Home દેશ - NATIONAL યુપીમાં મોદીને લાગી શકે છે ઝટકો, સપા-બ.સ.પા અને પ્રિયંકા ભાજપાનો બગાડશે ખેલ…?

યુપીમાં મોદીને લાગી શકે છે ઝટકો, સપા-બ.સ.પા અને પ્રિયંકા ભાજપાનો બગાડશે ખેલ…?

764
0

(જી એન એસ) લખનઉ તા ૧૯
વિતેલા પાંચ વર્ષમાં ઉત્તર પ્રદેશમાં હવે ભા.જ.પા.ના માટે 2014 જેવુ રાજકીય વાતાવરણ નથી રહ્યું. ભા.જ.પાને રોકવાને માટે માયાવતીએ સપા દ્વારા 1995 માં તેમને મારવાના પ્રયત્નોવાળા બદનામ ગેસ્ટ હાઉસ કાંડ અને હજુ સુધી એકબીજાની વિરુદ્ધ કાયમ લડતા રહેવાને બદલે દુશ્મનનો દુશ્મન દોસ્ત ની થિયરી અપનાવીને સપાથી હાથ મેળવ્યા. ચૂંટણી પહેલા સપા અને બસપાની વચ્ચે એવું ગઠબંધન થયું કે જેની ભાજપાને કલ્પના પણ ન હતી. અખિલેશ યાદવ અને માયાવતીએ અંદરો અંદરના મતભેદો ભૂલી જઈને અજિતસિંહને મળીને પોતાનો અલગ મોરચો રચી દીધો. વડાપ્રધાન મોદીને વારં વાર આ ગઠબંધનને મહા મિલાવટી કહીને સમગ્ર ચૂંટણીમાં તેની ભારે મોટી મજાક ઉડાવી. સપાના નેતા અખિલેશને એક મહિલા આઈ એ એસ ઉપર રેડ પડાવીને ડરાવવાની કોશિશ કરવામાં આવી. બસપાની માયાવતીની વિરૂધ્ધ કેટલાએ કેસ કર્યા, જેમા સુગર મીલ વેચવાનો આરોપ લાગ્યો છે, રાજસ્થાનમાં દલિત મહિલા પર અલવર રેપ કાંડને લઈને મોદીએ કોંગ્રેસ અને માયાવતીમાં તડા પાડવાનિ ખૂબ જ પ્રયત્નો કર્યા પરંતુ માયાવતીએ મોદીની જાતિ બતાવીને તેમને બેનકાબ કરવાની પ્રયત્નો કર્યા.
ભારતના સૌથી મોટા રાજ્ય યુપીમાં 80 સીટોનુ ગણિત લગાવીને ભાજપાએ 2014 લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ “ના આયા હું, ન ભેજા ગયા હું… મુજે તો મા ગંગા ને બુલાયા હૈ” કહીને ભોળાની નગરી વારાણસીમા પણ ઉમેદવારી કરી હતી. યૂપીનો હવાલો અમિત શાહને આપવામાં આવ્યો હતો. યુપીમાં અખિલેશ યાદવ- સપાની હતી. યુપી જ દેશને વડાપ્રધાન આપતો આવ્યો છે ની પરંપરાને કાયમ રાખતા યુપીથી 71 સીટો મોદીના ખાતામાં નાખી અને મોદી વડાપ્રધાન બન્યા હતા.
સપા નેતા અખિલેશના પિતા નેતાજી મુલાયમસિંહે સંસદના છેલ્લા સત્રમાં મોદીને ફરીથી પી એમ બનવાની શુભકામનાઓ આપી હતી, પરંતુ તેમના પક્ષે યુપીમાં બસપાની સાથે મળીને જે રાજકીય સમીકરણ બનાવ્યા તેનાથી ભાજપા 2014 ની જેમ આ વખતે મજબુત સ્થિતિમાં નથી. યુપીમાં મોદીએ પોતાની રીતે એકલ પડે યોગી આદિત્યનાથ (મૂળ નામ અજયસિંહવિષ્ટ) ને સીએમ બનાવીને ભાજપની હાલત વધુ બગાડી દીધી, યોગીથી લોકો નારાજ છે. અખિલેશ કહે છે કે યોગીના રાજમાં લોકશાહી નથી ઠોકશાહી છે. યોગીએ યુપીમાં ભાજપાને કેટલું રાજકીય નુકસાન પહોંચાડ્યું એ તો 23 ના પરિણામો બતાવશે. પરંતુ ચિત્ર બતાવી