Home ગુજરાત પાટણ-બનાસકાંઠાની નર્મદા કેનાલમાં ભ્રષ્ટારચારના ગાબડાં, સરકારના આંખ આડા કાન….!?

પાટણ-બનાસકાંઠાની નર્મદા કેનાલમાં ભ્રષ્ટારચારના ગાબડાં, સરકારના આંખ આડા કાન….!?

947
0

સરકારી વાજિંત્રો સમાન પ્રવકતાઓ એરકંડીશન ઓફિસોમાં તેમજ ટીવી ડિબેટમાં બેસી બૂમબરાડા પડે છે કે અમારી સરકારે છેવાડાં માનવી સુધી નર્મદા યોજના પહોંચાડી છે ત્યારે આ ટીવી ડિબેટની ફૈબાઓ રાધનપુર અને સાંતલપુર તેમજ બનાસકાંઠાની મુલાકતે જઇ ખેડૂતોની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરવો જોઇએ

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.26
ગુજરાત રાજ્ય ની જીવા દોરી સમાન નર્મદા યોજના અનેક વિવાદો વિરોધ અને આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે આ યોજના છેવાડા ના માનવી શુધી પાણી આપવાના વાયદાઓ સાથે કેનાલ ની કામગીરી ચાલી રહી છે અડધો અડધ ગુજરાત ને સાંકળતી આ યોજના જયારે પાટણ અને બનાસકાંઠા ના વિસ્તારો માં આવી અને રહીશો ને લાભ મળ્યો ખરી પણ આ કેનાલ ની કામગીરી માં થઇ રહેલ ગેરરીતિઓ અને ભ્રસ્ટાચાર ને લઈ આ કેનાલો માં આ જિલ્લા માં વારંવાર ગાબડા પડી રહયા છે
નર્મદા ના પાછલા વર્ષો ના ઇતિહાસ માં જવું નથી પણ રાજકીય લાભ ક્યાં પક્ષ ને મળ્યો કે ના મળ્યો પરંતુ હાલની વાત કરીએ તો આ નર્મદા યોજના પાટણ અને બનાસ કાંઠા જિલ્લા માટે આશીર્વાદ રૂપ બને તેવા સરકારી વચનોમાં આ યોજના હાલ આ બને જિલ્લામાં આફત વરસાવી રહી છે આ યોજના પાટણ જિલ્લા માં દક્ષિણ બાજુ થી પ્રવેશે છે એટલેકે મોઢેરા બાજુ થી આરંભ થાય છે જે ચાણસ્મા તાલુકા તેમજ હારીજ તાલુકા માંથી પસાર થઇ રાધનપુર તરફ જાય છે અને ત્યાંથી સાંતલપુર માં આવે છે અહીં નર્મદા 2 ભાગ થાય છે એક ભાગ કચ્છ તરફ જાય છે અને બીજો ભાગ રાજસ્થાન માં ફંટાય છે
જો રાધનપુર અને સાંતલપુર ની વાત કરીએ તો આ પાટણ ના બને તાલુકા મૉટે ભાગે વરસાદ થી વંચિત હોય છે ત્યારે અહીંના વિસ્તાર ના ખેડૂતો ને સિંચાઈ આધારિત આ નર્મદા કેનાલ પર આધાર રાખવો પડે છે અહીં નર્મદા કેનાલનું નેટ વર્ક આવ્યું છે ખરી પરંતુ આ કેનાલો ની નબળી કામગીરી અને કાચી કેનાલોમાં જયારે પાણી આપવામાં આવે છે ત્યારે આ કેનાલો રીતસર ની તૂટી જતી હોય છે છેલ્લા 1 વર્ષ ની વાત કરીએ તો બનાસ કાંઠા અને પાટણ જિલ્લા માં 50 થી વધુ ગાબડા પડયા છે અને જે પાણી ખરેખર ખેડૂતો ને સિંચાઈ માટે જોઈએ તે હજારો ગેલન પાણી વેડફાઈ ગયું છે કારણકે કેનાલો ની નબળી ગુણવતા અને ભ્રસટાચાર ના કારણે સતત વિવાદો માં નર્મદા વિભાગ ખરડાયો છે અને નિગમ પર વારંવાર માછલાં ધોવાય છે
2017 માં બનાસ નદી માં પૂર આવતા અહીં નર્મદા કેનાલ માં જબરજસ્ત ગાબડું પડ્યું હતું અને પાટણ તેમજ બનાસ કાંઠા ના કેટલાય ગામડાઓ તારાજ થયા હતા અને પ્રધાન મંત્રી મોદી એ અહીં હવાઈ નિરીક્ષણ કરી 500 કરોડ ની મદદ ની જાહેરાત કરી હતી પરંતુ એ જાહેરાત હજુ કાગળ પર છે જ્યારે રાજ્ય સરકાર ના મુખ્ય મંત્રી એ અહીં પાંચ દિવસ નો મંત્રી મંડળ સાથે પડાવ નાખી રાહત કાર્ય પર જાત નિરીક્ષણ કર્યું હતું
