Home ગુજરાત રાષ્ટ્રપતિના નિર્ણયને પણ હાઈકોર્ટ રદ્દ કરી શકે તો વિધાનસભા અધ્યક્ષનો નિર્ણય સર્વોપરિ...

રાષ્ટ્રપતિના નિર્ણયને પણ હાઈકોર્ટ રદ્દ કરી શકે તો વિધાનસભા અધ્યક્ષનો નિર્ણય સર્વોપરિ કેવીરીતે….?

816
0

(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા. 24
દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોની સદસ્યતા રદ કરીને ચૂંટણીપંચને ફરીથી સુનાવણી હાથ ધરવાનો જે નિર્ણય આપ્યો છે તેમાં રાષ્ટ્રપતિના નિર્ણયને પણ હાઈકોર્ટે રદ્દ કર્યો હોવાનું બહાર આવતા ગુજરાત કોંગ્રેસમાં અને રાજકીય નીરિક્ષકોમાં હવે એ બાબતની અટકળો શરૂ થઈ છે કે જો એક હાઈકોર્ટ રાષ્ટ્રપતિના નિર્ણયને અયોગ્ય ઠેરવીને તેના પર પુનઃસમિક્ષાનો આદેશ આપી શકે તો વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવાના નિર્ણયને પડકારતી રીટ કોર્ટ ચોક્કસપણે સ્વીકારશે. અન્ય રીતે જોઇએ તો દિલ્હી હાઈકોર્ટના આ નિર્ણયથી વિધાનસભાના અધ્યક્ષને પણ એવું લાગી રહ્યું હશે કે જો રાષ્ટ્રપતિનો નિર્ણય અયોગ્ય ઠેરવવામાં આવતો હોય તો તેમના નિર્ણયને પણ પડકારીને તેના પર પુનઃસમીક્ષા કરવાનો કોઈ આદેશ કોર્ટ નહીં આપે એમ માનવું ભૂલભર્યું છે.
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના બે ધારાસભ્યો પ્રતાપ દૂધાત અને અમરિષ ડેરને ત્રણ વર્ષ માટે તથા બલદેવજી ઠાકોરને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે વિપક્ષી નેતા સમાધાન માટે જાણે હવાતીયા મારી રહ્યા હોય એવી રીતે પત્રકારો અને મીડિયા સામે વિધાનસભાના નિયમ બાવન બેની દુહાઇ આપી કોઈપણ સભ્યને વધુમાં વધુ સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરી શકાય તે નિયમ ટાંકે છે. પરંતું હજુ સુધી કોંગ્રેસે અધ્યક્ષના નિર્ણયને કોર્ટમાં પડકારવાની કાયદાકીય તૈયારી આરંભી હોવાના કોઇ નિર્દેશ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આપ્યો નથી. દરમ્યાનમાં દિલ્હી હાઈકોર્ટે આપ પાર્ટીના 20 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાના નિર્ણયની ફરીથી સુનાવણી હાથ ધરવા બંધારણીય સંસ્થા ચૂંટણીપંચને જે આદેશ આપ્યો છે તેમાં રાષ્ટ્રપતિની પ્રતિભાને પણ ચૂંટણીપંચને કારણે નુકસાન થયું હોવાનું મનાય રહ્યું છે. અલબત્ત કોંગ્રેસને તે કરતાં એક હાઈકોર્ટે રાષ્ટ્રપતિના નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો તેનાથી કોંગ્રેસ ઉત્સાહમાં આવી ગઈ છે અને એમ માની રહી છે કે જો અધ્યક્ષના નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવે તો તેના પર કોર્ટ ચોક્કસપણે કોઈને કોઈ નિર્ણય લેશે. કેમ કે જો એક હાઈકોર્ટ રાષ્ટ્રપતિના નિર્ણયને નકારી શકે તો વિધાનસભાના અધ્યક્ષના નિર્ણય પર કોર્ટ એમ કહીને ઈન્કાર નહીં કરી શકે કે અધ્યક્ષનો નિર્ણય સર્વોપરિ હોય છે અને તેમાં કોર્ટ દખલગીરી નહીં કરે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા એવી એક યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં અધ્યક્ષના નિર્ણય સામે કઈ અદાલતે શું નિર્ણય આપ્યો છે. આમ આદમી પાર્ટીને ભલે કોંગ્રેસ સાથે રાજકીય રીતે બનતું નહીં હોય પરંતુ આ જ આમ આદમી પાર્ટી સંબંધિત એક ચૂકાદાને લીધે ગુજરાતમાં કોંગ્રેસને ભાજપ અને વિધાનસભાના અધ્યક્ષ ત્રિવેદી સામે મક્કમતાથી મુકાબલો કરવાનો નવો જોમ અને જુસ્સો મળ્યો હોવાનું પણ મનાઈ રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસરકારના અંગ પરનું છેલ્લું કપડું પણ સરી ગયું અને વાલીઓનો ભ્રમ ભાંગી ગયો
Next articleમોદીજી દેશને બુલેટ ટ્રેનની નહીં ‘ભ્રષ્ટાચારમુક્ત’ ટ્રેનની જરૂર છે