Home ગુજરાત વડોદરામાં કરજણ ટોલનાકા અને એક્સપ્રેસ વે પરથી 60.81 લાખનો દારૂનો જથ્થો પકડાયો

વડોદરામાં કરજણ ટોલનાકા અને એક્સપ્રેસ વે પરથી 60.81 લાખનો દારૂનો જથ્થો પકડાયો

18
0

વિધાનસભા ચૂંટણીને લઇ દારૂની હેરફેર રોકવા જિલ્લા પોલીસ એક્શનમાં આવી ગઈ છે. જિલ્લાના કરજણના ભરથાણા ટોલનાકા પાસેથી 36.91 લાખ અને આજોડની સીમ પાસેથી પસાર થતા એક્સપ્રેસ વે પાસેથી 23.89 લાખ સહિત કુલ 60.81 લાખનો દારૂ એલસીબીએ ઝડપી લીધો હતો. પોલીસે 80.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એલસીબી પોલીસના જવાનો ભરથાણા ટોલનાકા ખાતે વોચમાં હતા ત્યારે બાતમી મુજબના ટેમ્પોને અટકાવી તેમાં તપાસ કરાઈ હતી. જેમાં રૂા.36.91 લાખની વિદેશી દારૂની 9264 બોટલ મળી હતી.

પોલીસે દારૂ, આઇસર ટેમ્પો સહિત 46.99 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી હતી. આ અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવાયો હતો. આઈદાનરામ જેહારામ જાટ તેમજ વિનસિંગ લાલસીંગ રાવણા (બંને કોલું, બાયતું, બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી ટેમ્પો આપનાર રાજુરામ જાટ (સચોર, રાજસ્થાન) તેમજ દારૂ મગાવનાર અને મોકલનાર સામે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તપાસ હાથ ધરી છે. અન્ય બનાવમાં ગ્રામ્ય જિલ્લા એલસીબીના પીએસઆઇ કે.એ.પટેલ અને તેમની ટીમને કન્ટેનરમાં દારૂ અમદાવાદ તરફ જતો હોવાની માહિતી મળી હતી.

જેથી આજોડની સીમમાં પસાર થતા એક્સપ્રેસ વે નજીકથી કન્ટેનર પકડ્યું હતું. જેમાંથી રૂા.23.89 લાખની વિદેશી દારૂની 13,080 બોટલો મળી હતી. કન્ટેનરના ચાલક ધરમપાલ બનવારીલાલ ગુર્જર (રહે. ભેરુબાંસ ઝાંઝર, જિ.ઝુનઝુન, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં દારૂનો જથ્થો ભિવંડી મહારાષ્ટ્રથી મીર સુભાષ ગુર્જર (દેવપુરા)એ ભરાવ્યો હતો અને અમદાવાદ ખાતે ડિલિવરી કરવાની હોવાનું ખૂલ્યું હતું. પોલીસે દારૂ, કન્ટેનર સહિત 30.94 લાખનો મુદ્દામાલ કબજે કરી મંજૂસર પોલીસને હવાલે કર્યો છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાજપની રાજકોટ પશ્ચિમ-69 બેઠક પર ડો.દર્શિત્તા શાહ, પૂર્વમાં કાનગડ અને દક્ષિણમાં રમેશ ટીલાળાને ટિકિટ અપાઈ
Next articleરાજકોટમાં સારવારનો વધુ ચાર્જ ખંખેરનાર હોસ્પિટલને રિફંડ આપવા હુકમ