Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!

ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૬.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૫૫૬૬.૪૧ સામે ૫૫૫૮૮.૨૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૫૦૯૧.૪૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૦૦.૦૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૮૫.૨૪ પોઈન્ટના ઘટાડા સાથે ૫૫૩૮૧.૧૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૫૭૭.૬૦ સામે ૧૬૫૫૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૪૨૫.૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૪.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૭.૯૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૫૨૯.૬૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત સામાન્ય ઉછાળા સાથે થઈ હતી, પરંતુ વૈશ્વિક સ્તરે ચાઈના લોકડાઉનમાંથી બહાર આવી આર્થિક – ઔદ્યોગિક પ્રવૃતિ ફરી વધવા લાગતાં ફયુલની માંગમાં મોટી વૃદ્વિની અપેક્ષાએ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધીને બ્રેન્ટ ક્રુડ ૧૨૪ ડોલર પહોંચી જતાં ક્રુડની આ આગ મોંઘવારીમાં ફરી વધારો કરશે એવી વૈશ્વિક ચિંતાએ ભારતીય શેરબજારમાં ઉછાળે શેરોમાં ફરી સાવચેતી નોંધાતા શેરોમાં આરંભિક ઉછાળા બાદ બે – તરફી વોલેટીલિટી બાદ ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ફુગાવો – મોંઘવારીમાં વધુ વધારો થવાના જોખમે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે આજે ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.

છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય શેરબજારમાં શેરોમાં ઉછાળે સતત વેચવાલી જોવા મળી રહી છે. ફોરેન ફંડોની સતત વેચવાલીએ આજે બીએસઇ સેન્સેક્સ ૧૮૫ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૪૭ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. પાવર, યુટિલિટીઝ શેરોમાં આજે ફંડોએ મોટાપાયે હેમરીંગ કરતાં અને હેલ્થકેર, ટેક શેરોમાં સતત વેચવાલી સાથે રિયલ્ટી અને આઇટી શેરોમાં ઓફલોડિંગ સાથે બે-તરફી અફડાતફડીના અંતે ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૦.૭૬ લાખ કરોડ ઘટીને રૂ.૨૫૭.૦૨ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૦% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કેપિટલ ગુડ્સ, ઈન્ડસ્ટ્રીયલ, મેટલ, બેન્કેક્સ અને ફાઈનાન્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૬૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૮૭ અને વધનારની સંખ્યા ૧૮૪૪ રહી હતી, ૧૩૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, નવા નાણાંકીય વર્ષની શાનદાર શરૂઆત સાથે ઈતિહાસનું સૌથી રેકોર્ડ કલેક્શન દર્શાવ્યા બાદ મે, ૨૦૨૨ના વર્ષમાં જીએસટી કલેક્શન માસિક દ્રષ્ટિએ ૧૬% ઘટ્યું છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન મે મહિનામાં માસિક ધોરણે ૧૬% ઘટીને રૂ. ૧.૪૧ લાખ કરોડ થયું છે. ગયા મહિને એટલે કે એપ્રિલમાં જીએસટી કલેક્શન રૂ.૧.૬૮ લાખ કરોડ હતું, જે અત્યાર સુધીનું સૌથી વધુ હતું. જુલાઈ ૨૦૧૭માં જીએસટી સિસ્ટમ લાગુ થયા બાદ આ ચોથી વખત છે જ્યારે માસિક જીએસટી કલેક્શન રૂ.૧.૪૦ લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે ઇંધણ, અનાજ અને અન્ય ચીજોની વૈશ્વિક અછતના કારણે વધેલા ભાવ તેમજ કોરોનાના ઓમીક્રોન વેરિએન્ટની અસરના લીધે દેશનું અર્થતંત્ર માર્ચમાં પૂર્ણ થયેલા ચોથા ક્વાર્ટરમાં ડિસેમ્બર સામે ધીમું પડયું છે.

દેશના જીડીપીનો વૃદ્ધિ દર ઓક્ટોબરથી ડિસેમ્બરમાં ૫.૪% હતો તે જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં ઘટી ૪.૧% રહે એવો અંદાજ સરકારે આજે બહાર પડયો હતો. આ ઉપરાંત, સમગ્ર નાણકીય વર્ષ ૨૦૨૧-૨૨માં વૃદ્ધિ દર ૮.૭% રહે એવી શક્યતા છે જે ફેબ્રુઆરીના અંદાજમાં ૮.૯% રહે તેવી શક્યતા હતી. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં કોરોના અને લોકડાઉનના કારણે આર્થિક વૃદ્ધિ દર નેગેટીવ ૬.૬% રહ્યો હતો એટલે દેશનું અર્થતંત્ર ફરીથી વૃદ્ધિના પાટે ચડી રહ્યું છે તેમ કહી શકાય. પરંતુ, દેશમાં મોંઘવારી, વ્યાજના દર વધી રહ્યા છે અને વૈશ્વિક અર્થતંત્ર સામે પડકારો પણ વિકરાળ થઇ રહ્યા હોવાથી નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં દેશનો આર્થિક વિકાસ દર ધીમો પડે તેવી શક્યતા નકારી શકાય નહી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોર્પોરેટ પરિણામો બાદ હવે આગામી દિવસોમાં ભારતીય શેરબજારની ચોમાસાની પ્રગતિ પર નજર….!!
Next articleએનર્જી અને આઇટી – ટેક સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૪૩૬ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!! દરેક ઉછાળે સાવચેતી યથાવત્…!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.