Home વ્યાપાર જગત ડેરિવેટિવ્ઝમાં જુલાઇ વલણના અંત પૂર્વે આઇટી – ટેક અને એફએમસીજી શેરોમાં ફંડોની...

ડેરિવેટિવ્ઝમાં જુલાઇ વલણના અંત પૂર્વે આઇટી – ટેક અને એફએમસીજી શેરોમાં ફંડોની વ્યાપક વેચવાલી…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૭.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૫૭૬૬.૨૨ સામે ૫૫૮૩૪.૩૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૫૨૦૩.૪૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૩૦.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૯૭.૭૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૫૨૬૮.૪૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૬૩૨.૧૦ સામે ૧૬૬૩૫.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૪૭૫.૧૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૯.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૨.૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૪૭૯.૬૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. ડેરિવેટીવ્ઝમાં જુલાઈ વલણના અંતના સપ્તાહમાં ફંડોની ઓવરબોટ પોઝિશન હળવી થવા સાથે કોર્પોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૨૨ના ત્રિમાસિકના પરિણામોમાં બેંકોના સારા પરિણામ સામે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અપેક્ષિત પરિણામ જાહેર નહીં થતાં ફંડોએ આજે શેરોમાં હેમરીંગ કર્યું હતું. બેંકિંગ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક સહિતના સારા રિઝલ્ટે આરંભમાં તેજી બાદ ફંડો વેચવાલ બન્યા હતા. આ સાથે ઓટોમોબાઈલ શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારૂતી સુઝુકી સહિતમાં ફંડોએ પ્રોફિટ બુકિંગ કરતાં અને એફએમસીજી શેરોમાં નેસ્લે ઈન્ડિયા, હિન્દુસ્તાન યુનિલિવર સાથે અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના સિમેન્ટ શેરો અને ટેક મહિન્દ્રાના નબળા પરિણામ જાહેર થતાં આઈટી શેરોમાં વેચવાલીએ બીએસઇ સેન્સેક્સ ૪૯૭ પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચર ૧૫૨ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આઇટી, ટેક, એફએમસીજી, કેપિટલ ગુડ્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, હેથકેર અને ઓટો શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૬૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૨૮ અને વધનારની સંખ્યા ૧૧૧૦ રહી હતી, ૧૨૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતમાં પ્રાઇવેટ ઇક્વિટીનો મૂડીપ્રવાહ કેલેન્ડર વર્ષ ૨૦૨૨ના પ્રથમ છ મહિનામાં ૨૭.૬ અબજ ડોલરની વિક્રમી સપાટીને સ્પર્શ્યો છે, જે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સના લગભગ ૨૯ અબજ ડોલરના આઉટફ્લોને સરભર કરે છે. વિક્રમી પીઇ ઇનફ્લો દર્શાવે છે કે ડોલર સામે રૂપિયામાં ધોવા અને આર્થિક મંદીના ટૂંકા ગાળાના વિક્ષેપ હોવા છતાં પણ લાંબા ગાળાના ગ્રોથ એન્જિન તરીકે દેશનું આકર્ષણ ઓછું થયુ નથી. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ) રૂટ હેઠળ આવતા પોર્ટફોલિયો ઇન્વેસ્ટરમેન્ટની તુલનાએ પ્રાઇવેટ ઇક્વિટીના મૂડીપ્રવાહને વધારે સ્થિર ગણવામાં આવે છે. ઇન્ડિયન વેન્ચર કેપિટલ એસોસિએશન (આઇવીસીએ) દ્વારા સંકલિત ડેટા અનુસાર પ્રાઇવેટ ઇક્વિટી અને વેન્ચર કેપટીલ ઇન્વેસ્ટર્સ દ્વારા મોટા કદના સોદા કરવામાં આવતા રોકાણ વાર્ષિક ધોરણે ૧૫.૫% વધ્યું છે.

જાન્યુઆરીથી જૂન વચ્ચે ૭૧૩ જેટલા સોદા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે જ્યારે ગત વર્ષે સમાન સમયગાળામાં ૫૨૬ સોદા કરાયા હતા. પીઇ અને વીસી ઇનફ્લો ભારતમાં લાંબા ગાળાના વિકાસ, ગવર્નન્સ ફ્રેમવર્કમાં સુધારો અને અપેક્ષિત બિઝનેસ માહોલનો પ્રતિસાદ આપે છે. વૈશ્વિક સ્તરે ડિસ્કાઉન્ટ રેટ બદલાયા છે પરંતુ પીઇ અને વીસી ફંડ્સ ભારત માટે મહત્વપૂર્ણ કારણોસર અત્યંત મજબૂત લાંબા ગાળાના વિકાસદરને ધ્યાનમાં રાખીને રોકાણ કરી રહ્યાં છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો સતત નબળો પડીને રેકોર્ડ ૮૦ની નજીક આવી ગયો છે, ત્યારે ફોરેન ફંડો આ ઊંચા એક્સચેન્જ રેટ સાથે ફરી વેલ્યુબાઈંગની શેરોના નીચા ભાવોએ તક ઝડપીને ફંડ પ્રવાહ ભારતમાં લાવે એવી શકયતા નકારી ન શકાય તેથી આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં તેજી તરફી રૂખ જોવા મળી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફુગાવા – મોંઘવારીનું જોખમી પરિબળ યથાવત્ રહેતા ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્.…!!
Next articleપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના તેમના ઐતિહાસિક નિર્ણયથી હંમેશા યાદ કરાશે
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.