Home ગુજરાત ભાજપની રાજકોટ પશ્ચિમ-69 બેઠક પર ડો.દર્શિત્તા શાહ, પૂર્વમાં કાનગડ અને દક્ષિણમાં રમેશ...

ભાજપની રાજકોટ પશ્ચિમ-69 બેઠક પર ડો.દર્શિત્તા શાહ, પૂર્વમાં કાનગડ અને દક્ષિણમાં રમેશ ટીલાળાને ટિકિટ અપાઈ

21
0

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એક વાર ફરી સત્તા વાપસી માટે તનતોડ મહેનત કરી રહી છે. કેન્દ્રીય પાર્લામેન્ટ્રીની ચાલેલી 3 કલાકની બેઠક બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યાં ભાજપની લકી બેઠક એવી રાજકોટ પશ્ચિમ-69 પર ડો. દર્શીતા શાહ, રાજકોટ પૂર્વ 68માં ઉદય કાનગડ અને જેમના માટે ખુદ નરેશ પટલે સહિતના પાટીદાર નેતાઓએ લોબિંગ કર્યું હતું.

એવા પાટીદાર અગ્રણી રમેશ ટીલાળાને દક્ષિણ બેઠકની ટિકિટ આપવામાં આવી છે.  રાજકોટ જિલ્લાની કુલ 8 પૈકી 7 બેઠક પર ભાજપે ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં ધોરાજીને બાદ કરતા તમામ 7 બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

રાજકોટ શહેરની 3 તેમજ ગ્રામ્યની 1 બેઠક પર તમામ નવા નામો જાહેર કરવામાં આવ્યા છે. જયારે જસદણ, જેતપુર અને ગોંડલ બેઠક પર ભાજપે રિપીટ થિયરી અપનાવી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રધાનમંત્રી સહિત ઘણા નેતાઓને ટ્વિટરે પહેલા ઓફિશિયલ લેબલ આપ્યું પછી હટાવી લીધું
Next articleવડોદરામાં કરજણ ટોલનાકા અને એક્સપ્રેસ વે પરથી 60.81 લાખનો દારૂનો જથ્થો પકડાયો