સમય ને પસાર થતા વાર નથી લગતી અને 2018 નું ચોમાસું આવ્યું પણ આ બને જિલ્લા ને કોરો ધાકોર રાખી ને ચોમાસાએ અલવિદા લેતા ગત વર્ષે અતિવૃષ્ટિ જાહેર કરેલ ત્યારે ચાલુ વરહ અછત ગ્રસ્ત જાહેર કરવો પડ્યો છે ત્યારે સરકાર માટે કપરો સમય આવ્યો છે કારણકે આ વિસ્તારો વરસાદી ખેતી આધારિત છે અને હવે મેઘરાજા રુઠતાં ખેડૂતો ને કેનાલો પર આધારિત રહી ખેતી કરવી પડશે બીજી બાજુ ગુજરાત માં કેટલાક વિસ્તારો માં ચોમાશુ નબળું રહતે સમગ્ર રાજ્ય માં પીવા ના અને સિંચાઈ ના પાણી નો યક્ષ પ્રશ્ન સર્જાયો છે રાજ્ય સરકારે ને ઉનાળામાં નર્મદા કેનાલ માંથી પાણી નહિ લેવાનો આદેશ કરતા આ જિલ્લા માં ખુબજ વિરોધ થયો હતો અને અત્યરે વિરોધ ચાલી રહ્યો છે રાધનપુર સાંતલપુર તાલુકા ની ડિસ્ટ્રીબ્યુટરી કેનાલો માં ભ્રસ્ટાચાર ના કારને નબળી કામગીરી થતા કેનાલો તૂટી રહી છે અને આજુ બાજુ ના ખેતરોમાં હજારો ગેલન પાણી ફરી વળતા ખેડૂતો ના પાકો ને નુકશાની ભોગવવી પડી રહી છે ત્યારે તંત્ર કુમ્ભકર્ણ ની નિદ્રા માં સુઈ રહ્યું છે
રાધનપુર પંથક માં 10 દિવસ માં 20 થી વધુ ગાબડાં કેનાલો માં પડયા છે પરંતુ તંત્ર ની ઊંઘ ઊડતી નથી અહીં ખેડૂતો વહીવટી તંત્ર ને વારંવાર રજૂઆતો કરે છે ધરણા ,કરે છે દેખાવો કરે છે પણ કાયદા નો ડંડો ઉગામી ખેડૂતો નો આવાજ દબાવી દેવા માં આવી રહ્યો છે
બીજી બાજુ સરકારી વાજિંત્રો સમાન પ્રવકતા ઓ એરકંડીશન ઓફિસો માં તેમજ ટીવી ડિબેટમાં બેસી બૂમબરાડા પડે છે કે અમારી સરકારે છેવાડાં માનવી શુધી નર્મદા યોજના પહોંચાડી છે ત્યારે આ ટીવી ડિબેટ ની ફૈબાઓ એ રાધનપુર અને સાંતલપુર તેમજ બનાસકાંઠા ની મુલાકતે જવું જોઈએ અને ખેડૂતો ની સમશ્યાને સાચી રીતે જાણવી જોઈએ ટીવી ડિબેટ માં સત્તા ધારી પક્ષો ના પ્રવક્તાઓ જ્યારે જવાબ આપવા માં પાછા પડે એટલે પાછલી સરકાર પર ઠીકરા ફોડી વર્તમાન સરકાર નો આત્મસ્લાઘા સાથે બચાવ કરે છે જે તંદુરસ્ત લોકશાહી માટે ઘાતક છે
વિરોધ પક્ષ ની વાત કરીએ તો વિરોધ પક્ષ આ મુદ્દે આંદોલન ચલાવી રહ્યું છે પણ સરકાર આંદોલનકારીઓ ની ધરપકડ કરી દમન નો કોરડો વીંઝી રહ્યું છે તે ટીકા પાત્ર છે
અત્યરે શિયાળો ચાલી રહ્યો છે ત્યારે પાણી ના વપરાશ પર થોડી પક્કડ પ્રજા માં છે પરંતુ જયારે ઉનાળો આવશે ત્યારે પાટણ અને બનાસ કાંઠા ના કેટલાક તાલુકા અને ગામડાઓ યુદ્ધ ના રન મેદાન માં ફેરવાય તો નવાઈ નહિ
હાલ રાજસ્થાન માં ચૂંટણી હોઈ ગુજરાત ના પચ્છિમ ભાગ ની કેનાલો માં પાણી આપતું નથી અને માત્ર રાજકીય લાભ ખાતર રાજસ્થાન ને પાણી અપાઈ રહયું છે ત્યારે પાટણ અને બનાસ કાંઠા ના નર્મદા કમાન્ડ એરિયા ના ગામો માં ખેતી સુકાઈ રહી છે અને અહીં ની કેનાલો માં પાણી છોડવા માં વતુ નથી તે હકીકત છે
રાજ્ય સરકારે ના આગેવાનો તેમજ નર્મદા નિગમ ના અધિકારીઓ સાથે સત્વરે બેઠક યોજવી જરૂરી છે અને આ વિસ્તાર ના ખેડૂત આગેવાનો ને સાથે રાખી વિશ્વાસ નું વાતવરન ઉભું કરવા પ્રયત્નો કરવા જોઈએ જે શિખામણ નથી પણ ભવિષ્ય ની સત્ય હકીકત અત્યારે વર્તમાન માં રજૂ કરી છે

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમાહિતી ખાતાને ‘ગુજરાત’ માટે RNIની નોટીસ…!, “અન્યનું તો એક વાંકું આપના અઢાર છે….”
Next articleરામ મંદિર મુદ્દે ભાજપનું આંદોલન-કેમ – કોની સામે અને કોના કહેવાથી