Home દેશ - NATIONAL રાજ બબ્બરે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું

રાજ બબ્બરે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું

596
0

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.21

ઉત્તર પ્રદેશના રાજકારનમાં હાલ અનેક ઉથલપાથલ ચાલી રહી છે. પહેલેથી જ અનેક પડકારોનો સામનો કરી રહેલી કોંગ્રેસ માટે વધુ એક માઠા સમાચાર છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રાજ બબ્બરે પોતાના પદ પરથી અચાનક જ રાજીનામું ધરી દીધું છે. જોકે હજી સુધી રાજ બબ્બરનું રાજીનામું સ્વિકારવામાં આવ્યુ નથી. જ્યાં સુધી રાજીનામું સ્વિકારાશે નહીં ત્યાં સુધી તે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષનું કામકાજ જોશે.
રાજ બબ્બરે આજે મોડી રાતે પોતાનું રાજીનામું આપી દીધું હતું. બીજી બાજુ ગોવા કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું.
જોકે રાજીનામું આપવા માટે કોઈ ચોક્કસ કારણ રાજ બબ્બરે જણાવ્યું ન હતું. રાજ બબ્બરે કહ્યું હતું કે, મને એક વિશેષ કામ આપીને અહીં મોકલવામાં આવ્યો હતો. હું જેટલું કામ કરી શક્તો હતો એટલું કર્યું. કેટલાક સારા થયા તો કેટલાક નસરા. હું આ બાબતે કંઈ જ કહેવા માંગતો નથી. નેતૃત્વ તેની નોંધ લેશે.
રાજ બબ્બરે કહ્યું હતું કે, કોંગ્રેસ અધિવેશન બાદ બધા મને કહેતા હતાં કે 2019ને ધ્યાનમાં રાખતા તમામની ભૂમિકા બદલાવવી જોઈએ. કોની શું ભૂમિકા રહેશે તે નેતૃત્વ નક્કી કરવાનું રહેશે.
રાજ બબ્બરે તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર સમ્માનિત કવિ કેદારનાથ સિંહના નિધન બાદ તેમની પંક્તિઓ લખતા રાજીનામાનાં સંકેત આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, અંત મેં મિત્રો, એટલુ જ કહીશ કે ‘અંત’ માત્ર એક કહેવત છે જેને શબ્દ હંમેશા પોતાના વિસ્ફોટ વડે ઉડાવી દે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નવા અધ્યક્ષ કોઈ બ્રામ્હણ ચહેરો હોઈ શકે છે. તેના માટે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ, ભૂતપૂર્વ સાંસદ રાજેશ મિશ્ર અને ભૂતપૂર્વ ધારાસભ્ય લલિતેશપતિ ત્રિપાઠીનું નામ ચર્ચામાં છે. એટલું જ નહીં, એવી પણ ચર્ચા છે કે એક અધ્યક્ષ અને ચાર ઉપાધ્યક્ષોની નિમણૂંક પણ કોંગ્રેસ એકસાથે જ કરશે. ચાર ઉપાધ્યક્ષોને રાજ્યના જુદા જુદા ક્ષેત્રોની જવાબદારી સોંપવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઈરાકમાં અપહરણ થયેલ 39 ભારતીયોની આઈએસઆઈએસએ હત્યા કરી-સુષ્મા સ્વરાજ
Next articleયૂપીમાં પણ “વ્યાપમ” જેવું કૌભાંડ : કોપી કરી 600 નકલી ડૉકટર બન્યા