Home વ્યાપાર જગત - BUSINESS રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ટેલિકોમ, એનર્જી સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૪૨૭ પોઈન્ટનો...

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ટેલિકોમ, એનર્જી સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૪૨૭ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!! દરેક ઉછાળે સાવચેતી યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૬.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૪૮૯૨.૪૯ સામે ૫૪૫૧૪.૧૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૪૫૦૭.૪૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૫૯.૪૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૨૭.૭૯ પોઈન્ટના ઉછાળા સાથે ૫૫૩૨૦.૨૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૩૬૪.૮૦ સામે ૧૬૨૭૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૨૬૮.૬૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૮.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૦.૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૪૮૫.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. ફુગાવો – મોંઘવારીનું પરિબળ જોખમી બની રહ્યું  હોઈ અને વધતાં વ્યાજ દરોએ વૈશ્વિક ચિંતા સામે હવે ચોમાસાની તૈયારી અને આ વર્ષે ચોમાસું સફળ રહેવાની આગાહી અને સાઉદી અરેબિયા દ્વારા ઉત્પાદન વધારવાના સંકેત સાથે ક્રુડના ભાવ વધતાં ઝડપી ઘટી આવતાં ફંડોએ શેરોમાં મંદીને બ્રેક લગાવી આજે પ્રત્યાઘાતી ઉછાળો આપ્યો હતો. ઈન્ડેક્સ બેઝડ બે – તરફી અફડાતફડી ચાલુ રાખીને આજે ફંડોએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં સતત નવી ખરીદી કરી પોતાની સ્થિતિ મજબૂત બનાવતાં રહેતાં અને ટેલિકોમ, એનર્જી અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં આક્રમક ખરીદી કરીને બજારને પોઝિટીવ ઝોનમાં રાખ્યું હતું.

હેલ્થકેર, આઈટી – સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોના સથવારે મહારથીઓની તેજી થતાં અને કેપિટલ ગુડ્સ શેરોમાં લેવાલી નીકળતાં બીએસઇ સેન્સેક્સ ૪૨૭ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૨૦.૨૦ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ગઇકાલે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દેશમાં વધી રહેલા ફુગાવા – મોંઘવારીની ચિંતામાં વ્યાજ દરમાં અપેક્ષિત રેપો રેટમાં ૦.૫૦%નો વધારો કરતાં અને ફુગાવાનો અંદાજ પણ વધારીને ૬.૭% મૂકતાં ભારતીય શેરબજારોમાં ફ્રન્ટલાઈન શેરોમાં બે-તરફી અફડાતફડીના અંતે સેન્ટીમેન્ટ વધુ ડહોળાયું હતું. જો કે આજે ચાઈનામાં ટેકનોલોજી શેરોમાં તેજીની હૂંફે સ્થાનિકમાં આઈટી શેરોમાં ઘટાડે ફંડોની પસંદગીની નીચા મથાળે લેવાલી નીકળતાં ઈન્ડેક્સ બેઝડ મજબૂત સુધારો નોંધાયો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ અને બેઝિક મટિરિયલ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૩૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૧૨ અને વધનારની સંખ્યા ૧૭૦૭ રહી હતી, ૧૧૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, યુદ્ધની કટોકટી અને હવે વ્યાજદરમાં વધારાને કારણે સર્જાઈ રહેલ ઉથલપાથલને ઈક્વિટી માર્કેટમાં પ્રત્યક્ષ રોકાણમાં વધી રહેલ જોખમથી બચવા માટે મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનું જોમ વધી રહ્યું છે. એમફીના આંકડા અનુસાર મે મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રૂ.૧૮૫૦૦ કરોડનો ઈન્ફલો જોવા મળ્યો છે જે અગાઉના મહિને રૂ.૧૫૯૦૦ કરોડની આસપાસ હતો. જોકે અનિશ્ચિત્તાના આ માહોલ છતા ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં વધી રહેલું રોકાણ ઈન્વેસ્ટરોનું મજબૂત સેન્ટીમેન્ટ અને આગામી સમયનો આશાવાદી અભિગમ રજૂ કરે છે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર ઇક્વિટી અને ઇક્વિટી – લિંક્ડ સ્કીમ્સમાં નેટ રોકાણ મે મહિનામાં ૧૬% વધીને રૂ.૧૮,૫૨૯.૪ કરોડ થયું છે.

ઈક્વિટી સ્કીમમાં રોકાણનો આ સતત પંદરમો મહિનો છે. જોકે સામે પક્ષે ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક ઈન્ડાયસિસમાં સતત બીજા મહિને ઘટાડો નોંધાયો છે. મે માસમાં સેન્સેક્સ ૨.૫% ઘટ્યો અને નિફ્ટી ૫૦ ૨.૮% ઘટ્યો હતો. મહત્વની વાત એ છે કે મે મહિનામાં મ્યુચ્યુઅલ ફંડના તમામ સેગમેન્ટમાં ઇનફ્લો નોંધાયો હતો. તમામ કેટેગરીમાં મલ્ટી કેપ સ્કીમમાં સૌથી ઓછું રોકાણ જોવા મળ્યું હતું, જ્યારે લાર્જ કેપ્સમાં સૌથી વધુ રોકાણ જોવા મળ્યું હતું. આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં સતત વેચવાલ રહેલા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની સ્થિતિ પર નજર રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆંતરરાષ્ટ્રીય સીરિઝમાં ભારતીય ટીમના ઘણા ખેલાડી એક-બીજા વિરુદ્ધ રમતા જોવા મળશે
Next articleગુજરાત અને ભારતમાં કોરોના સંક્રમણમાં થયો વધારો
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.