Home ગુજરાત વડોદરાના જરોદ પોલીસ સ્ટેશન નજીક આગ ની બનાવ

વડોદરાના જરોદ પોલીસ સ્ટેશન નજીક આગ ની બનાવ

16
0

(જી.એન.એસ) તા. 8

વડોદરા,

વડોદરાના જરોદ પોલીસ સ્ટેશન નજીક ઘાસના પૂડામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. પોલીસે ડિટેઈન કરેલા વાહનો આગની ચપેટમાં આવ્યા છે. પોલીસે જમા લીધેલા 25 થી 30 વાહનને આગમાં નુકસાન થયુ છે. જો કે હજી આગ લાગવાનું કારણ અકબંધ છે. બીજી તરફ આજે વડોદરામાં વહેલી સવારે પેટ્રોલ ભરેલ રેલવે વેગનમાં આગ લાગતા ભયનુ વાતાવરણ સર્જાવા પામ્યું હતું. રેલવે ટ્રેક પરની હાઈ ટેન્શન વીજ લાઈનનો પાવર સપ્લાય બંધ કરીને આગને કાબૂમાં લેવા માટે વડોદરા ફાયર બ્રિગેડે કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાઈ હતી. આગને કાબૂમાં લઈ લીધા બાદ, પેટ્રોલ ભરેલ વેગનની ટ્રેન રવાના કરી દેવાઈ હતી. આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડના કર્મચારીઓ સ્થળ પર પહોચ્યા ત્યારે એક અજાણ્યા શખ્સનો મૃતદેહ નજરે પડ્યો હતો. અજાણ્યા શખ્સનો મૃતદેહ સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભરૂચના ચમારીયા ગામમાં ઘર કંકાસમાં નારાજ થઈને આવેલ દંપતીએ ઝેરી દવા પી લેતા પતિનું મોત
Next articleઅરવલ્લીમાં બે કાર આમને સામને ટકરાવાને લઈ એક શિક્ષક સહિત બે લોકોના મોત નિપજ્યાં