Home ગુજરાત ભાવનગરના પાલિતાણામાં નીલકંઠ મહાદેવ મંદિર બહાર થયેલી તોડફોડનો વિવાદ વધુ વકર્યો

ભાવનગરના પાલિતાણામાં નીલકંઠ મહાદેવ મંદિર બહાર થયેલી તોડફોડનો વિવાદ વધુ વકર્યો

50
0

ભાવનગરમાં પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર આવેલા નીલકંઠ મહાદેવ મંદિર બહાર થયેલી તોડફોડનો વિવાદ વધુ વકર્યો છે. નિલંકઠ મંદીરની બહાર થયેલી તોડફોડને લઈ જૈન સમાજમાં રોષ વ્યાપ્યો છે. જેના વિરોધમાં પાલિતાણામાં 10 હજારથી વધુ જૈન સમાજના લોકોએ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તળેટી ખાતે જૈન સમાજની ભવ્ય ધર્મસભા પણ યોજાઇ હતી. ધર્મસભા પુરી થયા બાદ જૈન સમાજની વિશાળ રેલીએ વિરોધ નોંધાવ્યો હતો અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી કોમી વૈમન્સય ફેલાવનાર તત્વો સામે પગલા ભરવા માગ કરી હતી.

જોકે, સામે પુજારીએ તોડફોડ હિન્દુ સંગઠને નહીં પણ આસાજિક તત્વોએ કરી હોવાની વાત કરી હતી અને આવેદનપત્ર સ્વિકારવા બદલ સરકાર પર પણ આક્ષેપ કર્યા હતા. જોકે, તોડફોડના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જ્યારે હજુ આ મામલે જૈન સમુદાય અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં રેલી કાઢશે. ભાવનગરના પાલિતાણામાં નિલકંઠ મંદિરના પૂજારી અને આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચે મંદિર મામલે વિવાદ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ મંદિર બહાર પેઢીએ મુકેલા સીસીટીવીમાં શિવ મંદિરના પૂજારી અને તેના સાગરીતો દ્વારા તોડફોડ કરાઈ હોવાનું બહાર આવતા જૈન સમાજ રોષે ભરાયો છે.

આ મામલે રવિવારે પાલીતાણા તળેટી ખાતે દેશભરના જૈન સમાજના અગ્રણી અને સંસ્થાઓએ વિરોધ અર્થે પાલીતાણા પહોંચ્યા હતા. તળેટી ખાતે જૈન સમાજની ભવ્ય ધર્મ સભા પણ યોજાઇ હતી. જેમાં જૈન આચાર્ય દ્વારા ધર્મનો ઉદ્દેશ આપ્યો હતો. ત્યારબાદ નીલકંઠ મંદિરના ચાલતા વિવાદને લઈ ભવ્ય રેલી યોજાઈ હતી જેમાં 10 હજારથી વધુ યુવાઓ રેલીમાં જોડાયા હતા. શેત્રુંજી પર્વત પરના નીલકંઠ મહાદેવ મંદિર સામે સીસીટીવી લગાવતા મંદીરના પુજારી અને તેમના સાગરિતોએ તોડી પાડ્યા હોવાનો જૈન સમુદાયે આક્ષેપ કર્યો છે. આ વાતને લઈ જૈન સમાજમાં રોષ ભભૂક્યો છે.

અગાઉ આણંદજી કલ્યાણજી પેઢીએ આ મંદિરનો કબજો લઈ પોતાનો પુજારી અને ચોકીદાર નક્કી કરતા હિન્દુ સંગઠનોમાં પણ જૈન સમાજ સામે રોષ જોવા મળ્યો હતો. પાલીતાણામાં ઊભા થયેલા ધર્મના વિવાદમાં સરકારે બે ધારાસભ્યોને લઈને તપાસ કરવા જણાવ્યુ હતું અને આ પ્રશ્નનો ઉકેલ લાવવાની દિશામાં કામગીરી સોંપી છે. તો બીજી તરફ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ભાવનગરના આઈજી અને એસપી સહિતના અધિકારીઓને પણ આ મામલે તપાસ કરવા આદેશ કર્યા છે.

