળગતાઓને નોકરીએ લગાડે છે.અને જો બીજા કોઈને નોકરી જોઈતી હોય તો એજન્સીના માલિકોને પ્રસાદી આપવી પડે છે. ત્યારબાદ જ નોકરી મળે છે.અને એમાં પણ એજન્સીઓ વાળા તેમનું શોષણ પણ કરતા જોવા મળે છે.આવા ખાનગીકરણને કારણે પણ બેરોજગરીમાં વધારો થતો જોવા મળે છે.સરકાર પોતાના ભાષણમાં જોર જોર થી બુમો પાડે છે કે અમે આટલા લોકોને રોજગારી આપી જો તમે ખરે ખર રોજગારી આપી હોય ને તો 4ooo હજારની જાહેરાતમાં 13 લાખ ફોર્મ ના ભરાયા હોત. તમે જો રોજગરીઓ આપી હોય ને તો લોકોને સામુહિક આત્મહત્યા જેવા પગલાં ભરવા ના પડ્યા હોય.ગુજરાતમાં આટલી સ્પષ્ટ બેરોજગારી હોવા છતાં કેમ સરકારને દેખાતી નહીં હોય.? લોકો બેરોજગરીના કારણે આત્મહત્યા કરે છે શુ આ બધું સરકારને દેખાતું નથી.? સરકાર બેરોજગરીમાં ઘટાડો થાય તે માટે કોઈ નક્કર પગલાં ભરશે…? કે પછી તમાશા જ જોયા કરશે..?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનવલખી બંદર સહિત ગુજરાતના 22 બંદરોનો વિકાસ કરવામાં આવશે: કે.મંત્રી મનસુખ માંડવીયા
Next articleઆરોપીના શરણે ભાજપ સરકાર..અપહરણનો આરોપી બન્યો ઉમેદવાર