Home રમત-ગમત Sports બાંગ્લાદેશ વિમેન્સ ટીમે ભારતને વન-ડેમાં હરાવીને ઈતિહાસ રચ્યો

બાંગ્લાદેશ વિમેન્સ ટીમે ભારતને વન-ડેમાં હરાવીને ઈતિહાસ રચ્યો

13
0

(GNS),17

ભારતીય વિમેન્સ ટીમનો બાંગ્લાદેશ સામે પ્રથમ વન-ડેમાં બેટિંગમાં ધબડકો થતાં બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમે ભારત સામે સૌપ્રથમ વન-ડે જીત મેળવીને ઈતિહાસ રચ્યો છે. વરસાદથી પ્રભાવિત મેચ 44 ઓવરની રમાડવામાં આવી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી હતી. બાંગ્લાદેશ મહિલા ટીમે 152 રન કર્યા હતા. જવાબમાં ભારતીય વિમેન્સ ટીમ 113 રનમાં ઓલ આઉટ થઈ જતા ડકવર્થ લુઈસ મેથડના આધેર 40 રને પરાજય થયો હતો. આ સાથે જ બાંગ્લાદેશ વિમેન્સ ટીમે ત્રણ વન-ડેની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી છે. ભારતીય ટીમ માટે બાંગ્લાદેશ સામે વન-ડેમાં પરાજય શરમજનક બાબત છે.

અગાઉ ભારતીય મહિલા ટીમનો બાંગ્લાદેશ સામે ટી20માં 2-1થી વિજય થયો હતો. ભારતીય ટીમની બેટિંગ કંગાળ રહી હતી. બાંગ્લાદેશની મહિલા ટીમે 43 ઓવરમાં 152 રન કર્યા હતા. વરસાદને પગલે ડીએલએસ મેથડના આધારે ભારતીય ટીમને 154 રનનો ટારગેટ મળ્યો હતો. અમનજોત કૌરે સર્વાધિક ચાર વિકેટ ઝડપી હતી જ્યારે દેવિકા વૈદ્યએ બે વિકેટ અને દીપ્તિ શર્માએ એક સફળતા અપાવી હતી.

ભારતીય ટીમની બેટિંગ બાંગ્લાદેશ કરતા પણ કંગાળ રહી હતી અને 35.5 ઓવરમાં સમગ્ર ટીમ 113 રનમાં સમેટાઈ જતા 40 રને પરાજય થયો હતો. ભારત તરફથી સૌથી વધુ 20 રન દીપ્તિ શર્માએ નોંધાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી મારુફા અખ્તરે ચાર વિકેટ ઝડપી હતી અને રાબીયા ખાતુને ત્રણ નાહિદા અખ્તર તથા સુલ્તાના ખાતે એક-એક વિકેટ ઝડપી હતી. આ પરાજય બાદ ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌરે જણાવ્યું હતું કે, અમે જવાબદારી લીધી નહતી અને સારી બેટિંગનો અભાવ જોવા મળ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઇમામ-ઉલ-હકે ફોરવર્ડ શોર્ટ લેગ પર ડીરાનો શાનદાર કેચ, બેટ્સમેન જોતા જ રહી ગયા
Next articleભારતીય શેરબજાર જોખમી તબક્કામાં… ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!