રહ્યું છે કે આ વખતે ભાજપાને યુપીમાં 80 માંથી 71 નહીં પરંતુ ફક્ત ૩૬ સીટ મળી રહી છે. તેનું એક કારણ પ્રિયંકા ગાંધીની એન્ટ્રી પણ છે. રાજનીતિમાં આવી રહી છું કહેતા કહેતા આખરે તેઓ રાજનીતિમાં આવ્યા અને ગંગા પૂજન કરી ગંગાની લહેરો પર સવાર થઈને ભાજપાને સીધો જવાબ આપ્યો. વારાણસીમાં તેઓ મોદીની સામે ચૂંટણી લડશે એવું કહેતા કહેતા આખરે તેઓ મોદીની સામે નથી આવ્યા અને પ્રચારમાંજ વ્યસ્ત રહ્યા.
યુપીમાં પ્રિયંકાની એન્ટ્રીથી ભાજપાને વધુ રાજકીય નુકસાનની ગણત્રી લગાવવામાં આવી. તેઓ વિવાદી નિવેદનોથી બચતા રહ્યા અને જ્યારે મોકો આવ્યો તો રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર વન કહેવા વાળા મોદીને સૌથી વધુ કાયર અને સૌથી વધુ કમજોરનો વડાપ્રધાનને સૌથી મોટો ટોણો મારીને ભાજપાને હલબલાવી નાખી. પ્રિયંકાએ અમેઠી અને રાયબરેલી સહિત બધા ક્ષેત્રોમા ફરીને કોંગ્રેસી ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો અને ભાજપાની અમેઠીની ઉમેદવાર સ્મૃતિ ઇરાનીને પણ તેની જ ભાષામાં જવાબ આપ્યા.
સપા બસપાનું મહાગઠબંધન અને પ્રિયંકા ની એન્ટ્રીના કારણથી યુપી ના પરિણામો ભાજપ માટે ચોકાવનારા આવી શકે છે. આ વખતે 71 તો શું તેનાથી અડધી સીટો પણ મુશ્કેલથી મળે તેવી સંભાવના લાગી રહી છે. આ વખતે યુપીના ચૂંટણીમાં રાહુલ ગાંધી અને તેમની સાથે પ્રિયંકા ગાંધી (ભાઈ બેન) ની એન્ટ્રીથી રાજકીય માહોલ વધુ રસપ્રદ અને દિલચશ્પ બની ગયો છે. પ્રિયંકાએ પણ મોદીને આકરો જવાબ આપ્યો છે રાજીવગાંધી વાળા નિવેદન ની સામે. યુપીમાં ત્રણ સીટોનું પરિણામ રોચક હોઈ શકે છે, અમેઠી, રાયબરેલી અને વારાણસી. મોદીની જીત પાકી છે પરંતુ પહેલાના માર્જુનથી વધારે કે ઓછું એ પણ ચર્ચામાં છે. 2014માં મોદી વારાણસીથી ત્રણ લાખથી વધુ મતોથી જીત્યા હતા.
મહાગઠબંધનમાં સ.પા.ને 16 મળી રહી છે જે 2014માં ફક્ત પાંચ સીટો મળી હતી. 2014 માં કોંગ્રેસને બે સીટ મળી હતી રાયબરેલી અને અમેઠી, આ વખતે અમેઠીની ખબર નથી પરંતુ બધી મળીને સીટો વધી શકે છે. કોંગ્રેસને આ વખતે 13 સીટ અને બસપાને 14 સીટ મળવાના સંકેતો છે 2014 માં બસપાને એક પણ સીટ મળી ના હતી. ભાજપાની સહયોગી અપના દળને આ વખતે બે નહી એક જ સીટ મળી શકે છે. અન્યોને બે સીટ અહીં તહી થઈને પુરી 80 સીટનું ગણિત આ રીતે બેસી રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleGNS exitpoll: ત્રિશંકુ લોકસભાનો સંકેત ગઠબંધનની બની શકે છે સરકાર……!?
Next articleપીએસઆઈ આપઘાત કેસઃ ‘રૂપાણી રાજ’માં મહિલાએ આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી