Home ગુજરાત પ્રેરણા જન ફાઉન્ડેશનના સહયોગથી નારોલમાં માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ કરાયું

પ્રેરણા જન ફાઉન્ડેશનના સહયોગથી નારોલમાં માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ કરાયું

205
0

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૨૦
કોવિડ-19ની મહામારીને લઈ સમગ્ર દેશ સહિત આખું ગુજરાત ચિંતામય બન્યો છે. જ્યારથી કોવિડ-19ની શરૂઆત દેશમાં થઈ અને લોકડાઉન લાગુ થયું ત્યારથી અત્યાર સુધી ઘણી સંસ્થાઓ,એનજીઓ અને નાના નાના સેવાભાવીઓએ લોકડાઉન દરમીયાન આર્થિક, પ્રાથમિક સુવિધાઓ લોકોને આપી. અમદાવાદ નારોલનું પ્રેરણા જન સહયોગ ફાઉન્ડેશને પણ માસ્ક ,સેનેતાઈઝર વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં ફાઉન્ડેશનના તમામ અતિથિ સાથે ફાઉન્ડેશનના વીંગ રાષ્ટ્રીય અધ્યક્ષ મિસેજ ઇન્ડિયા દીપ્તિ ટીટોરિયા હાજર રહ્યા હતા. પ્રેરણા જન સહયોગ ફાઉન્ડેશન હાલના સમય દરમીયાન પણ કોવિડ-19 પેહલા અને પછી પણ ગરીબ મધવર્ગના નાના ભૂલકાઓ,બાળકોને મદદ કરી કરશે.
પ્રેરણા જન સહયોગ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના નારોલ વિસ્તારના ભીલવાસમાં રહેતા નાના નાના બાળકો,મહિલાઓને માસ્ક, સેનેટાઈઝર, ફ્રુટ, મીઠાઈ અને ભોજનની વેવસ્થા ફાઉન્ડેશનના વીંગની રાષ્ટ્રીય અધ્યક્ષ મિસેજ ઇન્ડિયા દીપ્તિ ટીટોરિયા દ્વારા વિતરણ કરાયું હતું. ત્યારે માસ્ક, સેનેટાઇઝર સહિતની સામગ્રી કેવી રીતે ઉપયોગમાં લેવી તેની પણ સંપૂર્ણ માહિતી લોકોને ઘરે ઘરે જઈ આપી હતી, આ કાર્યક્રમ દરમિયાન ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અનિલ શર્માએ પણ હાજરી આપી માસ્ક, સેનેટાઇઝર સંસ્થાના તરફથી વિતરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
પ્રેરણા જન ફાઉન્ડેશન લગભગ પાંચ વર્ષથી ગરીબ પરિવારોને નિઃશુલ્ક ભોજન આપે છે .અને નિઃશુલ્ક શિક્ષા પણ, લખવા માટે નોટબુક પણ આપે છે. ત્યારે અમદાવાદના નારોલ વિસ્તારના ભીલવાસમાં પ્રેરણા જન સહયોગ ફાઉન્ડેશન સસ્થાની એક સ્લમ શાળા પણ છે જેમાં બાળકોને મફત શિક્ષા, પૌષ્ટિક આહારની સાથે જ્ઞાન આપવામાં આવે છે. ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અનિલ શર્માએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે અમે સેવાનો એક માધ્યમ લઈને ચાલીએ છીએ જેમાં 5 વર્ષથી ગરીબ લોકોને મદદરૂપ બનીએ છીએ. કોરોના જેવી વૈશ્વિક મહામારી માં અત્યારે અને પછી પણ જન સહયોગ ફાઉન્ડેશન હમેશા લોકોની મદદ માટે ઉભું રહશે અને છેલ્લી સાંસ સુધી લોકોની મદદ કરશે

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યમાં કોરોનાનો કેર યથાવત: 24 કલાકમાં 879 કેસ,13નાં મોત
Next articleસરકાર, વાલીઓ અને સંચાલકો….કોઇક તો વિચારો મારા ગુરૂજનોનું…