Home ગુજરાત આરોપીના શરણે ભાજપ સરકાર..અપહરણનો આરોપી બન્યો ઉમેદવાર

આરોપીના શરણે ભાજપ સરકાર..અપહરણનો આરોપી બન્યો ઉમેદવાર

435
0

(જી.એન.એસ,કાર્તિક જાની),તા.૮
ગુજરાતમાં પેટા ચૂંટણીઓની જાણે મોસમ હોય તેવું જોવા મળી રહ્યું છે.ગુજરાતમાં વિધાનસભા થી માંડી રાજ્ય સભા સુધી પેટાચૂંટણીઓ યોજાઈ અને હજુ યોજાવાની છે.ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકામા પણ પેટા ચૂંટણી યોજાઈ રહી છે. વોર્ડ નંબર 3 મા પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે ઉમેદવારો દ્વારા ફોર્મ પણ ભરાઈ ગયા છે.ભાજપ દ્વારા પ્રણવ પટેલ આરોપીને ટીકીટ આપવામાં આવી છે. જેના ઉપર અપહરણનો ગુનો નોંધાયેલો છે.સબ સલામતની વાતો કરનારી ભાજપ સરકાર કેમ આરોપીઓને છાવારે છે..? કેમ આરોપીને જ ટીકીટ આપવી પડી..? ઘણા સવાલો લોક મુખે ચર્ચાતા જોવા મળે છે.અપહરણ કરનાર પ્રણવ પટેલના કેસની હાલ તાપસ ચાલુ છે.પ્રણવ પટેલ પોતે પણ કબુલ કરે છે કે મારા ઉપર અપહરણનો કેસ છે.પ્રણવ પટેલ દ્વારા ઉમેદવારી કરતા હાલ ગાંધીનગરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.પ્રણવ પટેલ દ્વારા અંકિત બારોટનું અપહરણ કરવામાં આવ્યું હતું અંકિત બારોટે જણાવ્યું કે અહરણનો ગુનો નોંધાયે આજે 7 મહિના થવા છતાં પણ આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહયા છે.અને સરકારના દબાણમાં આવીને પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.મારુ અપહરણ 4 લોકો દ્વારા કરવામાં આવ્યું હતું 1 પ્રણવ પટેલ 2 ગિરીશ પટેલ 3 હિરેન ચૌધરી 4 કેતન પટેલ આ ચાર અસામાજિક તત્વો દવારા મારુ અપહરણ કરવામાં આવ્યું હતું અને મને મતદાનથી વંચિત રાખવા અપહરણ કરવામાં આવ્યું હતું અને બીજે દિવસે મને ચિલોડા ઉતારી દેવામાં આવ્યો હતો અપહરણ જેવો ગંભીર ગુનો હોવા છતાં સરકારના ઈશારે પોલિસ દ્વારા આજ દિન સુધી કામગીરીમાં ઢીલાશ રાખવામાં આવી છે.અને પ્રણવ પટેલ જેવા ગુનેગારોને ભાજપ સરકાર છાવરી રહી છે.ભાજપની નીતિ સ્પષ્ટ દેખાય છે કે કાઈ પણ રીતે સત્તાના નશામાં રહેવાનું એજ એમનો ઉદેશ છે.ત્યારે હવે સવાલ એ થાય છે કે જો આવા આરોપીઓજ નેતાગીરી કરશે તો લોકના મનમાં ભયનો માહોલ વધારે જોવા મળશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરૂપાણી રાજમાં બેેરોજગારીનો રાફડો ફાટ્યો….?, 4 હજારની જગ્યા માટે 13 લાખ ફોર્મ ભરાયા…!
Next articleગાંધીનગર જિલ્લાના દિવ્યાંગો અને વયોશ્રી માટે નિઃશુલ્ક પાત્રતા મૂલ્યાંકન કેમ્પ યોજાશે