Home ગુજરાત પીએસઆઈ આપઘાત કેસઃ ‘રૂપાણી રાજ’માં મહિલાએ આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી

પીએસઆઈ આપઘાત કેસઃ ‘રૂપાણી રાજ’માં મહિલાએ આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી

421
0

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૨૦
ગુજરાત સરકારમાં આત્મહત્યા બનવાની ઘટનાઓ દિવસે-દિવસે વધતી રહી છે ત્યારે સરકાર કેમ કોઈ પગલાં ભરતી નથી? ગુજરાત સરકારમાં કૌભાંડો પછી બેરોજગારી,ગુંડાગર્દી જેવા બનાવોએ માઝા મૂકી છે ત્યારે હવે ગુજરાત સરકારમાં આત્મહત્યા જેવી ઘટનાઓ એ પણ માજા મૂકી છે જ્યારે કોઈ ઘટના બને ત્યારે સરકાર એમ જ કહે છે કે તપાસ ચાલુ છે, તાપસ કરીશું, જોઈશું, આવા ખોટા આશ્વાસનો આપવામાં આવે છે. ઘણા કેટલાય સમયથી જોવા મળે છે કે ગુજરાત સરકારમાં આંદોલનકારીઓ દ્વારા અલગ અલગ માંગણીઓને લઈને આંદોલન થઇ રહયા છે ત્યારે સરકાર પોલીસનો સહારો લઈ આંદોલનકારીઓની ધરપકડ કરી અને લોકશાહીનો અવાજ દબાવી દેવાની કોશિશ કરે છે આથી પોતાની માંગણીઓ નહી સોતોષાતા આત્મહત્યા જેવા પગલા ભરવા માટે મજબૂર થાય છે.આત્મહત્યા જેવા બનાવો ગુજરાતમાં ઘણા સમયથી અતિશય બની રહ્યા છે સૌથી વધારે આત્મહત્યાની સંખ્યાઓ ખેડૂતોમાં જોવા મળતી હોય છે.
આનું મુખ્ય કારણ સરકરની નિષ્ફળતા કે પછી સરકારના કહેવાતા સુંશાશનમાં ગુગલાતી પ્રજા? પરંતુ હવે તો સરકારી કર્મચારીઓને પણ આત્મહત્યા કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે છતાં પણ સરકાર કુંભ કર્ણની ઊંઘમાં છે આવી જ એક ઘટના અમદાવાદ કરાઈ પોલીસ એકેડમીમાં જોવા મળી હતી કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ મેળવતો પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડ જેઓએ પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી હતી અને સુસાઇડ નોટ લખી હતી સુસાઈડ નોટમાં એવું લખેલ હતું કે મારા ઉપરી અધિકારી ડીવાયએસપી પટેલ દ્વારા માનસિક ત્રાસ આપી અનૈતિક સંબંધ બાંધવા માટે દબાણ કરતા હતા જેથી મારે આ પગલું ભરવું પડે છે ત્યારબાદ પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની પત્ની ડિમ્પલબા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કે ડીવાયએસપી પટેલને તાત્કાલિક સસ્પેન્ડ કરી ધરપકડ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જ્યાં સુધી ફરિયાદ નોંધવામાં નહિ આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરેલ ત્યારબાદ તંત્ર હલી જતા પોલીસ તંત્ર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં તો આવી હતી પરંતુ થોડા દિવસ બાદ ડી.એસ.પી. દ્વારા ક્લીનચીટ આપી દેવામાં આવી હતી. પરંતુ ડિમ્પલબા દ્વારા પોતાના પતિને ન્યાય આપવવા માટે સરકરને ચીમકી આપી હતી કે ડીવાયએસપી પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું આત્મહત્યા કરી લઈશ ડિમ્પલબા ગાંધીનગર સચિવાલય સંકુલમાં આવી પહોંચ્યા હતા અને પ્રદિપસિંહ જાડેજા ગૃહ મંત્રીને મળવા ગયા હતા અને ગૃહ મંત્રી દ્વારા યોગ્ય તાપસ કરવમાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી પરંતુ ડિમ્પલબા દ્વારા સ્પષ્ટ જણાવી દીધેલ કે જો ૧૫ દિવસમા કોઈ નિર્ણય લેવામાં નહિ આવે તો આત્મવિલોપન કરીશ તેવી ચીમકી આપી હતી.
આ સરકર કેમ ડિમ્પલબાને ન્યાય અપાવી શક્તિ નથી? કેમ તટસ્થ તાપસ કરવામાં આવતી નથી? સરકાર કેમ ભૂલી ગઈ કે આ એજ પોલીસ કર્મચારીઓમાંથી એક છે જે રાત દિવસ અમારી આજુ બાજુ રહી ને આમારા જીવનું રક્ષણ કરે છે. પોતાની પરવાહ કર્યા વિના અમારો જીવ બચાવવા હમેશા આગળ રહે છે પોતાના પરિવારની પણ ચિંતા કર્યા વિના હમેંશા દેશની સેવા માટે તત્પર રહેતા આવા સૈનિકની પત્નીને ન્યાય માટે ભટકવું કેમ પડે છે શું આ દેશનો વિકાસ છે ? હવે જોવાનું રહ્યું કે ડિમ્પલબાને ક્યારે આ સરકાર ન્યાય આપશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયુપીમાં મોદીને લાગી શકે છે ઝટકો, સપા-બ.સ.પા અને પ્રિયંકા ભાજપાનો બગાડશે ખેલ…?
Next articleઅંબાણી-અદાણી ને એક્ઝીટ પોલ પર ભરોસો….નહિ….કે.., નહિ…..કે..?