Home ગુજરાત ગુજરાત અને કાશ્મીર યુનિવર્સિટી વચ્ચે એમઓયુ થયા

ગુજરાત અને કાશ્મીર યુનિવર્સિટી વચ્ચે એમઓયુ થયા

45
0

(જી.એન.એસ),તા.૨૬
અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીના આઈઆઈએસ સેન્ટરે ટૂંક જ સમયમાં દેશના અને વિદેશની અનેક યુનિવર્સિટી સાથે અનેક ક્ષેત્રોમાં એમઓયુ કર્યા છે. જેમાં હવે કાશ્મીર યુનિવર્સિટીનો વધારો થશે. આ એમઓ પછી બંને યુનિવર્સિટીઓ એક સાથે મળીને અનેક ક્ષેત્રોમાં કામગીરી કરી શકશે. હાલના તબક્કે ક્લાઈમેટ ચેન્જ, સસ્ટેન્બેલીટી, વોટર એન્ડ કેપેસિટી બિલ્ડીંગ, અગ્રીકલ્ચર, એન્ટરપ્રિન્યોરશીપ, ફેકલ્ટી એક્સચેન્જ, સ્ટુડન્ટ એક્સચેન્જ, શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ જાેઈન્ટ કોર્સના મુદ્દે એમઓયુ કરવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે એગ્રીપ્રિન્યોરશીપ મેનેજમેન્ટ, કો-ઓપરેટીવ મેનેજમેન્ટ, હોર્ટીકલ્ચર વેલ્યુ ચેન્જના ક્ષેત્રમાં ઉપયોગી સાબિત થશે.કાશ્મીર યુનિવર્સિટીમાં ટુંક સમયમાં કાશ્મીરમાં પણ એજ્યુકેશન પોલિસી લાગુ થશે.ગુજરાત યુનિવર્સિટીના ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સસ્ટેનિબિલિટી અને કાશ્મીર યુનિવર્સિટી વચ્ચે ડેવલપમેન્ટ, ઈનોવેશન અને રિસર્ચ સહિતના જુદાજુદા કાર્યક્ષેત્ર માટે એમઓયુ કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં કાશ્મીર યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે વિવિધ કોર્ષમાં ડ્યુઅલ ડિગ્રી આપવાની શરૂઆત પણ થશે. એમઓયુમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશુ પંડ્યા અને કાશ્મિર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિલોફર ખાન વર્ચ્યુઅલ માધ્યમથી જાેડાયા હતા.ગુજરાત યુનિવર્સિટીના કાશ્મીર યુનિવર્સિટી સાથેના એમઓયુ કાશ્મીર યુનિવર્સિટીના ગાંધી હોલમાં થયા હતા. ગુજરાત યુનિવર્સિટીના ખાસ ૨૨ જેટલા વિદ્યાર્થીઓ કાશ્મીર ખાતે એમઓયુ વખતે હાજર રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમેટલ બેન્કીંગ – ફાઈનાન્સ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૫૦૩ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!! દરેક સાવચેતી ઉછાળે યથાવત્…!!
Next articleપાકિસ્તાનમાં સત્તા પરિવર્તન થયા બાદ હાલત વધુ બદતર થઈ રહી છે