Home રમત-ગમત Sports વર્ષ 2023 માટે યાદગાર બેડમિન્ટન જોડીને ‘ખેલ રત્ન’ એવોર્ડ મળ્યો

વર્ષ 2023 માટે યાદગાર બેડમિન્ટન જોડીને ‘ખેલ રત્ન’ એવોર્ડ મળ્યો

48
0

(જી.એન.એસ),તા.૦૯

જો આપણે દેશના સૌથી મોટા સ્પોર્ટ્સ એવોર્ડ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન વિશે વાત કરીએ તો ચિરાગ અને સાત્વિકની બેડમિન્ટન જોડીને આ એવોર્ડ મળ્યો છે. વર્ષ 2023 આ જોડી માટે યાદગાર રહ્યું. તેણે એશિયન ગેમ્સ અને એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય બંનેએ સાથે મળીને ઈન્ડોનેશિયા સુનાર 1000, કોરિયા સુપર 500 અને સ્વિસ સુપર 300 જેવી ઘણી મોટી ઈવેન્ટ્સ જીતી છે. ખેલાડી સિવાય દેશના 8 કોચને તેના મહત્વના યોગદાન માટે કોચિંગના દ્રોણાચાર્ય એવોર્ડથી નવાજવામાં આવ્યો છે, રાષ્ટ્રપતિ ભવનમાં સમારોહમાં 26 ખેલાડીઓ અને પેરા ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. બેડમિન્ટન ખેલાડીઓ ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી 2023 માં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. આ પુરુષની જોડી હાલમાં મલેશિયા ઓપન સુપર 1000માં રમી રહી છે એટલા માટે સમારોહમાં સામેલ થઈ ન હતી.તમને જણાવી દઈએ કે, ખેલ રત્ન વિજેતાઓને 25 લાખ રુપિયા તેમજ અર્જુન અને દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતાને 15 લાખ રુપિયાથી નવાજવામાં આવે છે.

અર્જુન એવોર્ડથી સન્માનિત ખેલાડીઓ વિષે જણાવીએ, જેમાં

ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી – ક્રિકેટ,

અજય કુમાર – બ્લાઇન્ડ ક્રિકેટ,

કૃષ્ણ બહાદુર પાઠક – હોકી,

સુશીલા ચાનુ – હોકી,

ઓજસ પ્રવીણ દેવતલે – તીરંદાજી,

અદિતિ ગોપીચંદ સ્વામી – તીરંદાજી,

શ્રીશંકર – એથ્લેટિક્સ,

પારુલ ચૌધરી – એથ્લેટિક્સ,

મોહમ્મદ હુસામુદ્દીન – બોક્સર,

આર વૈશાલી – ચેસ,

અનુષ અગ્રવાલ – ઘોડેસવારી,

દિવ્યકૃતિ સિંઘ – અશ્વારોહણ ડ્રેસ,

દીક્ષા ડાગર – ગોલ્ફ,

પવન કુમાર – કબડ્ડી,

રિતુ નેગી – કબડ્ડી,

નસરીન – ખો-ખો,

પિંકી – લૉન બોલ્સ,

ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર – શૂટિંગ,

ઈશા સિંહ – શૂટિંગ,

હરિન્દર પાલ સિંહ – સ્ક્વોશ,

આહિકા મુખર્જી – ટેબલ ટેનિસ,

સુનીલ કુમાર – કુસ્તી,

અંતિમ – કુસ્તી,

રોશીબીના દેવી – વુશુ,

શીતલ દેવી – પેરા તીરંદાજી, અને પ્રાચી યાદવ – પેરા કેનોઇંગ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફિલ્મ ‘ફાઈટર’નું નવું ગીત રિલીઝ થયું
Next articleજાપાનમાં ફરી 6ની તીવ્રતાના ભુકંપના આંચકા અનુભવાયા