Home દેશ - NATIONAL યૂપીમાં પણ “વ્યાપમ” જેવું કૌભાંડ : કોપી કરી 600 નકલી ડૉકટર બન્યા

યૂપીમાં પણ “વ્યાપમ” જેવું કૌભાંડ : કોપી કરી 600 નકલી ડૉકટર બન્યા

625
0

(જી.એન.એસ.)લખનઉ,તા.21

ઉત્તર પ્રેદશમાં વ્યાપમ જેવું કૌભાંડ સામે આવી રહ્યું છે. જેમાં 600 જેટલા અયોગ્ય ઉમેદવારો MBBSની પરીક્ષા પાસ કરી છે. આ કૌભાંડ 2014 થી ચાલી રહ્યું હતું , જેમાં પૈસાના બદલામાં મેડીકલના વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવામાં મદદ કરવામાં આવતી હતી. આ રીતે પાસ થયેલા વિદ્યાર્થીઓ ડોકટર પણ બની ગયેલા છે. પોલીસ આ મામલે સોમવારે મુઝફ્ફરનગર મેડીકલ કોલેજના 2 વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. બંને તરફથી પરીક્ષામાં ચોરી કરાવવા માટેના માફિયાને 1-1 લાખ રૂપિયા આપવામાં આવ્યા હોવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસના અનુસાર આ વિદ્યાર્થીઓએ રૂપિયાની સામે પરીક્ષામાં તેમના જવાબોને બદલે એકસપર્ટ ડોકટરોના જવાબને જવાબવાહીમાં લખવામાં આવ્યા છે.
પોલીસના અનુસાર, આ મામલે તપાસ શરૂ થયા પછી ઘણાં વિદ્યાર્થીઓના નામ સામે આવશે. આ મામલે ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીના 6 અધિકારીઓ સહિત 9 અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમના દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષામાં નકલ કરાવવામાં આવી રહી હતી. હાલમાં આ ગેંગના બીજા સાથીઓ પર પોલીસ નજર રાખી રહ્યું છે અને તેમની તમામ માહિતીઓ પર તપાસ બાદ જ પગલાં ભરવાનો નિર્ણય પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે.
આ અંગે તપાસ કરી રહેલ એસટીએફના સૂત્રોએ જણાવ્યું કે, યુનિવર્સિટીના પરિણામે નકલ માફિયા વિદ્યાર્થીઓના સ્થાન પર એક્સપર્ટસના દ્વારા લખવામાં આવેલ કોપી ત્યાં પહોંચી દેતાં હતા. જેના માટે મેડીકલના વિદ્યાર્થીઓ પાસેથી 1 થી 1.50 લાખ સુધીની રકમ લેવામાં આવતી હતી. આ ઉપરાંત અન્ય કોર્સ માટે પણ 30 થી 40 હજાર રૂપિયા લેવામાં આવતાં હતા. ખાસ વાત એ છેકે ધરપકડ કરવામાં આવેલા બંને વિદ્યાર્થીઓ ડોકટરના પુત્ર છે અને તેમના પિતાની પ્રેક્ટિસ હાલમાં ચાલું છે.
આ અંગે પોલીસને એક ટીપ મળી હતી જેના આધાર પર સમગ્ર માહિતીઓ સામે આવી રહી છે, જેના પર એસટીએફના મેરઠ યુનિટના ઈન્ચાર્જે કહ્યું કે, બંને વિદ્યાર્થીઓએ 15 માર્ચના પૂર્ણ થયેલ સેમેસ્ટર પરીક્ષામાં પેપર ખરાબ જવાના કારણે તેમને નકલ માફિયાનો સંપર્ક એક બેચમેટના પિતાના માધ્યમથી જ કર્યો હતો. જે પછી તેમની જવાબવાહીના સ્થાન પર એક્સપર્ટની કોપી મુકવા માટે કહેવામાં આવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ બબ્બરે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું
Next articleજૂનાગઢમાં 1,397 મહિલા લોકરક્ષક સુરક્ષાકાર્યમાં જોડાઇ