Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજાર જોખમી તબક્કામાં… ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

ભારતીય શેરબજાર જોખમી તબક્કામાં… ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૧૭.૦૭.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૬૦૬૦.૯૦ સામે ૬૬૧૪૮.૧૮  પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૬૦૧૫.૬૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૪૦.૫૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૨૯.૦૩ પોઈન્ટના ઉછાળા સાથે ૬૬૫૮૯.૯૩ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૯૫૯૮.૮૫ સામે ૧૯૬૨૨.૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૯૫૯૭.૨૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૧.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૨.૩૫  પોઈન્ટના ઘટાળા સાથે ૧૯૭૨૧.૨૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સોમવારે સ્થાનિક શેરબજારમાં તોફાની તેજી જોવા મળી હતી અને બન્ને મુખ્ય ઈન્ડાઈસિસ વિક્રમ ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટી નવી ટોચે બંધ રહ્યા હતા.યૂએસ ફેડ દ્વારા હવે રેટ હાઈક પર બ્રેક મારવામાં આવશે તેવા મજબૂત આશાવાદ સાથે બીએસઈ સેન્સેક્સ ૫૨૯ પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૯૭૦૦ની ઉપર બંધ રહ્યો હતો.બેન્ક અને ફાઈનાન્શિયલ શેરોમાં ભારે આકર્ષણ જોવા મળ્યું હતું.બીએસઈમાં સેક્ટોરલ ઈન્ડાઈસિસની વાત કરીએ તો ફાર્મા, બેન્ક, ફાઈનાન્શિયલ, ઓટો, મેટલ, આઈટી, ટેકનો, ઓઈલ-ગેસ, એનર્જી તેમજ કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી જ્યારે ઓટો, ટેલીકોમ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી.દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં ૬૬૬૫૬.૨૧ (નવી ટોચ) અને નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ફ્યુચર પણ ઉપરમાં ૧૯૭૩૯.૦૦(નવી ટોચ) ઉછાળો જોવા મળીયો હતો.

BSE સેન્સેક્સ પેકમાં સૌથી વધુ એસબીઆઈના શેરોમાં સૌથી વધુ ૨.૮૧%નો ઉછાળો જોવા મળ્યો હતો અને વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં વિપ્રો, એચડીએફસી બેન્ક, રિલાયન્સ, કોટક બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, ટેક મહિન્દ્રા અને આઈસીઆઈસીઆઈ બેન્કનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં ટાટા મોટર્સના શેરો સૌથી વધુ ૧.૦૨% ઘટ્યા હતા.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ભારતી એરટેલ, ટાઈટન, જેએસડબલ્યૂ સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટીસીએસનો સમાવેશ થાય છે.

NSE નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ એસબીઆઈના શેરોમાં સૌથી વધુ ૩.૦૧%નો ઉછાળો જોવા મળ્યો હતો.ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં વિપ્રો. ડો રેડીઝ લેબ, ગ્રાસિમ અને એચચડીએફસી બેન્કનો સમાવેશ થાય છે.બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ ઓએનજીસીના શેરમાં ૧.૬૮%નો ઘટાડો નોંધાયો હતો.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં હિરો મોટો કોર્પ, ટાટા મોટર્સ, ટાઈટન અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૫૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૦૬ અને વધનારની સંખ્યા ૨૦૬૮ રહી હતી,૧૮૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૨૯% અને ૦.૮૫% વધીને બંધ રહ્યા હતા.

બજારની ભાવિ દિશા….મિત્રો,ચોમાસાની સારી પ્રગતિ અને વિશ્વની નજર અત્યારે ભારતમાં વધી રહેલા બિઝનેસ તકો સાથે અનેક વૈશ્વિક જાયન્ટો મેગા પ્રોજેક્ટો સાથે આવી રહ્યા હોઈ સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના શેરોમાં રોકાણનો વ્યુહ અપનાવવો. આ સાથે કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારામન અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ડો. શક્તિકાંત દાસના સંયુક્ત અધ્યક્ષ પદે ગાંધીનગર ખાતે ૧૭ અને ૧૮ જુલાઈના જી૨૦ નાણા પ્રધાનો અને સેન્ટ્રલ બેંકોના ગવર્નરોની મીટિંગ મહત્વની બની રહેશે. જ્યારે ૨૦, જુલાઈથી શરૂ થનારા અને ૧૧, ઓગસ્ટ સુધી ચાલનારા સંસદના ચોમાસું સત્રમાં રજૂ થનારા ડાટા પ્રોટેકશન બિલ અને ફોરેસ્ટ બિલ સહિતના ડેવલપમેન્ટ પર નબજારની નજર રહેશે. આંતરરાષ્ટ્રીય મોરચે ચાઈનાના બીજા ત્રિમાસિક માટેના જીડીપી વૃદ્વિના જાહેર થનારા આંક અને ઈન્ડસ્ટ્રીયલ પ્રોડકશનના જૂન મહિના માટેના જાહેર થનારા આંક અને લોન પ્રાઈમ રેટ સાથે જાપાનના જૂન મહિના માટેના ૨૧,જુલાઈના જાહેર થનારા આંક અને અમેરિકાના જૂન મહિનાના રીટેલ વેચાણના ૧૮,જુલાઈના જાહેર થનારા આંક સહિતના પરિબળો વૈશ્વિક બજારોમાં કેવો ટ્રેન્ડ લાવે છે એના પર પણ બજારની ચાલ નિર્ભર રહેશે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબાંગ્લાદેશ વિમેન્સ ટીમે ભારતને વન-ડેમાં હરાવીને ઈતિહાસ રચ્યો
Next articleદૈનિક રાશિફળ (તા.૧૯-૦૭-૨૦૨૩)
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.