Home ગુજરાત સુરતના બેકાબૂ બોલેરો પિક-અપ ઢાબામાં ઘૂસી, જમવા બેસેલા યુવકને કચડી દેતા નાસભાગ...

સુરતના બેકાબૂ બોલેરો પિક-અપ ઢાબામાં ઘૂસી, જમવા બેસેલા યુવકને કચડી દેતા નાસભાગ મચી

34
0

સુરતના સારોલી વિસ્તારમાં આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. સીસીટીવી કેમેરા જોઈને ભલભલાના હૃદય હચમચી જાય એ પ્રકારના દૃશ્યો સામે આવ્યા છે. ઢાબામાં બેસેલા લોકો રીતસરના ઢાબાની બહાર દોડતા દેખાયા હતા. ઘટના છે અકસ્માતની જેમાં એક બોલેરો પિક-અપ બેકાબૂ બનતા ‘બાપાનો બગીચો’ નામના ઢાબામાં ઘૂસી ગઈ હતી. ઢાબામાં જમવા બેસેલા એક યુવકને સીધો જ કચડી નાખ્યો હતો. જેને લઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારોલી વિસ્તારમાં રોડ પાસે આવેલા ‘બાપાનો બગીચો’ નામના ઢાબામાં ગ્રાહકો બેઠા હતા. ઢાબાના નજીકથી પસાર થતી બોલેરો પિક-અપના ચાલકે સ્ટિયરીંગ ઉપરથી કાબૂ ગુમાવતા જોવા જેવી થઈ હતી.

ડ્રાઇવરે કાબૂ ગુમાવતા સીધે સીધી પિક-એપ ઢાબામાં પ્રવેશી ગઈ હતી. ઢાબામાં પ્રવેશતા જ અંદરના ગ્રાહકો બહાર દોડ્યા હતા.સારોલી વિસ્તારના ઢાબામાં ફૂલ સ્પીડમાં પિક-અપ બોલેરો પ્રવેશી હતી. જમવા બેસેલા એક યુવકને કચડી નાખ્યો હતો. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે કે બોલેરો સીધા રોડ ઉપરથી ઢાબાની અંદર જ આવી જાય છે અને અંદર જે ખાટલા મૂકવામાં આવ્યા હતા તેમના ઉપર કેટલા ગ્રાહકો સૂઈને મોબાઈલમાં જોતા હતા. તો એક ગ્રાહક ખુરશી પર પણ બેઠેલો હતો.

પીકપ ગાડીએ ખુરશી પર બેઠેલા યુવકને જબરજસ્ત ટક્કર મારી ઉડાડી દીધો હતો તેમજ બાજુ ઉપર જે ચા બનાવી રહ્યો હતો તે પણ પોતાના જીવ બચાવીને બહાર ભાગતો દેખાય છે. ‘બાપાનો બગીચો’ ઢાબાના માલિક નિલેશ સુરાનાએ જણાવ્યું કે હું કાઉન્ટર પર બેઠો હતો અને એકાએક જ બોલેરો પિક-અપ અંદર ઘૂસી આવ્યો હતો. એક બે ક્ષણની અંદર જ એવી રીતે અંદર આવી ગયો કે અમે કંઈ સમજી શક્યા નહીં. 8થી 10 ગ્રાહકો અંદર હતા તે પૈકીના ત્રણ લોકોને ઈજા થઈ છે.

મને પણ સામાન્ય ઇજા થઈ હતી અને હું ડાયમંડ હોસ્પિટલમાં સારવાર લેવા માટે ગયો હતો. બેથી ત્રણ લોકોને ઈજા થઈ છે એમાં એક વ્યક્તિને ત્રણથી ચાર ફ્રેક્ચર થયા હોવાનું જાણવા મળ્યું છે. પિક-અપનો જે ચાલક છે તે ઘટના સ્થળેથી ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. બોલેરો પિક-અપ ખાલી હતી અને ડ્રાઇવર ઘટના સ્થળેથી ભાગી ગયો છે.

જે રીતે ગાડી અંદર પ્રવેશી હતી તે જોતા અમે પોતે પણ આ સીસીટીવી જોઈને સ્તબ્ધ થઈ ગયા છે. જાણે અમારો કાળ બનીને ગાડી અંદર પ્રવેશી હતી પરંતુ સદનસીબે અમારા તમામના જીવ બચી ગયા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાવનગરના પાલિતાણામાં નીલકંઠ મહાદેવ મંદિર બહાર થયેલી તોડફોડનો વિવાદ વધુ વકર્યો
Next articleહાલોલમાં અકસ્માતમાં બે યુવકોએ જીવ ગુમાવ્યો, બંને એક જ ગામના હોવાથી ગામમાં શોક પ્રસરયો