આ અંગે નિલકંઠ મંદિરના પુજારી શરણાનંદ સ્વામીએ કહ્યું હતું કે, આ તોડફોડ અમે નહીં પણ અસામાજિક તત્વોએ કરી છે. જે તોડફોડ અસામાજિક તત્વોએ કરી છે એનું અમે ક્યારેય પણ સમર્થન કરીએ નહીં અને આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક પગલાં કરવાની માંગણી અમે પણ કરી રહ્યા છીએ. અમારી સરકારને માંગ છે કે, જે વહિવટ આણંદજી કલ્યાણજી પેઢી કરે છે. તે સરકાર હસ્તક થવો જોઇએ. સરકાર સિક્યુરિટીથી માંડી અને પુજારી અહીં મુકે એવી અમારી માંગ છે. જોકે, રવિવારે જૈન સમુદાયનું આવેદવપત્ર સ્વિકારવા બદલ પુજારીએ તંત્ર પર પણ મીલીભગતના આક્ષેપ કર્યા હતા.

આ અંગે પાલીતાણાના ડેપ્યુટી કલેકટર સિદ્ધાર્થ સોલંકીએ જણાવ્યું હતું કે, જૈન સમુદાયના લોકો મને મળવા આવ્યા હતા. જેમની 17 જેટલી માંગણીઓ છે. જેમાં મુખ્ય બાબત તોડફોડની છે. જે મામલે પોલીસે પગલાં લીધા છે. જૈન સમુયાદની માંગણી છે કે, કડક પગલાં લેવામાં આવે. આ ઉપરાંત એક બે જગ્યાએ દબાણની માંગણીઓ છે. એમાં એક જગ્યાએ અમે લેન્ડગ્રેબિંગ અંતગર્ત કેસ નોંધ્યો હતો. પણ એમાં હાઇકોર્ટનો સ્ટે છે. એટલે હાઇકોર્ટ હુકમ કરે એટલે આગળ કાર્યવાહી થઇ શકે. અમે જૈન સમુદાયની માંગણીઓ સંતોષવાનો પુરો પ્રયત્ન કરીશું. પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર મોટાભાગે જૈન સમાજના મંદિરો આવેલા છે. જ્યાં નીલકંઠ મહાદેવનું મંદિર છે.

આ પર્વત પર આવેલા તમામ મંદિરોનું સંચાલન આણંદજી કલ્યાણજી પેઢી કરે છે. જેને લઇને હિંન્દુ સંગઠન અને આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચે વારે તહેવારે ચકમક ઝરતી રહે છે. તાજેતરમાં નીલકંઠ મહાદેવ મંદિરની બહાર આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા સીસીટીવી કેમરા લગાવવામાં આવ્યા હતા. જેનો હિન્દુ સંગઠન અને નીલકંઠ મહાદેવ મંદિરના પુજારી શરણાનંદ સ્વામીએ વિરોધ નોંધાવ્યો હતો અને બાદમાં મંદિર બહાર તોડફોડ થઇ હતી. જેમાં સીસીટીવી કેમરા અને થાંભલો તોડી પડાયો હતો.

જે તોડફોડનો આક્ષેપ આણંદજી કલ્યાણજી પેઢી અને જૈન સમુદાયે મંદિરના પુજારી શરણાનંદ સ્વામી અને હિન્દુ સંગઠન પર કર્યો હતો. જોકે મંદિરના પુજારીએ કહ્યું હતું કે આ તોડફોડ અમે નહીં પણ અસામાજિક તત્વોએ કરી છે. ઉલ્લેખનીય છે કે, શિવ મંદિર મુદ્દે હિન્દુ મંચ લાંબા સમયથી આંદોલન ચલાવી રહ્યો છે અને આ મામલે મંદિરના પૂજારી દ્વારા અરજી પણ કરવામાં આવી છે. તો બીજી તરફ, ગૃહ વિભાગે પણ આ મામલાની ગંભીર નોંધ લીધી છે. ગૃહ વિભાગ દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી.

સમગ્ર વિવાદને લઈ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ SP અને IGની બેઠક બોલાવી હતી. જેમાં વિવાદ અંગે ચર્ચા થઇ. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પણ આઈજી અને એસપી રેન્કના અધિકારીઓ જોડાયા હતા. આખરે આ ઘટનાનું મૂળ કારણ શું હતુ તેને આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસર્વિસિસ, ઓટો અને એફએમસીજી સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત્…!!!
Next articleસુરતના બેકાબૂ બોલેરો પિક-અપ ઢાબામાં ઘૂસી, જમવા બેસેલા યુવકને કચડી દેતા નાસભાગ મચી