Home વ્યાપાર જગત - BUSINESS કોર્પોરેટ પરિણામો બાદ હવે આગામી દિવસોમાં ભારતીય શેરબજારની ચોમાસાની પ્રગતિ પર નજર….!!

કોર્પોરેટ પરિણામો બાદ હવે આગામી દિવસોમાં ભારતીય શેરબજારની ચોમાસાની પ્રગતિ પર નજર….!!

Bull and Bear -Stock Market Trends

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૧.૦૫.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૫૯૨૫.૭૪ સામે ૫૫૬૨૨.૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૫૯૨૫.૬૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૫૬.૪૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૫૯.૩૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૫૫૬૬.૪૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૬૪૩.૪૫ સામે ૧૬૫૮૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૫૨૮.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૩.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૩.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૫૭૦.૦૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વૈશ્વિક બજારોમાં નરમાઈ સાથે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. વિશ્વ ફરી મંદીના ભરડામાં આવી ગયું હોવાના સ્પષ્ટ સંકેતો સાથે ફુગાવાને અંકુશમાં લેવાની વૈશ્વિક કવાયતમાં યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા કરાયેલા વ્યાજ દરના વધારા સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ ઈંગ્લેન્ડ સહિતે પણ વ્યાજ દરમાં વધારો કર્યા બાદ આગામી દિવસોમાં હજુ વધુ મોટો વધારો તોળાઈ રહ્યો હોઈ કંપનીઓના ખર્ચમાં વધારા સાથે ફરી નફાશક્તિ ભીંસમાં આવવાના સંકેતો વચ્ચે આજે સ્થાનિક સ્તરે બે – તરફી અફડાતફડીના અંતે શેરોમાં નરમાઈ જોવાઈ હતી.

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સતત વધતાં જતાં ફુગાવો – મોંઘવારીમાં વધુ વધારો થવાના જોખમે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે આજે ભારતીય શેરબજારોમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવાઈ હતી. ત્રણ દિવસની તેજી બાદ ફરી મોંઘવારી અને ઉદ્યોગોના વધી રહેલા ખર્ચના કારણે વૈશ્વિક બજારોમાં ઘટાડા સાથે ભારતીય શેરબજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ફુગાવો – મોંઘવારીમાં વધુ વધારો થવાના જોખમે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં સાધારણથી નબળા પરિણામો જાહેર થયા હોઈ ત્યારે આજે ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતી જોવાઈ હતી. શેરોમાં આરંભિક ઘટાડા સાથે બે-તરફી વોલેટીલિટી બાદ ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર પાવર, યુટિલિટીઝ, બેન્કેક્સ, ફાઈનાન્સ, ઓઈલ એન્ડ ગેસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, એનર્જી, હેલ્થકેર, ટેક અને આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૭૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૮૯ અને વધનારની સંખ્યા ૧૭૬૪ રહી હતી, ૧૨૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારત સરકાર દિવસે ને દિવસે નિકાસ વધારવા અને આયાત, ખાસ કરીને ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા માટે અનેક પ્રયાસ કરી રહી છે. આ જ પ્રયાસોના ફળરૂપે ભારતના નિકાસમાં હવે જગત જમાદાર અમેરિકાના ટોચના સ્થાને પહોંચ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં અમેરિકા ભારતના સૌથી મોટા વેપાર ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે. અમેરિકાએ ચીનને પછાડીને ભારતમાંથી સૌથી વધુ આયાત કરી છે. વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં અમેરિકા અને ભારતનો દ્વિપક્ષીય વેપાર વધીને ૧૧૯.૪૨ અબજ ડોલર થયો છે. એક વર્ષ અગાઉ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં આ આંકડો ૮૦.૫૧ અબજ ડોલર હતો. આધિકારીક ડેટા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં યુએસમાં ભારતની નિકાસ વધીને ૭૬.૧૧ અબજ ડોલર થઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષમાં ૫૧.૬૨ અબજ ડોલર હતી. 

સામે પક્ષે આ સમયગાળા દરમિયાન યુએસથી ભારતની આયાત વધીને ૪૩.૩૧ અબજ ડોલર થઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષમાં ૨૯ અબજ ડોલર હતી.સરકારી આંકડા મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ભારત – ચીનનો દ્વિપક્ષીય વેપાર ૧૧૫.૪૨ અબજ ડોલર હતો, જે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૮૬.૪ અબજ ડોલર હતો. નાણાકીય વર્ષ દરમિયાન ચીનને ભારતની નિકાસ ૨૦૨૦-૨૧માં ૨૧.૧૮ અબજ ડોલરથી નજીવી વધીને ૨૧.૨૫ અબજ ડોલર થઈ છે. સામે પક્ષે ગત વર્ષે ચીનથી ભારતની આયાત વધીને વાષક ૬૫.૨૧ ડોલરથી વધીને ૯૪.૧૬ અબજ ડોલર થઈ છે. ભારતની આયાત વધતા નાણાકીય વર્ષ દરમિયાન ચીન સાથે ભારતની વેપાર ખાધ ૨૦૨૦-૨૧માં ૪૪ અબજ ડોલરથી વધીને ૭૨.૯૧ અબજ ડોલર થઈ છે. કોર્પોરેટ પરિણામો બાદ હવે આગામી દિવસોમાં ભારતીય શેરબજારની ચોમાસાની પ્રગતિ નજર પર રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમલયાલમ સિંગર એડવા બશીરનું ગાતા ગાતા સ્ટેજ પર નિધન
Next articleભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.