Home ગુજરાત માણસાનાં ઇટાદરા ગામે વૃદ્ધાને પોલીસની ઓળખાણ આપી ગઠિયો રોકડાં ભરેલું પર્સ સેરવી...

માણસાનાં ઇટાદરા ગામે વૃદ્ધાને પોલીસની ઓળખાણ આપી ગઠિયો રોકડાં ભરેલું પર્સ સેરવી ગયો

27
0

માણસાનાં ઇટાદરા ગામની વૃધ્ધાને પોલીસ તરીકેની ઓળખાણ આપી તમારે ચોરી થયેલ તે ચોર પકડાયો હોવાનું કહી વિશ્વાસ સંપાદન કરી આઈ કાર્ડનો ફોટો પાડવાના બહાને ઘરમાંથી બેગ મંગાવી અંદરથી રૂ. 1.22 લાખ ભરેલું પર્સ સેરવી લઈને ગઠિયો ફરાર થઈ જતાં માણસા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. માણસાનાં ઇટાદરા ગામમાં રહેતાં 63 વર્ષીય કોકિલાબેનનાં પતિ મનુભાઈ પટેલને માણસા માર્કેટ યાર્ડમાં પેઢી આવેલી છે. તા. 28 મી નવેમ્બરનાં રોજ સાંજના સમયે કોકિલાબેન ઘરે હાજર હતા. ત્યારે તેમના પતિ મનુભાઈ પેઢીથી ઘરે આવી ઘરના વચલા રૂમમાં બેગની અંદર પર્સ મૂકીને ખેડૂતોને બીલો આપવા માટે નીકળી ગયા હતા.

બાદમાં થોડી વારમાં એક ઈસમ ઘરે પહોંચ્યો હતો. જેણે કોકિલાબેનને કહેલ કે મનુભાઈ ઘરે છે. હું માણસા પોલીસ મથકેથી આવું છું. અગાઉ માણસા માર્કેટયાર્ડમાં ચોરી થઈ હતી. જેમાં મનુભાઈનું પાકીટ ચોરાયું હતું. જે ચોર પકડાઈ ગયો છે. તો મનુભાઈનું આઈકાર્ડ બેગમાં હશે તે બતાવો. આથી કોકિલાબેન ઘરમાંથી બેગ લઈ આવી આઈ કાર્ડ શોધવા લાગ્યા હતા. પણ આઈ કાર્ડ મળતું નહીં હોવાથી ઈસમ કહેવા લાગેલો કે અંદર નાનું પર્સ હશે એ આપો એટલે હું ફોટો પાડી લઉં. અને કોકિલાબેનની નજર ચૂકવી રૂ. 1.22 લાખ રોકડા ભરેલું પર્સ લઈ રવાના થઈ ગયો હતો.

ત્યાં સુધી કોકિલાબેનને પર્સ ચોરી થયાનો અંદાજો આવ્યો નહોતો. અને તેમણે બેગ ઘરમાં મૂકી દીધી હતી. બાદમાં મનુભાઈ ઘરે આવતાં બેગ ચેક કરી હતી. ત્યારે માલુમ પડયું હતું કે માણસા પોલીસના નામે અજાણ્યો ઈસમ 1 લાખ 22 હજાર 800 ભરેલું પર્સ સેરવી ગયો છે. આ અંગે કોકિલાબેનની ફરિયાદના આધારે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાટણમાં ભાજપના સંમેલનમાં કોંગ્રેસ મહિલા મોરચાના પ્રદેશ મહામંત્રી સમર્થકો સાથે ભાજપમાં જોડાયા
Next articleકુંડલા નજીક એસટી બસ હડફેટે સાયકલ ચાલક આધેડનું મોત