Home મનોરંજન - Entertainment ફિલ્મ ‘ફાઈટર’નું નવું ગીત રિલીઝ થયું

ફિલ્મ ‘ફાઈટર’નું નવું ગીત રિલીઝ થયું

38
0

(જી.એન.એસ),તા.૦૯

ઋતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂરની ફિલ્મ ફાઈટરનું નવું ગીત હીર આસમાની રિલીઝ થઈ ગયું છે. ગીતમાં ફિલ્મની લગભગ આખી સ્ટાર કાસ્ટ જોવા મળી રહી છે. ગીતમાં ઋતિક રોશન અને દીપિકા પાદુકોણનો પ્રેમ જોવા મળે છે. બંનેનો સાયલન્ટ રોમાંસ ફેન્સને ખૂબ જ પસંદ આવશે.. હીર આસમાની ગીત વિશાલ દદલાની, શેખર રવજિયાની અને બી પ્રાકે મળીને ગાયું છે. આ ગીતમાં ફાઈટર્સ અને તેમનો આકાશ પ્રત્યેનો તેમનો પ્રેમ દર્શાવવામાં આવ્યો છે. ગીતના બોલ કુમારે લખ્યા છે અને તેને વિશાલ અને શેખરની જોડીએ કમ્પોઝ કર્યું છે. આ ગીતનું ડાયરેક્શન રોબી ગ્રેવાલે કર્યું છે..

આ ગીતમાં એરફોર્સના પાયલોટની દોસ્તી, તેમનું બુલંદ મનોબળ, ઉડાન ભરવાની તૈયારી અને એકબીજા પ્રત્યેનો પ્રેમ દર્શાવવામાં આવ્યો છે. ગીતની શરૂઆતમાં ઋતિક રોશનની બોડી જોરદાર બતાવવામાં આવી છે. ગીતમાં ઋતિકની બોડી જોઈને ભાગ્યે જ કોઈ એવું કહી શકશે કે તેની ઉંમર 49 વર્ષ છે.. ફાઈટરમાં ઋતિક, દીપિકા અને અનિલ કપૂર સિવાય કરણ સિંહ ગ્રોવર, અક્ષય ઓબેરોય, સંજીદા શેખ, શારીબ હાશમી અને તલત અઝીઝ જેવા એક્ટર્સ પણ જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર ગયા મહિને રિલીઝ થયું હતું, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મનું ટ્રેલર ઋતિક રોશનના જન્મદિવસ એટલે કે 10મી જાન્યુઆરીએ રિલીઝ થઈ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમાલદીવનો વિવાદ પર ટીવીના ટોપ સેલેબ્સે પ્રતિક્રિયાઓ આપી
Next articleવર્ષ 2023 માટે યાદગાર બેડમિન્ટન જોડીને ‘ખેલ રત્ન’ એવોર્ડ મળ્યો