Home વ્યાપાર જગત - BUSINESS મેટલ બેન્કીંગ – ફાઈનાન્સ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૫૦૩ પોઈન્ટનો પ્રત્યાઘાતી...

મેટલ બેન્કીંગ – ફાઈનાન્સ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૫૦૩ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!! દરેક સાવચેતી ઉછાળે યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૫.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૩૭૪૯.૨૬ સામે ૫૩૯૫૦.૮૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૩૪૨૫.૨૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૨૦.૯૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૦૩.૨૭ પોઈન્ટના ઉછાળા સાથે ૫૪૨૫૨.૫૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૦૧૩.૮૦ સામે ૧૬૦૯૧.૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૮૮૫.૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૯૩.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૫.૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૧૬૯.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. ભારતીય શેરબજારમાં ચાલુ સપ્તાહે સતત બે તરફી અફડાતફડી જોવા મળી હતી. બીએસઇ સેન્સેકસમાં ઘટાડા સાથેમાં રોકાણકારોની સંપત્તિમાં ધોવાણ બાદ આજે ડેરિવેટીવ્ઝમાં મે વલણના અંતે ભારતીય બજારમાં સાર્વત્રિક ખરીદારીને પગલે બીએસઇ સેન્સેકસમાં ૫૦૩ પોઈન્ટ એટલે કે અંદાજીત ૦.૯૪% અને નિફ્ટી ફ્યુચર ૧૫૫ પોઈન્ટ એટલે કે ૦.૯૭% ના ઉછાળા સાથે બંધ રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ ૧૧૫ ડોલરની સપાટીએ પહોંચી જવાના નેગેટીવ પરિબળને અવગણીને ફંડો, મહારથીઓએ આજે એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી અને ટીસીએસ સહિતના ફ્રન્ટલાઈન – હેવીવેઈટ શેરોની આગેવાનીમાં સેન્સેક્સ, નિફટી બેઝડ અનપેક્ષિત ઉછાળો નોંધાયો હતો.

ફ્રન્ટલાઈન શેરો સાથે ફંડોએ મેટલ, બેંકિંગ – ફાઈનાન્સ શેરો તેમજ બેઝિક મટિરિયલ્સ, આઇટી, ટેક શેરો અને રિયલ્ટી શેરોની આગેવાનીએ ફરી જંગી શોર્ટ કવરિંગ સાથે તેજી કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. આ સાથે શેરોમાં સાર્વત્રિક તોફાની તેજી થતાં રોકાણકારોની સંપતિ એટલે કે એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં આજે એક દિવસમાં રૂ.૨.૨૩ લાખ કરોડનો ઉછાળો નોંધાયો હતો. પરંતુ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, એફઆઈઆઈઝ ભારતીય શેરબજારોમાં આજે પણ સતત નેટ વેચવાલ રહ્યા હતા.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૨૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૨૩ અને વધનારની સંખ્યા ૧૬૯૦ રહી હતી, ૧૧૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, યુદ્ધની સ્થિતિ છતા રશિયાની કરન્સી ઐતિહાસિક ટોચે પહોંચી છે. ડેટા પ્રમાણે રશિયન રૂબલ અમેરિકન ડોલરની સામે ૫૫ના સ્તરે પહોંચ્યું છે. રસપ્રદ વાત એ છે કે યુક્રેન સાથેના યુદ્ધ પૂર્વે રશિયન રૂબલ ૮૮-૯૦ આસપાસ હતો જે આજે ૫૫ પ્રતિ યુએસ ડોલરના લેવલે પહોંચ્યો છે,જે છેલ્લા ૬ વર્ષની ટોચ છે. વિદેશી દેવામાં ડિફોલ્ટની આશંકા વચ્ચે રશિયન કરન્સીની મજબૂતાઈનું કારણ રશિયાની આર્થિક કૂટનીતિ જ્વાબદાર છે. રશિયા વિશ્વનો સૌથી મોટો કુદરતી ગેસનો નિકાસકાર દેશ કહેવાય છે અને રશિયાએ યુરોપિયન દેશોને નેચરલ ગેસ ખરીદવો હોય તો રૂબલમાં જ ચૂકવણી કરવી પડશે તેવી શરત મુકતા ના છૂટકે કુદરતી ગેસ માટે રૂબલમાં ચૂકવણી યુરોપના દેશો કરવી પડી રહી છે.

આ સિવાય ઓપેક અને અમેરિકા બાદ સૌથી વધુ તેલ ઉત્પાદક અને નિકાસકાર દેશોમં પણ રશિયા અગ્રેસર છે, તેથી રશિયાએ આ કટોકટીની સ્થિતિમાં ગ્લોબલ બેંચમાર્ક ક્રૂડ ભારત-ચીન જેવા મોટા ક્રૂડ આયાતકાર દેશોને ૨૦% ડિસ્કાઉન્ટે ઓફર કરીને પોતાની જરૂરીયાતો સંતોષોઈ લધી છે અને તેને કારણે જ રૂબલની મક્કમ ચાલ અકબંધ છે. ઈરાક યુદ્વની જેમ યુક્રેન – રશિયા યુદ્વ પણ નોન-ઈવેન્ટ નોન-ઈવેન્ટ બન્યું છે. યુક્રેન – રશિયા યુદ્વના વૈશ્વિક શેરબજારો અને કોમોડિટીઝ બજારોમાં મોટી ઉથલપાથલ જોવાયા બાદ હવે વૈશ્વિક બજારોમાં ખાસ ક્રુડ ઓઈલના ભાવોમાં ઉડાઉડ શાંત પડી છે. માત્ર જોખમ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝના શેરોમાં સતત સેલીંગનું  ચિંતાનો વિષય છે. પરંતુ ભારતીય શેરબજાર તેની સર્વોચ્ચ ઐતિહાસિક સપાટી તાજેતરમાં કરેકશન બાદ અત્યારે આ લેવલે સારા શેરોમાં વેલ્યુબાઈંગની તક ઝડપી શકાય. ભારતીય શેરબજારોમાં આગામી દિવસોમાં ફરી ફોરેન ફંડોનું રોકાણ વધવાના સંજોગો સાથે હાલ સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના શેરોમાં રોકાણની તક ઝડપી શકાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરમાં 6 આતંકીઓને 2 દિવસમાં જ કર્યા ઠાર
Next articleગુજરાત અને કાશ્મીર યુનિવર્સિટી વચ્ચે એમઓયુ થયા
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.